● કચ્છ, અમરેલી બનાસકાંઠા વગેરે જિલ્લામાં થતી કમલમ ફ્રૂટની ખેતી
● છેલ્લા બે વર્ષમાં કમલમ ફ્રૂટની ખેતીમાં વૃદ્ધિ
● કમલમ ફ્રૂટની દેશભરમાં માગ
● સિવિલ એન્જીનીયરિંગથી ખેતી તરફ વળ્યાં
અમદાવાદઃ કચ્છના ખેડૂત હરેશ ચૌહાણે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, તેઓ કમલમ ફ્રૂટની ખેતી પહેલા સિવિલ એન્જિનિયરિંગનાં કાર્યમાં હતાં. ત્યાં સાઇટ પર તેમણે આ ફળની ખેતી કરવાની જાણકારી મળી. તેમને પાર્ટનર સાથે રહીને બંજર જમીન ઉપર આ ખેતી કરવાનું નક્કી કર્યું.. આ ફળ ઓછા વરસાદવાળા ક્ષેત્રમાં પણ સરળતાથી ઉગે છે. માટે પાંચ વર્ષ પહેલા તેમણે આ ફ્રૂટની ખેતીમાં ઝંપલાવ્યુ. જેની લાભ તેમને મળ્યો છે.
કોરોનામાં અમને ખાસ તકલીફ પડી નહીં
શરૂઆતમાં માર્કેટિંગમાં તકલીફ પડી. પરંતુ ત્યારબાદ સુરત, અમદાવાદ, મુંબઈ, બરોડા, દિલ્હી, શિરોહી, જોધપુર વગેરેથી ડિમાન્ડ આવવા લાગી. જ્યારે કોરોનામાં લોકોના કામ-ધંધા બંધ હતાં. ત્યારે અમને ખાસ તકલીફ પડી નહીં. આ ફ્રૂટની ઓર્ગેનિક રીતે ખેતી કરવામાં આવે છે અને તેમાં કોઈ મોટા રોગ આવતાં નથી. અમે બીજા ખેડૂતોને પણ આ ફ્રૂટની ખેતી અંગે માહિતી આપીએ છીએ અને સરકાર દ્વારા જે સબસીડી અપાઈ રહી છે. તેનો લાભ પણ ખેડૂતોને મળે તેવો પ્રયત્ન કરીએ છીએ.
આ પણ વાંચોઃ ડ્રેગન ફ્રૂટને કમલમ નામ અપાયું, પેટન્ટ માટે અરજી કરાઈ: વિજય રૂપાણી