ETV Bharat / city

આખરે! મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા, કોંગ્રેસ અને AAP પાર્ટીએ ભાજપની ટીકા કરી

આજે (19 નવેમ્બરે) દેવદિવાળી (Dev Diwali) ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સવારે પ્રજાજોગ સંબોધન (National address) કર્યું હતું, જેમાં તેમણે ત્રણેય કૃષિ કાયદાને પરત (All three returned agricultural laws) ખેંચવાની જાહેરાત કરી હતી. છેલ્લા 1 વર્ષથી દિલ્હીમાં ખેડૂતો આ કૃષિ કાયદાને (Agricultural laws) પરત લેવા માટે આંદોલન કરી રહ્યા છે. હવે તેની પર પૂર્ણવિરામ લાગી જશે. એટલે ખેડૂતો માટે આજે ખરેખર દિવાળી જેવો માહોલ છે.

આખરે! મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા, કોંગ્રેસ અને AAP પાર્ટીએ ભાજપની ટીકા કરી
આખરે! મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા, કોંગ્રેસ અને AAP પાર્ટીએ ભાજપની ટીકા કરી
author img

By

Published : Nov 19, 2021, 10:54 AM IST

Updated : Nov 19, 2021, 2:20 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ત્રણ કૃષિ કાયદા (Three agricultural laws) પરત ખેંચ્યા
  • અમે દરેકનું માન રાખ્યું: ભાજપના અગ્રણી
  • આ ખેડૂતોનો વિજય છેઃ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી (Congress spokesperson Manish Doshi)
  • ભારત સરકારે (Government of India) ખેડૂતોની માફી માગવી જોઈએઃ AAP

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દેવદિવાળી (Dev Diwali) ના દિવસે ત્રણેય કૃષિ કાયદા (All three returned agricultural laws) પરત લેવાની જાહેરાત કરી છે. તેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ત્યારે વડાપ્રધાનની આ જાહેરાત પર ભાજપના એક અગ્રણી નેતાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાને કૃષિ કાયદા રદ કરતાં પહેલાં સ્પષ્ટતા કરી છે કે, ખેડૂતોના ફાયદા માટે આ કાયદા લવાયા હતા, પરંતુ અમુક વર્ગોએ તેનો વિરોધ કર્યો હતો. વડાપ્રધાન લોકશાહીમાં સૌને સાંભળવામાં અને સૌને સાથે રાખવાની વાતમાં માને છે. દરેક વર્ગનું પ્રતિનિધિત્વ થાય અને તેમનું માન જળવાય એ માટે આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચોઃ કૃષિ કાયદાઓના થઈ રહેલા વિરોધને લઈને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી બિરેન્દ્ર સિંહ સાથે ETV ભારતની ખાસ વાતચીત

આ ખેડૂતો, ખેડૂત શહીદો અને દેશનો વિજય: મનીષ દોશી

વડાપ્રધાનની આ જાહેરાત અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ (Congress spokesperson Manish Doshi) જણાવ્યું હતું કે, ત્રણેય કૃષિ કાયદા (Agricultural Laws) ખેડૂત, ખેતી અને ગામડાંના વિરોધી હતા. ખેડૂતોએ આ કાયદા રદ કરવા સતત લડત આપી છે. છેલ્લા એક વર્ષથી તેઓ આંદોલન કરી રહ્યા હતા. 600 જેટલા ખેડૂતો શહીદ થયા છે, પરંતુ ભાજપે શહીદી વ્હાલી છે. હવે તેમણે કાયદા રદ કર્યા છે. જ્યારે આ કાળા કાયદા (Black Law) આવ્યા ત્યારે શરૂઆતથી જ રાહુલ ગાંધી ખેડૂત, ખેતી અને ગામડાંને પડખે ઊભા હતા. પ્રદેશ કોંગ્રેસ પણ સતત વિધાનસભાથી લઈને રસ્તા સુધી ખેડૂતોની પડખે ઊભી હતી. આજે આ વિજય ખેડૂતોનો, ખેડૂત શહીદોનો અને દેશનો વિજય છે.

શા માટે ભાજપના નેતાઓ કૃષિ કાયદાના ફાયદા ગણાવતા હતા : ગોપાલ ઈટાલિયા

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ (AAP Leader Gopal Italia) જણાવ્યું હતું કે, અમારી પાર્ટીએ અને અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પહેલા દિવસથી જ આ કૃષિ કાયદાઓનો (Agricultural Laws) વિરોધ કર્યો છે. દિલ્હી બોર્ડરે (Delhi Border) યોજાતા ખેડૂત વિરોધ પ્રદર્શનના કેજરીવાલ ગયા હતા. અમારા સાંસદે સંસદમાં ત્રણેય કૃષિ કાયદાના બિલ ફાડ્યા હતા. એક વર્ષથી સંઘર્ષ કરી રહેલા ખેડૂતોના આ વિજય છે. સત્યની સામે આખરે વડાપ્રધાન ઝૂકવું પડયું છે.

આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં લોકડાઉન થશે તે પછી પણ આંદોલન સમાપ્ત નહીં થાય: રાકેશ ટિકૈત

ભાજપના નેતાઓને શરમ આવવી જોઈએ: AAP

ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, જ્યારે કૃષિ કાયદાઓને (agricultural laws) સ્વરૂપ આપવામાં આવ્યું અને ખેડૂતોને તેમનો વિરોધ ચાલુ કર્યો ત્યારે કેટલાક લોકો ખેડૂતોને દેશવિરોધી કહેતા હતા. તે લોકો હવે શું કહેશે? ઈશ્વર તમને સદબુદ્ધિ આપે. ગુજરાતમાં ભાજપના કેન્દ્રિય નેતાઓ આવીને કલાકોના કલાકો ખેડૂતોને કૃષિ કાયદાના (agricultural laws)ફાયદા જણાવતા હતા. તે લોકોને હવે શરમ આવી જોઈએ. સાથે જ ભારત સરકારે ખેડૂતોની માફી માગવી જોઈએ. ખેડૂતોના શહીદ પરિવારોની વડાપ્રધાને માફી માગવી જોઈએ.

Last Updated : Nov 19, 2021, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.