અમદાવાદ: અમદાવાદના મણીનગર વિસ્તારમાં 2 મિત્રો નકલી પોલીસ (Fake Cops In Ahmedabad)ની ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવવા ગયા હતા. આ શોર્ટકટમાં હવે બંને મિત્રો જેલની હવા ખાઇ રહ્યા છે. મણીનગર વિસ્તારના પિકનિક હાઉસ (picnic house maninagar ahmedabad) પાસેથી સાંજે 7 વાગ્યાની આસપાસ ઉમેશ કંડવિક અને તેનો સાળો એક્ટિવામાં પસાર થતા હતા ત્યારે તેમની પાછળ બાઇકમાં આવેલા 2 શખ્સોએ એક્ટિવા સાઈડમાં રોકવા જણાવ્યું હતું.
આઇકાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો- બંને શખ્સોએ પોતાની ઓળખ પોલીસને બતાવી તેમનું ડ્રાઈવિંગ લાઇસન્સ (driving license gujarat) માંગ્યું હતું. તેમજ ક્યાંથી આવો છો? માસ્ક કેમ પહેર્યું નથી? એક્ટિવાની ડેકી ખોલો, ડેકીમાં શું છે? તેમ કહી ડેકી ચેક કરી હતી. તેમજ મોબાઈલ ફોન પણ ચેક કરવા જણાવ્યું હતું. જે બાદ બંને શખ્સોએ પૈસાની માંગણી (Crime In Ahmedabad) કરતા ઉમેશભાઈને શંકા જતા તેમની પાસે પોલીસનું આઇકાર્ડ માંગ્યું હતું.
આ પણ વાંચો: Robbery Case in Ahmedabad : ફરિયાદી બન્યો આરોપી, દેવું થઈ જતાં મિત્ર સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું
બાઇકનો નંબર નોંધી પોલીસ ફરિયાદ કરી- આઈકાર્ડ માંગતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ઉમેશભાઈ સામે બોલાચાલી કરી ત્યાંથી નાસી ગયા હતા. ઉમેશભાઈને બંને પોલીસ નકલી હોવાની શંકા જતા બંને શકશો જે બાઈક પર આવ્યા હતા તે બાઈકનો નંબર નોંધી લીધો હતો અને મણીનગર પોલીસ મથક (Maninagar Police Station)માં સમગ્ર ઘટના જણાવી બંને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉમેશભાઈની ફરિયાદને આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
આ પણ વાંચો: Ahmedabad Gheekanta Court: ઘી કાંટા કોર્ટમાં ચોરીનો આરોપી પોલીસકર્મીને ધક્કો મારીને ફરાર
પૈસા પડાવવા માટે વાહન રોક્યું- પોલીસે વાહન નંબરને આધારે બંને નકલી પોલીસની ધરપકડ કરી છે. બંનેની પૂછપરછમાં હકીકત સામે આવી કે, બંને આરોપીએ પૈસા પડાવવા માટે વાહન રોક્યા હતા અને પહેલું જ વાહન રોકતા આઇકાર્ડની માંગણી થતાં બંને નાસી છૂટ્યા હતા. જો કે સમગ્ર મામલે મણીનગર પોલીસે બંને નકલી પોલીસની વધુ પૂછપરછ હાથ ધરી છે.