ETV Bharat / city

ETV Bharatના અહેવાલની અસર કાંકરિયા ખાતેના ફૂટબોલ ગ્રાઉન્ડમાં કાર્યરત ટેસ્ટિંગ સેન્ટર પર પડી - GUJARAT CORONA UPDATE

અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સનફ્લાવર લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે RT-PCR ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે સ્ટાફની અછતને લઇને બપોરે ટેસ્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. ETV Bharatની ટીમે અહેવાલ પ્રસારીત કર્યા બાદ બીજા દિવસે બપોરના સમયે ટેસ્ટિંગની કામગીરી ચાલું રાખવામાં આવી હતી.

ETV Bharatના અહેવાલની અસર કાંકરિયા ખાતેના ફૂટબોલ ગ્રાઉન્ડમાં કાર્યરત ટેસ્ટિંગ સેન્ટર પર પડી

author img

By

Published : Apr 20, 2021, 8:44 PM IST

  • ETV Bharatના અહેવાલ ઇમ્પેક્ટ
  • ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે બપોરના સમયે ટેસ્ટિંગ શરૂ
  • પ્રથમ દિવસે સ્ટાફની અછતને કારણે બપોરના સમયે ટેસ્ટિંગ બંધ કરવામા આવ્યું હતું
  • અહેવાલ પ્રસારિત થયા બાદ બીજો સ્ટાફ બોલાવી બપોરના સમયે ટેસ્ટિંગ ચાલુ રાખ્યું: સેન્ટર ઇન્ચાર્જ જય પટેલ

અમદાવાદઃ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે ત્યારે તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સનફ્લાવર લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે RT-PCR ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં રસ્તા પરથી પસાર થતાં લોકો પણ ટેસ્ટિંગ કરાવી શકે છે. પ્રથમ દિવસે સ્ટાફની અછતને લઇને બપોરે ટેસ્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. ETV Bharatની ટીમે અહેવાલ પ્રસારીત કર્યા બાદ બીજા દિવસે બપોરના સમયે ટેસ્ટિંગની કામગીરી ચાલું રાખવામાં આવી હતી.

ETV Bharatના અહેવાલની અસર કાંકરિયા ખાતેના ફૂટબોલ ગ્રાઉન્ડમાં કાર્યરત ટેસ્ટિંગ સેન્ટર પર પડી

આ પણ વાંચોઃ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે RT-PCR ટેસ્ટ સેન્ટર શરૂ કરાયું

પ્રથમ દિવસે સ્ટાફની અછતને લઇને ટેસ્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું

ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે RT-PCR ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારે પ્રથમ દિવસે જ સ્ટાફના અછતને લઇને બપોરના સમયે ટેસ્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે ટેસ્ટિંગ બંધ કરવાને લઈને અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જ્યારે ETV Bharatની ટીમે રિયાલિટી ચેક કરતા માલુમ પડ્યું હતું કે, અહીંયા બપોરના સમયે ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. આ બાબતે ડોક્ટર (સેન્ટર ઇન્ચાર્જ)ને પૂછતાં ડોક્ટર(સેન્ટર ઇન્ચાર્જ) જણાવ્યું હતું કે, સ્ટાફની અછતને લઇને બપોરના સમયે ટેસ્ટિંગ બંધ કરવામાં આવ્યું છે. આ મામલે ETV Bharatએ અહેવાલ પ્રસારીત કર્યો હતો. આ અહેવાલનો પડઘો મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચ્યો હતો. હરહંમેશા ETV Bharat લોકોની વાચાને સરકાર સમક્ષ રજૂ કરતુ આવ્યું છે અને લોકોની સમસ્યાઓના નિરાકરણ લાવવાનો પ્રયાસ કરતુ રહ્યું છે.

આ પણ વાંચોઃ જામનગરમાં કુંભ મેળામાંથી પરત આવેલા 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રોજના 400 લોકો ટેસ્ટિંગ કરાવે છે

અહીં સરકાર દ્વારા નક્કી કરેલા ભાવ પ્રમાણે RT-PCR ટેસ્ટનો ચાર્જ વસૂલવામાં આવે છે. બપોરના સમયે પણ ટેસ્ટિંગ શરુ થવાના કારણે અનેક લોકોને ફાયદો થાય છે. આ ઉપરાંત આ સેન્ટર ઉપર રોજના 400 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવે છે.

ETV Bharatનું રિયાલિટિ ચેક

અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ગંભીર છે ત્યારે AMC દ્વારા શરૂ કરાયેલી ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવવા માટે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડ પર AMC અને સનફ્લાવર લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે RT-PCR ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.

AMC અને સનફ્લાવરના સંયુક્ત ઉપક્રમે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા શરૂ કરવામાં આવી

AMC અને સનફ્લાવરના સંયુક્ત ઉપક્રમે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. લોકોને ટેસ્ટિંની સારી સુવિધા મળી રહે તે માટે આ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ટેસ્ટિંગ કરનારા સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી ટેસ્ટિંગ કરાવી શકશે. આ ઉપરાંત અનેક લોકોને કોરોના ડોમમાં લાગતી લાઈનોથી છુટકારો મળી શકે છે. ત્યારે ટેસ્ટિંગ કરાવવા માટે www.SFLAB.IN ઉપરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત ટુ વ્હીલર- ફોર વ્હીલર કે ચાલતા આવનાર લોકોનો પણ આ સેન્ટરમાં ટેસ્ટ કરવી શકશે, ત્યારે ટેસ્ટ માટે લાંબી લાઈનો પણ જોવા મળી હતી.

ટેસ્ટિંગ ડોમમાં બેદરકારી સામે આવી

આ ઉપરાંત આ ટેસ્ટિંગ ડોમમાં બેદરકારી પણ સામે આવી હતી. જેમાં ટાઈમિંગ બાબતે અનેક સવાલો ઉભા થયા છે, જ્યારે બોર્ડ ઉપર લખવામાં આવ્યું છે કે, સવારના 8થી રાત્રિના 8 વાગ્યા સુધી ટેસ્ટિંગ કરી શકાશે પરંતુ બપોરના સમયે સ્ટાફની અછત હોવાના કારણે ટેસ્ટિંગ કરવામાં આવતું નથી, તેવું ડોમના ઇન્ચાર્જ દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે વધુમાં તેમણે જણાવ્યું છે કે, બપોરના સમયે માણસો થાકી જવાના કારણે ટેસ્ટિંગ કરવામાં આવતું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.