અમદાવાદ: વર્તમાનમાં શિક્ષિત બેરોજગારીનો પ્રશ્ન વિકટ બન્યો છે. કરોડો યુવાનોને રોજગારી મળતી નથી, તેમાં પણ સરકારી નોકરી મેળવવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. ઉમેદવારોના પ્રમાણમાં સરકારી નોકરીઓ ઓછી છે, ત્યારે યુવાન ઉમેદવારો અનેક સરકારી ભરતીની સંસ્થાઓમાં ફોર્મ ભરતા રહે છે. જુદુ-જુદું મટીરીયલ લાવીને વાંચતા રહે છે અને પોતાના ઘરથી દૂર પરીક્ષા આપવા જાય છે. જેમાં મોટા પાયે સમય-શક્તિ અને પૈસાનો વેડફાટ થાય છે. આ બાબતોને અટકાવવા માટે 19 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટે, કેન્દ્ર સરકારમાં નોન ગેઝેટેડ એટલે કે, કલેરિકલ પ્રકારની ભરતી માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીને જાહેરાત કરી છે. જે ભારતમાં 20 થી વધુ ભરતી સંસ્થાઓનો પર્યાય બનશે.
સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એજન્સી આ એજન્સી 'સેન્ટ્રલ એલિજીબિલિટી ટેસ્ટ' લેશે. જે દેશના 117 જિલ્લાઓમાં પરિક્ષાઓનું આયોજન કરશે. આ એજન્સીના નિર્માણકાર્ય માટેનું બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે. આ એજન્સીની જાહેરાતને તમામ વર્ગના લોકોએ વધાવી છે. આ પ્રકારની પધ્ધતિથી મુખ્યત્વે પરીક્ષાઓમાં સરળીકરણ આવશે. કેન્દ્રના પૈસા અને સંસાધનોની બચત થશે અને યુવાનોને ઝડપી નોકરી મળશે. આ પરીક્ષાનું મેરીટ ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. જેની માહિતી રાજ્ય સરકાર અને ખાનગી કંપનીઓને પણ આપી શકાશે. જેથી ઉમેદવારોને રોજગારીની તકો વધશે. સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એજન્સી આ મુદ્દે માહિતી આપતા સ્પીપાના અનુભવી ફેકલ્ટી અભિનવ સિંઘે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારમાં ઓલ ઇન્ડિયા સર્વિસ ઉપરાંત A, B,C અને D એમ ચાર વર્ગની નોકરી હોય છે. જેમાં B અને C વર્ગની નોકરીઓ માટે સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એજન્સી પ્રિલીમરી ટેસ્ટ એટલે કે સ્ક્રીનીંગ ટેસ્ટ લેશે. જેથી રેલવે SSC અને LVPS બોર્ડ જે પરીક્ષાઓ લેતી હતી, તેની સ્ક્રીનીંગ ટેસ્ટ હવે આ એજન્સી લેશે. આ નોકરીઓ ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશન પર આધારિત હોય છે. સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એજન્સી આ ટેસ્ટને કારણે કેટલાક ફાયદા થશે. જેમકે એક સ્ટાન્ડર્ડ પરિક્ષાઓનું નિર્માણ થતા વિદ્યાર્થીઓને ઘણા પ્રકારની પરીક્ષાઓ આપવામાંથી મૂક્તિ મળી જશે. વિદ્યાર્થીઓએ પોતાના જ ડિસ્ટ્રીકટમાં આ પરીક્ષા આપી શકશે એક જ પ્રકારનો સિલેબસ હશે અને 12 જુદી-જુદી લેંગ્વેજમાં પરીક્ષા લેવામાં આવશે. ઓનલાઈન પરીક્ષાથી માનવ બળનું બચત થશે અને પરીક્ષામાં પેપર ફૂટવાની કે ચોરીની ફરિયાદ પણ ઘટશે.સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એજન્સી જે ગામડાના વિદ્યાર્થીઓ છે અને કોમ્પ્યુટર ફ્રેન્ડલી નથી, તેમને ઓનલાઇન પરીક્ષા આપવામાં સામાન્ય તકલીફો સર્જાઇ શકે છે. ઓનલાઇન પરીક્ષા હોવાથી કનેક્ટિવિટી અને IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ એક સમસ્યા બની શકે છે. આ અગાઉ સ્ટાફ સિલેક્શન કમિશન જે ઓનલાઇન પરીક્ષા લે છે, તેના પણ પેપર ફૂટી ચૂક્યા છે. એટલે કે જો યોગ્ય માળખું ગોઠવવુ ખૂબ જરૂરી છે. રાજ્યના એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર જરૂરી બનશે કારણ કે જો રાજ્યે પોતાના વિદ્યાર્થીઓને કેન્દ્રની પરીક્ષાઓમાં સ્પર્ધા કરવા ઉતારવા હોય,તો પોતાના સિલેબસ પણ NCIRT આધારિત બનાવવા પડશે. જેમાં ફાઉન્ડેશન કોર્સ મજબૂત કરવો પડશે.તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા પ્રોફેસર મિતેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારની રિક્રુટમેન્ટ એજન્સી ઉભી કરવામાં આવી છે, તો રાજ્યો પણ તેના પગલે ચાલી શકે તેમ છે. મુખ્યત્વે નોન ટેકનિકલ પોસ્ટ માટે આ પરીક્ષા લેવામાં આવશે. સ્ક્રીનીંગ ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારે જે-તે બોર્ડની મુખ્ય પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂ આપવાના રહેશે જ. ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓ અને છોકરીઓને ફાયદો થશે કે, જેઓએ શિક્ષણ મેળવ્યા બાદ સરકારી નોકરી માટે લાંબો સમય અને પૈસા ખર્ચીને બહાર પરીક્ષા આપવા જવું પડતું હતું. અમુક વખતે ફક્ત પરીક્ષા કેન્દ્ર દૂર હોવાના કારણે તેઓ પરીક્ષા આપી શકતા ન હતા. તેઓ પોતાના જ જિલ્લામાં પરીક્ષા આપી શકશે. જો કે હજુ ફક્ત એજન્સી રચવાની જાહેરાત થઇ છે, ખરેખર શું હશે ? તે ભવિષ્ય બતાવશે. કારણ કે, આ માળખું બનાવતા જ બે થી ત્રણ વર્ષ નીકળી જશે. જો નામ પ્રમાણે અમલ નહીં થાય તો આ પરીક્ષાઓ બિનઅસરકારક સાબિત થઈ શકે તેમ છે. તે સરકારની નિયત ઉપર વધુ આધારિત રહેશે.સત્ય એ પણ છે કે, સરકારી નોકરીઓ મર્યાદિત છે, ત્યારે સરકારી અને ખાનગી નોકરીઓમાં વધુ ભેદભાવ ન રહે, બન્નેમાં આવકની સમાનતા ઉભી થાય, કામના કલાકો અને જવાબદારી નક્કી થાય, તો જ શિક્ષિત બેરોજગારી ઘટશે.આ તમામ માટે પરીક્ષાઓ જ નહીં શિક્ષણમાં પણ ધરમૂળથી સુધારો આવશ્યક છે, કેમ કે હવે રોઝગાર સર્જન માટે 'આત્મનિર્ભર' બનવાની વાત છે.