ETV Bharat / city

અમદાવાદના જાણીતા બિલ્ડરને ત્યાં EDના દરોડા, લોનનું મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા - અમદાવાદ EDના દરોડા સમાચાર

અમદાવાદના જાણીતા બિલ્ડરને ત્યાં EDના દરોડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. આ બિલ્ડરે મોટી રકમની લોન લીધા પછી ભરપાઈ કરી નથી, તે મુદ્દા પર EDએ તપાસ શરૂ કરી છે.

ે
author img

By

Published : Aug 13, 2021, 7:07 PM IST

  • અમદાવાદના બિલ્ડર પર EDના દરોડા
  • મોટી લોન લઈને ભરપાઈ ન થઈ હોવાની ચર્ચા
  • લોનના નાણાનો કેવો ઉપયોગ થયો તેની તપાસ શરૂ

અમદાવાદ: અમદાવાદના બહુજાણીતા બિલ્ડરને ત્યાં EDએ દરોડા પાડ્યા છે. આ બિલ્ડરે સબસીડરી કંપની ખોલીને તેના નામે બેંકમાંથી મોટાપાયે લોન લીધી હોવાનું બહાર આવ્યું છે. આ લોન તેમણે ભરપાઈ કરી નથી. અગાઉ પણ સર્વિસ ટેક્સના મુદ્દે આ જાણીતા બિલ્ડરની કંપની વિવાદમાં આવી હતી.

આ પણ વાંચો- ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં બસપા નેતાના ઘરે EDના દરોડા

સર્વિસ ટેક્સના નાણા સરકારમાં જમા કરાવ્યા નથી

રૂપિયા એક હજાર કરોડથી વધુની લોન લઈને વિદેશમાં રોકાણ કરવા તેમજ ગ્રાહકો પાસેથી સર્વિસ ટેક્સના નામે નાણા લીધા છે, અને તે સર્વિસ ટેક્સ સરકારમાં જમા કરાવ્યો નથી. તેમજ પુરતી તપાસ કરાવ્યા વિના DHFL દ્વારા લોન પાસ કરી દેવા મામલે ED દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ જ મામલામાં વધુ તપાસ કરવાના હેતુથી EDએ આજે 13 ઓગસ્ટના રોજ દરોડા પાડ્યા છે અને તે કંપનીના સંચાલકની પુછપરછ હાથ ધરાઈ છે. EDની તપાસમાં મોટા ખુલાસા બહાર આવશે, તેમ જાણવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.