ETV Bharat / city

Face to Face with Rumadevi : 'હાર્વર્ડ યુનિવર્સિટીમાં સોયદોરો લઈને ગઈ હતી, તેમને આપણી કળા શીખવી' - ગ્રામીણ વિકાસ એવં ચેતના સંસ્થાન

અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ રુમા દેવીને સ્પીકર તરીકે અમેરિકા બોલાવ્યાં હતાં. અને તેમણે ત્યાં સોયદોરો લઈને ગયા અને તેમને આપણી કળા શીખવી હતી. આવા 8 પાસ રુમાદેવીની વિશેષ ઉપલબ્ધિઓને લઇને તેમની સાથે ખાસ વાતચીત ETV Bharat સંવાદદાતા આશિષ પંચાલ દ્વારા કરવામાં આવી હતી. આવો નિહાળીએ (Face to Face with Rumadevi) રુમા દેવી સાથે રુબરુ.

Face to Face with Rumadevi : 'હાર્વર્ડ યુનિવર્સિટીમાં સોયદોરો લઈને ગઈ હતી. તેમનેે આપણી કળા શીખવી'
author img

By

Published : Jan 8, 2022, 7:05 AM IST

Updated : Jan 8, 2022, 3:32 PM IST

અમદાવાદ : રાજસ્થાનના બાડમેરમાં જન્મેલા રૂમા દેવી હસ્તકલા કારીગર છે. તેઓ મહિલાઓ માટે પ્રેરણાનો સ્રોત છે. રાજસ્થાનની હજારો બહેનોને તેઓએ ગ્રામીણ વિકાસ એવં ચેતના સંસ્થાન બાડમેર (Gramin Vikas Evam Chetna Sansthan ) થકી આર્થિક પગભર કરી છે. તેમના આ અદ્વિતીય કાર્ય બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેઓને 'નારી શક્તિ પુરસ્કાર' મળ્યો છે. તેમના કૌશલ્યને જોઈને વિશ્વની અગ્રણી એવી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ તેમને સ્પીકર તરીકે અમેરિકા બોલાવ્યાં હતાં. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે, રૂમા દેવી ફક્ત આઠ ચોપડી ભણેલાં છે અને 17 વર્ષની ઉંમરે તેમના લગ્ન થઈ ચૂક્યાં હતાં.

હસ્તકલા કલાકાર રૂમાદેવી સાથે વાતચિત

વારસામાં મળ્યું હસ્તકલા કૌશલ્ય

રૂમા દેવી હસ્તકલાનું કાર્ય પોતાની દાદી પાસેથી શીખ્યાં હતાં. તેમને પોતાના કાર્યની શરૂઆત દસ મહિલાઓના એક સમૂહથી કરી હતી. આ મહિલાઓ ફાળો એકત્ર કરીને એક જૂનું સિલાઈ મશીન લાવ્યાં હતાં. ત્યારબાદ તેઓ ગ્રામીણ વિકાસમાં કાર્ય કરતી સામાજિક સંસ્થાની મદદથી આગળ આવ્યાં. તેમણે 2010 માં દિલ્હીમાં પોતાના બનાવેલા કપડાંનું સૌ પ્રથમ પ્રદર્શન કર્યું. તો 2016માં રાજસ્થાન હેરિટેજ વિકમાં તેમના બનાવેલા કપડાંનો પ્રથમ ફેશન શો યોજાયો.

અમદાવાદમાં આવેલાં રૂમા દેવીએ પોતાની આ સફર વિશે ETV Bharat સાથે ખાસ વાત (Face to Face with Rumadevi) કરી હતી.

પ્રશ્નઃ આપને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો હતો, તે એવોર્ડ મેળવ્યાં બાદ આપને કેવું લાગ્યું ?
ઉત્તરઃ આ એવોર્ડ નહીં મારા માટે મોટી જવાબદારી છે. હું જ્યારે પણ દિલ્હી જતી ત્યારે રાષ્ટ્રપતિ ભવન દૂરથી જોતી. ત્યારે ખબર નહોતી કે રાષ્ટ્રપતિ ભવનમાં જવાનું થશે. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિએ સન્માન કર્યું ત્યારે મને ખૂબ સારું લાગ્યું. આ સન્માન મારી સાથે જોડાયેલ 30 હજાર બહેનોનું સન્માન હતું.

પ્રશ્નઃ આપ આઠ ધોરણ સુધી ભણ્યાં છો, છતાં આટલી દૂરની સફળ સફર ખેડી આપની આ સફર વિશે જણાવશો ?

ઉત્તરઃ મહિલાઓમાં આ એક ભય હોય છે કે, અમે ઓછા ભણ્યાં છીએ. પરંતુ ધીરે-ધીરે બધું શીખી જવાય છે. બે વર્ષ પહેલાં હું હાવર્ડ યુનિવર્સિટી ગઈ હતી. મને સ્પીકર તરીકે હાવર્ડમાં આવવાનો મેઈલ મળ્યો હતો. પણ હું સારી સ્કૂલમાં પણ જઈ શકી નથી. ત્યારે હાવર્ડમાં જઈને શું કરીશ ? તેમને દિલ્હી અને બોમ્બેની ખબર હોય પણ ગ્રામીણ વિસ્તારમાં શું થઈ રહ્યું છે, તેની ખબર નહોતી. મેં તેમની સાથે બેસીને કામ કર્યું. તેઓ ઇન્ટર્નશીપ માટે ભારત આવશે તેમ કહ્યું. ભારત દૂતાવાસમાં કાર્યક્રમ રખાયો. પ્રોફેસર્સ આવ્યાં અમારી કલા વિશે જાણ્યું. ત્યારે તેમણે કહ્યું કે, તેઓ વિદ્યાર્થીઓને ભારત મોકલીને અમારી કલા પર રિસર્ચ કરશે. તેમની કળાનો અભ્યાસમાં સમાવેશ કરાશે.

પ્રશ્નઃ તમને હાવર્ડમાં સ્પીકર તરીકે બોલાવ્યાં હતાં, ત્યાં આપે શું કહ્યું હતું ?
ઉત્તરઃ હું ત્યાં સોયદોરો લઈને ગઈ હતી. તેમનેે આપણી કળા શીખવી. તેમણે ઘણો પ્રયત્ન કર્યો અને મને કહ્યું કે આ કામ તો ખૂબ મહેનતનું છે.

પ્રશ્નઃ આપના કાર્ય સાથે કેટલી બહેનો જોડાયેલી છે ?

ઉત્તરઃ અમારી સાથે બાડમેરની 250 ગામની 30 હજાર બહેનો (GVCS President Ruma Devi) જોડાયેલી છે. આજીવિકાના 2.5 લાખ મહિલા સમૂહની 27 લાખ બહેનોની હું બ્રાન્ડ એમ્બેસેડર છું. અમારા ગ્રુપના (Gramin Vikas Evam Chetna Sansthan) માસ્ટર આર્ટિસ્ટ બહેનોને તાલીમ આપે છે. હું ઉત્તરાખંડ પણ બહેનોને ટ્રેનિંગ આપવા માટે ગઈ છું. તેઓ વુલનની પ્લેન શાલ બનાવતાં હતાં. અમે તેમને શોલ ઉપર એમ્બ્રોઇડરી કરીને વેલ્યૂ એડિશન કરવા માટે કહ્યું.

પ્રશ્નઃ તમને જ્યારે લોકો નહોતા જાણતાં અને આ પ્રસિદ્ધિ બાદ લોકોના પ્રતિભાવમાં કેટલો બદલાવ જોવા મળી રહ્યો છે ?

ઉત્તરઃ પહેલાં જ્યારે અમે કામ શરૂ કર્યું. ત્યારે ખૂબ પડકારોનો સામનો કરવો પડ્યો હતો. અમે મહિલાઓને મળવા જતાં તો તેમના ઘરના લોકો અમને મળવા દેતાં નહોતાં. તેઓ કહેતાં કે, શું ખબર હું તેમને શું શીખવાડીશ ? તેઓ અમારૂં કહ્યું માનશે કે નહીં ? અમે તેમને સમજાવતાં કે, અમે ઘરે બેઠા મહિલાઓને ત્રણથી ચાર કલાકનું કામ આપીશું. મહિલાઓને કારીગરીની ટ્રેનિંગ આપવી. માર્કેટની ડિમાન્ડ પ્રમાણે માલ તૈયાર કરવાની ટ્રેનિંગ આપવી. એક્સપોઝર વિઝિટ માટે મોકલવા. તે તમામ કામગીરી અમે કરી.

આજે સૌને અમારી ઉપર વિશ્વાસ બેઠો છે. પહેલા બહાર જવા એક મહિલાને પણ તૈયાર કરવી અઘરી બનતી. આજે એકની જગ્યાએ 10 મહિલાઓ દિલ્હી-મુંબઈમાં એક્ઝિબિશનમાં જવા તૈયાર થાય છે. લોકોના વિચારો બદલાયા છે કે અમે નથી ભણ્યાં, પરંતુ અમારા બાળકોને જરૂર ભણાવીશુ. મહિલાઓ મને કહે છે કે, અમે તમને જોઈને કામ શરૂ કર્યું હતું. આજે અમારા ગ્રુપમાં 300 થી 400 મહિલાઓ છે.

આ પણ વાંચોઃ પિતાએ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમને ભેગા કરવાનું સપનું જોયું હતું, એ સપનું પૂરું કરવાના રસ્તે હું જઈશ: હિતુ કનોડિયા

પ્રશ્નઃ તમને પરિવાર તરફથી કેવો સહકાર મળ્યો ?

ઉત્તરઃ પહેલી તકલીફ પરિવારથી જ આવે છે. પહેલાં મારો ઘણો વિરોધ થયો. પરંતુ મેં એક રૂમ લઈને અલગ કાર્ય શરૂ કર્યું. જ્યારે હું સક્ષમ થઈ ત્યારે ફરીવાર પરિવારમાં ગઈ. આજે મને સારો સપોર્ટ મળે છે. હું જ્યાં પણ જઉં છું, ત્યાં મારા સાંસ્કૃતિક પોશાક જાઉં છું. જેથી લોકોને લાગે છે કે, આ મારામાંથી જ એક છે. 13 વર્ષ પહેલાની પરિસ્થિતિ આજથી અલગ હતી.

પ્રશ્નઃ આપની ભવિષ્યની યોજનાઓ શું છે ?

ઉત્તરઃ દરેક પછાત વિસ્તારની મહિલાઓ સાથે કામ કરવું છે. છૂટાછવાયાં લોકોનો સંપર્ક કરવો છે. આવા લોકોને મોટિવેટ કરીને તેમને કામ સાથે જોડવા છે.

આ પણ વાંચોઃ Exclusive Interview Bharat Pandya: મને અટલજીના અસ્થિ વિસર્જન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ: ભરત પંડ્યા

Last Updated : Jan 8, 2022, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.