ETV Bharat / city

બકરી ઈદના તહેવાર પહેલા અમદાવાદના બકરા બજારમાં ફિક્કો માહોલ - બકરી ઈદનો તહેવાર

ભારતમાં વર્ષમાં ઘણા તહેવારો મનાવવામાં આવે છે અને ઓગસ્ટ મહિનો આખો તહેવારોના નામે હોય છે. જેમાં હિન્દુઓ એકાદશી વ્રત મુસ્લિમ બિરાદરો બકરી ઈદનો તહેવાર ઉજવે છે. મુસ્લિમ ધર્મના તમામ લોકો આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા હોય છે. જ્યારે બકરી ઇદને ઈદ-ઉલ-આધાના નામથી પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ ત્યાગનું પ્રતીક છે.

બકરી ઈદના તહેવાર પહેલા અમદાવાદના બકરા બજારમાં ફિક્કો માહોલ

author img

By

Published : Jul 20, 2021, 8:54 PM IST

  • બકરી ઈદને લઈને મુસ્લિમવર્ગમાં આનંદની લાગણી
  • ગયા વર્ષે કોરોનાને કારણે બકરીઈદ મનાવી શકાઈ ન હતી
  • કોરોનાને કારણે બકરા બજારમાં માહોલ ફિક્કો જોવા મળ્યો

અમદાવાદ : ધુલ અલ હિજજાહના દસમા દિવસે બધા અનુયાયી સૂર્યોદય બાદ મસ્જિદમાં પ્રાર્થના કરે છે અને એકબીજાને ગળે મળીને ઈદ મુબારક કહેવામાં આવે છે. ત્યારે આ તહેવારમાં શક્તિ અનુસાર દરેક કુટુંબ પ્રાણીઓની બલી આપે છે. ત્યારે પ્રાચીન સમયમાં ઇબ્રાહિમએ ઈશ્વરને પોતાના પુત્રની બલી આપી હતી અને ત્યારથી બકરી ઈદના દિવસે હલાલ એટલે કે બકરાની બલી આપવાની પરંપરા શરૂ થઈ છે. જેના ભાગરૂપે અમદાવાદમાં ભરાતા બકરા બજારમાં ફિક્કો માહોલ જોવા મળી રહ્યો છે.

બકરી ઈદના તહેવાર પહેલા અમદાવાદના બકરા બજારમાં ફિક્કો માહોલ

અઠવાડિયા પહેલાથી જ બજારો ભરાવાના થાય છે શરૂ

અમદાવાદમાં મુખ્ય 7થી 8 જગ્યાએ બજારો ભરાય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આ ધંધામાં મંદી જોવા મળી છે. ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશથી બકરાઓ લાવીને અમદાવાદમાં વેચવામાં આવે છે. ત્યારે જાફરાબાદી બકરાઓના ભાવ બજારમાં ઊંચા હોય છે. ત્યારે રાજસ્થાન અને દેશી બકરાઓના ભાવ ઓછા હોય છે. ત્યારે આ વર્ષે 10 હજારથી લઈ 1 લાખ 90 હજાર સુધીની કિંમતના બકરાઓ વેચવામાં આવ્યા છે. જ્યારે બકરી ઈદના તહેવારના અઠવાડિયા પહેલા આ બજારો શરૂ થાય છે. જ્યારે નાનાં બજારોમાં રોજની 30 જેટલા બકરાઓનું વેચાણ કરવામાં આવે છે અને મોટા બજારોમાં 100 જેટલા બકરાઓનું વેચાણ થતું હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.