- ભુપેન્દ્ર પટેલના પરિવારમાં ખુશીની લાગણી
- ફટાકડા ફોડીને ઉજવણી કરી
- પ્રજા માટે અમે બનતી તમામ સેવા આપીશું
અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે, ત્યાકે ગુજરાતની જનતા નવા મુખ્યપ્રધાનના નામની રાહ જોતી હતી તેની આતુરતાનો અંત આવ્યો છે. ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ થઇ ત્યારે હવે રાજ્યની કમાન ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલના હાથમાં સોંપવામાં આવી છે. એટલે કે રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સંભાળશે.
ભાજપ સરકારે અમને સરપ્રાઈઝ ભેટ આપી છે: પરિવાર
ત્યારે ETV Bharatની ટીમે નવા બનેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પરિવાર સાથે વાત કરતા જણાવ્યું કે, અમે ઘણા ખુશ છીએ. ભાજપ સરકારે અમને સરપ્રાઈઝ ભેટ આપી છે. ત્યારે ભુપેન્દ્ર પટેલ સંગઠનમાં વધારે સમય આપતા હતા. જ્યારે તેઓ સામાન્ય માણસ સાથે પણ સાદગીથી વાતો કરતા હતા. તેમને જે ભાજપ માટે કામ કર્યું છે આ તેનું જ પરિણામ છે. જ્યારે અમે સમાચાર સાંભળ્યા ત્યારે અમને વિશ્વાસ ન હતો થયો, પરંતુ જ્યારે ફોન પર વાત કરી ત્યારે વિશ્વાસ આવ્યો હતો.
અમે પરિવારના સભ્યો પણ પ્રજા માટે કામ કરીશું: પરિવાર
વધુમાં પરિવારના સભ્યોએ અને પડોશીએ જણાવ્યું કે, તેઓ એક સારું વ્યક્તિત્વ ધરાવતા હતા, ત્યારે તેઓ હંમેશા લોકોની સેવા માટે રાત દિવસ એક કરીને દોડી રહ્યા હતા. જ્યારે હવે અમે પરિવારના સભ્યો પણ પ્રજા માટે કામ કરીશું અને આગામી સમયમાં વધુ સારું કામ થાય તે માટે તેમને બનતો સહયોગ આપીશું.