- છેતરપિંડી જેવા અનેક ગુનાઓને ડામવા કાયદાકીય શાખા શરૂ
- રાજ્ય સરકારે આર્થિક ગુના નિવારણ શાખા કરી શરૂ
- અહીં વેપારીઓ સાથે છેતરપિંડી, ગ્રાહકો કંપનીને બદનામ કરે તેવા ગુનાઓની થશે ફરિયાદ
અમદાવાદઃ રાજ્ય સરકારે છેતરપિંડી જેવા ગુનાઓને ડામવા માટે એક કાયદાકીય શાખા (Merchants benefit) શરૂ કરી છે, જેને આર્થિક ગુના નિવારણ શાખા નામ (Economic Crime Prevention Branch) આપવામાં આવ્યું છે. ત્યારે આ મામલા આ શાખા કેવી રીતે કામ કરશે. તેમ જ અત્યાર સુધી કેટલી અરજીઓ આવી છે અને કેટલું રિફંડ કરવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતે આર્થિક ગુના નિવારણ શાખાના ઈન્ચાર્જ એસીપી અભય સોની ETV Bharatના માધ્યમથી રૂબરૂ (ACP Abhay Soni of Economic Prevention Branch Rubaru) થયા હતા.
પ્રશ્ન: આર્થિક ગુના નિવારણ શાખાનું સ્ટ્રક્ચર કેવું છે?
જવાબઃ આ ઈકોનોમિક ઓફેન્સને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મેં મહિનામાં આ શાખાની સ્થાપના કરવામાં આવી. આમ તો છેલ્લા 6 મહિનાથી કાર્યરત છે, જેમાં 1 ACPની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે 4 યુનિટ રાખવામાં આવ્યા છે. એલ.એમ.એલ જેવા ગુનાઓ માટે પ્રથમ યુનિટ છે. જ્યારે જમીન, મકાન, પ્રોપર્ટી માટેના ગુનાઓ માટે બીજુ યુનિટ કાર્યરત્ છે. બેન્ક ફ્રોડ, છેતરપિંડી માટે ત્રીજું યુનિટ છે અને વેપારીની લેવડદેવડના ગુનાઓ માટે ચોથું યુનિટ કાર્યરત્ છે.
પ્રશ્નઃ અત્યારે કેટલી અરજીઓ આવી છે અને આ કેવી રીતે કામ કરે છે?
જવાબઃ આ શાખામાં છેલ્લા 6 મહિનામાં 300 જેટલી અરજીઓ આવી છે અને તેમાંથી 200 જેટલી અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી 17 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે 7.50 કરોડ રૂપિયા જેટલું રિફંડ કરવામાં આવ્યું છે.
પ્રશ્નઃ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે અને સાયબર ક્રાઈમ અને ઈકોનોમિક ઓફેન્સમાં શું તફાવત?
જવાબઃ આ અરજી પહેલા પોલીસ કમિશનરને કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ કમિશનર દ્વારા જે તે અરજીને આ શાખામાં રિફર કરવામાં આવે છે અને ત્યારબાદ તે અરજી પર તપાસ કરવામાં આવે છે અને તપાસ દરમિયાન જો ગુનો દાખલ કરવાનો થાય તો જેતે વ્યક્તિ પર ગુનો દાખલ કરવામાં આવે છે, જે સાયબર ફ્રોડ છે. તેનાથી જુદું આ કન્વેન્શન ફ્રોડ ઓફેન્સ હોય છે. આમાં સાયબર ક્રાઈમમાં જમીન, મકાન, પૈસાની લેવડદેવડ વેપારીની છેતરપિંડી જેવા ગુનાઓ સાયબર ક્રાઈમમાં નથી આવતા. તે ગુનાઓ ઈકોનોમિક ઓફેન્સમાં આવશે. જ્યારે પોલીસ કમિશનરની રિફર અરજી પર અમે તપાસ કરીએ છીએ.
પ્રશ્નઃ કોઈ વ્યક્તિ એપ્રોચ કરવામાં માગે તો કેવી રીતે થશે?
જવાબઃ જ્યારે કોઈ વ્યક્તિ આર્થિક ગુના માટે અમારી પાસે આવશે તો પણ અમે કામ કરીશું અને પોલીસ કમિશનર પાસે જશે તો પણ અમે અરજી આધારે કામ કરીશું.
પ્રશ્નઃ તર્કસ એપ્લિકેશન શું છે કેવી રીતે કામ કરે છે?
જવાબઃ આ એપ્લિકેશન અમદાવાદ પોલીસના કામને સરળ બનાવવા માટે બનાવી છે, જેમાં દરરોજનો ક્રાઈમ ડેટા સમાવવામાં આવશે તેમ જ ટ્રાફિક લગતા જે તપાસ કરવામાં આવે તે ચેક કરવામાં આ એપ્લિકેશન મદદરૂપ થશે. એટલે કે, પોલીસ સ્ટેશનમાં જે કામગીરી કરવામાં આવે છે. આ હવે પેપરલેસ થાય તે માટે આ એપ શરૂ કરવામાં આવી છે. જ્યારે હજી સુધી પહેલો ફેઝ તૈયાર કરવામાં આવ્યો છે. હજી બાકીના ફેઝનું કામ ચાલુ છે.
પ્રશ્નઃ ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા કેવા પગલાં લેવાશે?
જવાબઃ જેમાં ઈકોનોમિક ઓફેન્સ દ્વારા કોઈ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે કે, નહીં તેમ જ તેની બેન્ક ડિટેલ્સ તેમ જ તેનો ઈકોનોમિક બેકગ્રાઉન્ડ અમે આ શાખા દ્વારા ચેક કરીશું. ત્યારે આરોપીનો પૂરો રેકોર્ડ અમે રાખીશું.
અત્યારે કોઈ ટોલ ફ્રી કે હેલ્પલાઈન નંબર શરૂ નથી કરાયો
અત્યારે અમદાવાદમાં ક્રાઈમબ્રાન્ચ ખાતે આ શાખા શરૂ કરવામાં આવી છે અને અમદાવાદમાં એક જ જગ્યાએ આ શાખા રહેશે. જ્યારે હાલમાં કોઈ પણ પ્રકારનો ટોલ ફ્રી નંબર કે હેલ્પલાઈન નંબર શરૂ કરવામા આવ્યો નથી, પરંતુ આગામી સમયમાં શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. જ્યારે હવે વેપારીઓ સાથે થતા ગુનાઓ માટે એક વિશેષ શાખાને લઈને હવે આરોપીઓની ખેર નહીં.
આ પણ વાંચો- વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસઃ યુવતીએ આઘાતમાં આવી જતા કર્યો હતો આપઘાત
આ પણ વાંચો- Double Murder Case: ઘાટલોડિયામાં લૂંટના ઈરાદે જ વૃદ્ધ દંપતીની હત્યા કરી હોવાનું આરોપીએ કબૂલ્યું