ETV Bharat / city

ફાધર વાલેસને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ એનાયત, જાણો શા માટે કહેવાયા સવાયા ગુજરાતી... - Savaya Gujarati

મૂળ સ્પેનના અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મોટું નામ ધરાવતા ફાધર વાલેસને (Father Valles) પણ પદ્મશ્રી એનાયત (Padma Shree) કરાયો છે. ફાધર વાલેસને સવાયા ગુજરાતી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ફાધર વાલેસનું તાજેતરમાં જ અવસાન થયું છે.

ફાધર વાલેસને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ એનાયત

author img

By

Published : Nov 8, 2021, 2:31 PM IST

ન્યૂઝ ડેસ્કઃ મૂળ સ્પેનના અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મોટું નામ ધરાવતા ફાધર વાલેસને (Father Valles) પણ પદ્મશ્રી એનાયત (Padma Shree) કરાયો છે. ફાધર વાલેસને સવાયા ગુજરાતી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ફાધર વાલેસનું તાજેતરમાં જ અવસાન થયું છે., ત્યારે જાણીએ તેમના જ શબ્દોમાં, કોણ છે ફાધર વાલેસ અને શા માટે તેને સવાયા ગુજરાતીનું (Savaya Gujarati) બિરુદ આપવામાં આવ્યું...

મારો જન્મ સ્પેનમાં 4.11.25માં થયો હતો. મારા પિતા એન્જિનિયર હતા અને તેમણે છેલ્લે ઓર્ટિગોસા દે કેમેરોઝમાં બનાવેલો ડેમ આજે તેમના નામે ઓળખાય છે. 50 વર્ષ પછી મેં ડેમની મુલાકાત લીધેલી ત્યારે ત્યાંના એક એન્જિનિયરે મને કહેલું: "50 વર્ષ પહેલાં બંધાયેલા દેશના કોઈ પણ મોટા ડેમને જોઈ લો, તેમાં તમને લીકેજ દેખાશે, ખામી દેખાશે અને સમારકાર થયેલું હશે. અહીં તમે સમગ્ર સ્પીલવૅ જુઓ, તમને એકેય તીરાડ દેખાશે નહિ. તમારા પિતાનું કામ બહુ પાકું હતું."

તેમને ગળાની બીમારી થઈ હતી અને હું 10 વર્ષનો હતો ત્યારે તેમનું અવસાન થયું હતું. આજે તેમને થયેલી એ બીમારીની એન્ટિબાયોટિક્સથી સારવાર થઈ શકે છે, પણ ત્યારે તેની દવા મળતી નહોતી. તેમના અવસાન વખતે હું નાનો હતો, પણ મને કાયમ લાગ્યું છે કે મારા જીવન પર તેમનો જ સૌથી વધુ પ્રભાવ રહ્યો છે. કેમ કે તેઓ ઉત્તમ કામ કરનારા આગ્રહી હતા, પ્રામાણિક હતા અને મારા પર તેમને વિશ્વાસ હતો. હું 8 વર્ષનો હતો ત્યારે ન્યુમોનિયામાં પટકાયો હતો, તે વખતે તેના માટે પણ કોઈ એન્ટિબાયોટિક્સ મળતી નહોતી, એટલે બાળક માટે તે ઘાતક મનાતી હતી. ત્રણ મહિના માટે પથારીમાં રહેવું પડ્યું હતું. હું સાજો થયો પણ હજીય નબળાઈ હતી અને સ્કૂલે જવા લાગ્યો ત્યારે માતાએ પિતાને એમ કહેલું કે: "કાર્લોસ હવે શું કરશે? ત્રણ મહિના અભ્યાસના બગડ્યા અને પરીક્ષા માથે જ છે. તે પરીક્ષામાં બેસી શકશે નહિ." મારા પિતાએ જવાબ આપ્યો: "કાર્લોસની ચિંતા ના કર. હું પંદર દિવસમાં તેને પરીક્ષા માટે તૈયાર કરી દઈશ." આ શબ્દોથી હું ઘડાયો હતો. મારા પિતાને મારામાં વિશ્વાસ હતો. હું ક્યારેય તેમને નિરાશ નહિ કરું.

પિતાના અવસાનના છ મહિના પછી, સ્પેનમાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું. દેશના બે ટુકડા થઈ ગયા. અમારું ઘર એક બાજુ હતા, જ્યારે હું, મારી માતા અને ભાઈ પહેરેલે કપડે બીજા હિસ્સામાં રહી ગયા. અમે બધું જ ગુમાવી દીધું. મારી માતાએ તેમની એક બહેનને ત્યાં આશરો લીધો, જ્યાં જેજ્યુઅટ તરફથી હાલમાં જ શાળા ખોલવામાં આવી હતી. મને અને મારા ભાઈને ત્યાં ભણવા માટે સ્કોલરશીપ મળી અને બોર્ડિંગમાં રહેવાની જગ્યા મળી.

જેજ્યુઅટ શાળામાંથી જેજ્યુઅટ ધાર્મિક પાઠશાળામાં શિષ્ય તરીકે જોડવાનું મારા માટે સહજ બની ગયું. હું 15 વર્ષનો હતો. મારા પુસ્તક "ધ આર્ટ ઑફ ચુઝિંગ"માં આ સમયગાળામાં મારા જીવનમાં કઈ રીતે પરિવર્તન આવ્યું તેનું મેં વિગતે વર્ણન કર્યું છે. મારા માટે તે અધ્યાત્મ અને વિરક્ત થવા તરફનો પ્રથમ પ્રયાસ હતો, એટલે કે ખ્રિસ્ત માટે પરિવારનો ત્યાગ કરવો અને ધર્મ કાર્યમાં જોડાઈ જવું. મારું ચારિત્ર્ય અને મેં હાલમાં જણાવ્યું તે રીતે સંપૂર્ણતાના મારા આગ્રહને કારણે પરિવારથી અલગ થવાના એક પ્રયાસ પછી બીજો પ્રયાસ આપોઆપ આવ્યો. એટલે કે આ વખતે ખ્રિસ્ત માટે દેશ છોડવાનો હતો અને મિશનરી માટે ધર્મકાર્ય કરવાનું હતું. મને પૂર્વમાં જવા માટે જણાવાયું. મને જણાવાયું કે આપણા પંથની નવી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અમદાવાદમાં ખોલવાની છે. મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં સફળતા પછી હવે અમદાવાદમાં કૉલેજ ખોલવાની હતી. હું ભરયુવાનીમાં આ રીતે ભારત પહોંચ્યો. મારા પિતાએ મને કાયમ કહેલું કે અડધા દિલે કોઈ કામ કરવું નહિ.

ભારત આવ્યો ત્યારથી જ મને અહીં ઘર જેવું જ લાગ્યું. મારા હિન્દુ મિત્રો માટે તે વાત બહુ સહજ હતી, કેમ કે તેમના જણાવ્યા અનુસાર પૂર્વજન્મમાં હું ભારતીય જ હતો એટલે અહીં ઘર જેવું લાગી રહ્યું છે. અંગ્રેજી માધ્યમમાં ગણિતની ડિગ્રી લેવા માટે મેં મદ્રાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો... મને અંગ્રેજીય આવડતું નહોતું અને ગણિતમાં પણ કાચો હતો. મેં ઓનર્સ ડિગ્રીનો અભ્યાસક્રમ પસંદ કર્યો હતો, તેમાં ફાઇનલ એક્ઝામ સાથે જ લેવાઈ જાય. તમે નાપાસ થાવ તો બીજી વાર પરીક્ષા આપવાની તક મળે નહિ! હું 1953માં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએટ થયો.

શિક્ષણ ક્ષેત્રમાં ત્યારે અંગ્રેજી જ ચાલતું હતું, પણ મેં જોયું કે તે સિવાયની બાબતમાં ભારતમાં હજીય અંગ્રેજી એ વિદેશી ભાષા જ હતી. અંગ્રેજીથી તમે ગણિત ભણાવી શકો, પણ અંગ્રેજીથી કોઈના દિલ જીતી ના શકાય. દિલ સુધી તો માતૃભાષા જ પહોંચે. મારા પ્રદેશમાં ગુજરાતી ભાષા બોલાતી હતી, જે મહાત્મા ગાંધીની પણ માતૃભાષા હતી. જેજ્યૂએટ સેમિનરીઝમાં દરેકે ભાષાનો એક વર્ષ અભ્યાસ કરવાનો હોય છે અને મેં તે દરમિયાન ગુજરાતીનો અભ્યાસ કર્યો. જોકે મને ખ્યાલ આવ્યો કે એક વર્ષમાં ભાષા શીખવી સહેલી નથી. તે વર્ષે મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈએ નિર્ણય કર્યો હતો કે હવે કોઈ વધુ વિદેશી મિશનરીઓને વીઝા આપવામાં આવશે નહિ. ભારતમાં જે વિદેશી સેમિનેરિયન હતા, તેમને પોતાનો અભ્યાસ પૂરો કરવા દેવાશે, પરંતુ તે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાના દેશમાં પાછા ફરવાનું હતું. આવા સંજોગોમાં મારા બધા સહાધ્યાયીઓ પૂણે થિયોલૉજીનો અભ્યાસ કરવા ગયા, જેથી પાદરી બની શકાય. તેમને હવે ભાષામાં વધારે અભ્યાસ કરવામાં રસ રહ્યો નહોતો. પરંતુ મેં બધી મુશ્કેલીઓ વચ્ચે વધુ એક વર્ષ રોકાયને ગુજરાતીનો અભ્યાસ ચાલુ રાખ્યો. હું વિદ્યાનગર યુનિવર્સિટીમાં દાખલ થયો હતો અને હિન્દુ વિદ્યાર્થીઓ વચ્ચે હોસ્ટેલમાં રહેતો હતો. હું લાંબો, શરમાળ, સફેદ ઝભ્ભો પહેરતો અને ભાંગ્યું તૂટ્યું ગુજરાતી બોલતો અને ભવિષ્યનું શું થશે તેની કોઈ ખબર નહોતી. મારે ગુજરાતી જાણવી હોય તો મારે તેને સારી રીતે જાણી લેવી જોઈએ. મારા પિતાએ જણાવેલું કે કોઈ કામ અધૂરું ના કરવું. આના કારણે જ મારું જીવન બદલાઈ ગયું.

તે પછી ચાર વર્ષે સુધી મારે પૂણેમાં ધર્મનો અભ્યાસ કરવાનો હતો. તે ચાર વર્ષ દરમિયાન હું રોજ પહેલાં બે કલાક ગુજરાતી લખવાનો અભ્યાસ કરતો. આ માત્ર મારા એકલાના ભવિષ્ય નિર્ધારણ માટે હતું એટલે લખીને પછી તે કાગળો કચરાપેટીમાં જ નાખવાના રહેતા. તે પછી ધર્મશાસ્ત્રો, ક્રિસ્ટોલૉજી, "ઇન્ડોલૉજી", નૈતિક શાસ્ત્રો તે બધાનો અભ્યાસ કરવાનો. ચાર વર્ષ આ રીતે અધ્યયન કર્યા પછી 24.4.58ના રોજ મને પાદરીની પદવી મળી. મારી માતા ત્યારે ભારત આવેલી અને તેની હાજરીમાં મને પાદરીની પદવી મળી. થોડા વખત પહેલાં જ માતાએ મને પત્ર લખેલો: "મિશનરીઓની માતાઓએ આટલા બધા બલીદાનો આપ્યો છે, તેમ છતાંય... મને સમજાતું નથી કે કેમ હજી સમગ્ર ભારત ખ્રિસ્તી નથી બન્યું." માતા સાથેની મુલાકાત બહુ સાંત્વના આપનારી હતી.

મુંબઈથી અલગ થઈને ગુજરાત રાજ્યની (1960માં) રચના થઈ તે વર્ષથી મેં અમદાવાદમાં ગણિતના અધ્યાપક તરીકે કામ શરૂ કર્યું. આ રીતે મારી શરૂઆત પણ ગુજરાતની સાથે જ થઈ હતી. મેં મારી જાતને અધ્યયન માટે સમર્પિત કરી દીધી હતી. મારા ક્લાસમાં તે વખતના સારામાં સારા ઘરના એકસો જેટલા છોકરા છોકરી ભણવા આવતા. તે લોકોને બીજગણિત ભણવામાં ભારે રસ પડી રહ્યો હતો. મોડર્ન મેથ તરીકે ઓળખાતું નવું ગણિત ત્યારે ભારતમાં ભણાવવાનું શરૂ થયું હતું. આ નવા ગણિત માટે મેં ગુજરાતી શબ્દો પ્રયોજીને તેને ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. જેમ કે સેટ માટે ગણ, (કેમ કે ગણેશ તેમના ગણના, મંડળના દેવ હતા); "ring" માટે મંડલ શબ્દ બંધબસેતો મળી ગયો. આ બધા શબ્દો આજેય પ્રચલિત છે. જોકે મેં "one-one relation" માટે "સતિ-સંબંધ", અને "one-many relation" માટે "દ્રૌપદી-સંબંધ" શબ્દો પ્રયોજવાનું સૂચન કર્યું ત્યારે વિરોધ થયો હતો અને સંસ્કૃત પ્રેમીઓની નિરાશા વચ્ચે તે શબ્દો નકારી દેવાયા હતા.

મેં ભારતીય ભાષામાં પ્રથમ ગણિતનું પ્રકાશન "સુગણિતમ" શરૂ કરાવ્યું. તેના દરેક અંકમાં હું વર્તમાન સમયે થઈ રહેલા સંશોધનો વિશે લેખ લખતો હતો. ગુજરાતીમાં તૈયાર થઈ રહેલા જ્ઞાનકોષ "જ્ઞાનગંગા" માટે ગણિતના વિષયમાં સહલેખન કર્યું હતું. સમગ્ર ગુજરાતમાં હું સેમીનારનું આયોજન કરતો અને ઉનાળામાં ગણિતના વર્ગો ચલાવતો હતો. મોસ્કો, એક્સ્ટર અને નાઇસમાં ગણિતના અધિવેશનોમાં મેં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપેલી.

1960માં મેં એક નાનકડી પુસ્તિકા ગુજરાતીમાં લખી હતી. વિદ્યાર્થીઓ સાથે વર્ગની બહાર સીધા સંવાદના હેતુ સાથે તે તૈયાર કરી હતી. મેં પ્રકાશકનો સંપર્ક કર્યો, પણ તેમણે તો રીતસર ભોંય પર તે ફેંકી દીધી અને મશ્કરી કરતા કહેલું કે, "આવું તો કોણ વાંચવાનું હતું?" તેમના અભિગમથી મને ઘણું દુખ થયું, પણ તે સાવ અકારણ પણ નહોતું. હું સાવ અજાણ્યો લેખક હતો અને મેં વળી પુસ્તકનું નામ "સદાચાર" એવું રાખેલું. આવું સાદું નામ કોઈને આકર્ષે નહિ, યુવાનોને જરાય ના ગમે. મારી માતાએ સ્પેનથી થોડા નાણાં મોકલ્યા અને તે રીતે હું જાતે જ પ્રકાશક બન્યો. આજે તે પુસ્તકની 20 આવૃત્તિઓ થઈ છે અને ત્રણ ભાષામાં અનુવાદો થયા છે... તે માટે પુસ્તકનું શિર્ષક બદલાવી પણ જરૂર પડી નહોતી!

આ પુસ્તકનું પ્રકાશન મેં કર્યું તે પછી કુમાર માસિકના તંત્રીએ મને તેમના સામયિકમાં લખવા માટે જણાવ્યું. તે વખતે કુમારની બહુ પ્રતિષ્ટા હતી અને મને હતું કે ખાલી સારું લગાવવા મને કહ્યું હશે. એથી મેં તો કંઈ લખ્યું નહિ. હું અધ્યયન અને ગણિત ભણાવવાનું કામ કરતો રહ્યો. પાંચ વર્ષ પછી કુમારના તંત્રી મને ફરી એક કાર્યક્રમમાં મળી ગયા. મારી પાસે આવ્યા અને મને કહ્યું કે, "પાંચ વર્ષ પહેલાં મેં તેમને લખવાનું આમંત્રણ આપ્યું હતું, યાદ છે? આમંત્રણ હજીય ઊભું છે." આ વખતે મને હવે તેમની વાતમાં ભરોસો પડ્યો અને મેં લેખ લખી મોકલ્યો. તે પછી દર મહિને હું કુમાર માટે લખતો રહ્યો અને વર્ષના અંતે મને 'કુમાર પારિતોષિક' મળ્યું. ત્યારથી હું ગણિતના અધ્યાપન સાથે સાહિત્ય સર્જનમાં પણ રસ લેતો થયો.

જોકે તે પછી મહત્ત્વનો વળાંક એક વર્ષ પછી દૈનિકમાં હું લખતો થયો ત્યારે આવ્યો. તે વખતના અગ્રણી અખબાર ગુજરાત સમાચારના તંત્રીએ મને બોલાવ્યો. તેમણે સીધી જ વાત કરી, "તમારે અમારી રવિવારની પૂર્તિ માટે દર અઠવાડિયે લેખ લખવાનો છે." હું મૂંઝાયો અને પૂછ્યું કે, "પણ મારે શું લખવાનું?" તંત્રીએ ફટ દઈને કહ્યું, "તમે કુમારમાં લખો છો એવું જ." મારા જીવનને બદલી દેનારી ઘટના આ રીતે ત્યારે બની હતી. તે વખતે ટીવી હજી આવ્યું નહોતું અને પરિવારોમાં મનોરંજન માટેનું મુખ્ય આકર્ષણ રવિવારની અખબારોની પૂર્તિઓ હતી. પૂર્તિની સાથે હું આ બધાના પરિવારો સુધી પહોંચ્યો. મેં મારી કોલમનું નામ રાખ્યું હતું, "નવી પેઢીને" (મનમાં એવું હતું કે જૂની પેઢીના લોકો જ પ્રથમ તે વાંચશે!). દર રવિવારે મારા લેખો આવતા ગયા અને ગુજરાતના લાખો પરિવારો સાથે મારો નાતો ગાઢ થતો ગયો.

આ લેખોનો સંગ્રહ કરીને તેના પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા. મારું લખવાનું હવે વધી ગયું હતું. મારા હિન્દુ સહઅધ્યાપકો બહુ ઉદાર અને મદદગાર હતા. તેમણે સામે ચાલીને ગણિત વિભાગનું મારું રુટિન કામકાજ સંભાળી લીધેલું, જેથી હું લેખનમાં વધારે ધ્યાન આપી શકું. મેં આ સાથીઓ સાથે મળીને ગુજરાતીમાં ગણિતના પાઠ્ય પુસ્તકો પણ તૈયાર કર્યા. તેના કારણે ગણિત બધાને ભણવાનું હવે સરળ પણ લાગવા લાગ્યું હતું. વિજ્ઞાન શાખાના વિદ્યાર્થીઓ મને મારા સાહિત્ય કરતાં ગણિતના આ પાઠ્ય પુસ્તકોને કારણે વધારે સારી રીતે જાણતા થયા હતા.

યુવાનો, પરિવારો, સમાજ, ધર્મ, ચિંતન અને નૈતિકતા વિષયના મારા પુસ્તકોની સંખ્યા વધતી જ ગઈ... મેં ક્યારેય ગણ્યા નથી, પણ મને લાગે છે કે 70 જેટલા પુસ્તકો થઈ ગયા છે. ગયા વર્ષે મારા પ્રકાશક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પાંચ વૉલ્યૂમમાં મારા પુસ્તકોના સેટ તૈયાર કર્યા હતા. આવી રીતે સાહિત્યના સંગ્રહો સામાન્ય રીતે લેખકના અવસાન પછી તૈયાર થતા હોય છે, પણ હું નસીબદાર છું કે જીવતેજીવત મારા સાહિત્યના સંગ્રહો તૈયાર થયા. મને તેનાથી બહુ જ આત્મસંતોષ મળ્યો છે.

ગુજરાત સરકાર દર વર્ષે જુદા જુદા પુસ્તકો માટે પારિતોષિકો આપે છે. નવલકથા, જીવનકથા, ઇતિહાસ, કવિતા, નિબંધ વગેરે. નિબંધ માટે મને સતત પાંચ વર્ષ સુધી ઇનામ મળ્યું હતું. તે પચી સરકારે નિયમ કરવો પડ્યો કે સતત પાંચથી વધુ પારિતોષિક કોઈ લેખકને ના આપવા. મારા માટે સૌથી અગત્યનો જોકે "રણજિતરામ સુવર્ણ ચંદ્રક" હતો, જે મને 1978માં મળ્યો હતો. ગુજરાતનું આ સૌથી પ્રતિષ્ઠિત પારિતોષિક છે અને પ્રથમવાર એક વિદેશીને તે આપવામાં આવ્યું હતું.

મને ઓળખ મળતી ગઈ તેમ હું મારા વાચકોની વધુ ને વધુ નજીક આવતો ગયો. પણ મને લાગ્યું કે હું મારા જેસ્યૂઅટ સ્ટાફ ક્વાર્ટરમાં રહું છું, જ્યારે મારા વાચકો તો સામાન્ય મકાનોમાં જૂના કોટ વિસ્તારમાં વસે છે. મને વિચાર આવ્યો કે મારે તેમની વચ્ચે જઈને રહેવું જોઈએ. મેં જરૂરી સામાન થેલામાં નાખીને, સાયકલ પર સવાલ થઈને લોકોના ઘરે પહોંચાવાનું શરૂ કર્યું. હું ત્યાં જઈને કહું કે મને મહેમાન તરીકે તમારી સાથે રહેવા દો. કોટ વિસ્તારના લોકોએ તેમના દરવાજા માટે ખોલી દીધા. ભારતની મહેમાનગતિનો મને લહાવો મળવા લાગ્યો. હું તેમની સાથે બે ટંકનું શાકાહારી ભોજન લઉં, તેમની સાથે નીચે ચટાઈ પાથરીને સૂઈ જાવ, તેમના જીવનને નજીકની જોતો જાઉં અને માણતો જાઉ. તે પછી બીજા ઘરે મહેમાન બનીને પહોંચી જાઉં. જે ઘરે રહેતો હોઉં ત્યાંથી સાયકલ લઈને કૉલેજે ભણાવવા આવું. તે સિવાયનો સમય સંપૂર્ણરીતે પરિવારના લોકો સાથે વિતાવું.આ રીતે 10 વર્ષ સુધી હું લોકોના ધરે મહેમાન બનતો રહ્યો. કદાચ માત્ર ભારતમાં જ આવું શક્ય છે.

આ રીતે મહેમાન બનીને હું હિન્દુ, જૈન, પારસી, મુસ્લિમ, ખ્રિસ્તી પરિવારોની સાથે વસતો રહ્યો તેના કારણે મને તેમનું જીવન નજીકથી જોવા મળ્યું. જીવન પ્રત્યેનો તેમનો અભિગમ, તેમની માન્યતાઓ, પરંપરાઓ આ બધું મને નજીકથી જોવાનું મળ્યું. આ બધાના કારણે મને બે પારિતોષિકો મળ્યા તે મારા માટે યાદગાર બની રહ્યા છે. 1995માં મને નવી દિલ્હીમાં "આચાર્ય કાકાસાહેબ કાલેલકર અવૉર્ડ ફૉર યુનિવર્સલ હાર્મની" મળ્યો, અને 1997માં જુદી જુદી પરંપરા, ભાષા અને ધર્મના લોકો વચ્ચે સમજણ, એકતાના પ્રયાસો બદલ "રામકૃષ્ણ જયદલાલ હાર્મની અવૉર્ડ" મળ્યો. આ બંને પારિતોષિકોમાં હાર્મની શબ્દ પ્રયોજાયેલો છે, જેને હું મારો જીવનમંત્ર અને મારા જીવનનો સાર માનવાનું પસંદ કરીશ.

આ વર્ષો દરમિયાન હું ગુજરાત અને ગુજરાતી ભાષા સાથે એટલું તાદાત્મ્ય અનુભવવા લાગ્યો હતો કે મેં અંગ્રેજીમાં લખવાનું કે પ્રકાશિત કરવાનું સ્પષ્ટ નકાર્યું. જોકે મારા એક બીજા પ્રકાશક 'ગુજરાત સાહિત્ય પ્રકાશ' તરફથી બહુ આગ્રહ થયો ત્યારે મેં "Living Together" નામથી પ્રથમ અંગ્રેજી પુસ્તક લખ્યું. આ પુસ્તક બહુ વખણાયું અને તેની પછી બીજા પુસ્તકો પણ લખાયા. એટલું જ નહિ, તે જોયા પછી સ્પેનના "Sal Terrae" પ્રકાશકે મને આ પસ્તક સ્પેનિશમાં લખવા જણાવ્યું. તેના કારણે મારા લખાણો માટે એક નવી દિશા ખુલી. સ્પેનિશ માત્ર સ્પેનના લોકોની ભાષા નથી, પણ તે લેટિન અમેરિકા સહિતના 20 દેશોમાં બોલાય છે. મારા પુસ્તકો લાખો સ્પેનિશ ભાષી લોકો સુધી પહોંચવા લાગ્યા. તે વાંચીને મને તે બધા દેશોમાં લેક્ચર માટે આમંત્રણો મળવા લાગ્યા.

સદભાગ્યે ત્યાં સુધીમાં મેં ગણિત વિભાગમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લઈ લીધી હતી અને હું હવે પ્રવાસ કરવા માટે મુક્ત હતો. જોકે ભારત છોડવાનો વિચાર મને ક્યારેય આવ્યો નહોતો. પરંતુ હવે સંજોગો અનુસાર ચાલવામાં માનું છું અને તેના કારણે જ મારા જીવનમાં વળી એક નવો માર્ગ આવ્યો. મારી પ્રેમાળ માતા હવે 90 વર્ષની થઈ હતી અને આ ઢળતી ઉંમરે હવે સાથે રહેવા માટે તેનો આગ્રહ હતા. મેં તે માટેની મંજૂરી મેળવી. આ રીતે હું હવે મેડ્રિડમાં માતા સાથે રહેવા લાગ્યો. સાથે જ હું ત્રણ ભાષામાં લખતો રહ્યો અને પ્રવાસો પણ કરતો રહ્યો. મારી માતા 101 વર્ષનું આયુષ્ય ભોગવ્યું. તેમના જીવનના છેલ્લા વર્ષમાં હું તેમની સાથે રહી શક્યો તે મારા જીવનનો સૌથી મોટો સંતોષ હતો.

બે વર્ષ પછી વળી પાછો મારા જીવનમાં એક નવો આયામ જોડાયો. મેં આળસ ખંખેરી, મને હચમચાવ્યો અને એક કમ્પ્યુટર લઈ આવ્યો. તે રીતે હું ઇલેક્ટ્રોનિક દુનિયામાં પ્રવેશ્યો. ઑક્ટોબર 1999માં મેં સ્પેનિશમાં વેબસાઇટ ખોલી અને તેની સાથે મેં તેને હવે અંગ્રેજીમાં પણ તૈયાર કરી છે. ભવિષ્યનું આ જ માધ્યમ છે તેમાં કોઈ શક નથી અને આ નવા ક્ષેત્રમાં પ્રવેશીને મને ખૂબ જ મજા પડી રહી હતી. હું હવે સ્પેનમાં જ સ્થાયી થયો છું અને હું મારા સ્પેનિશ મૂળિયા, ભારત સાથેની મારી ઓળખ અને લેટિન અમેરિકામાં મને મળેલી નવી ઓળખને હું એક તાંતણે જોડવા માગું છું. ભારતીય ભાષાઓમાં કહેવત છે કે "એક જીવનમાં બે જીવન જીવવા". શું મારે એક જ જીવનમાં ત્રણ જીવન જીવવાના છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.