અમદાવાદઃ ફેસલેસ એસેસમેન્ટ 31 ઓકટોબર, 2020થી અમલી બનવા જઈ રહ્યું છે. આ ફેસલેસ એસેસમેન્ટ પદ્ધતિથી આવકવેરા વિભાગમાં ભષ્ટ્રાચારનો ખાત્મો થઈ જશે. કરદાતાને યોગ્ય સમ્માન મળશે. પ્રમાણિક કરદાતા સાથે યોગ્ય વ્યવહાર થશે. ડિપાર્ટમેન્ટનું કામ સરળ થશે, જેવા અનેક ફાયદા થશે. જો કે ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમ અમલી બને પછી તેની સાચી કાર્યવાહીની પદ્ધતિની ખબર પડશે.
આવકવેરા વિભાગ દ્વારા સ્ક્રુટીની કે અપીલ નીકળે ત્યારે કરદાતાને આઈટી ડિપાર્ટમેન્ટના અનેક ધક્કા ખાવા પડે, ફાઈલ આ ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં જાય, આવકવેરા અધિકારી અને કરદાતા બન્નેનો સમય બગડે, કરદાતા સાથે કરચોર જેવો વ્યવહાર થાય, ટેબલ નીચેનો વ્યવહાર થાય પછી ફાઈલ ક્લીયર થાય, આવું બધુ બનતું હોય છે. માટે કેન્દ્ર સરકાર ફેસલેસ એસેસમેન્ટ પદ્ધતિ અમલી બનાવવા તરફ જઈ રહી છે. જો કે હજી તેમાં કેટલીક ખામીઓ છે, જે અમલી બન્યા પછી તે ખામીઓમાં સુધારો કરવામાં આવશે.