ETV Bharat / city

શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે દશેરાની ઉજવણી કરવામાં આવી

author img

By

Published : Oct 25, 2020, 5:27 PM IST

25 ઓક્ટોબરના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગર દ્વારા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને તલવાર, બંદૂક, ઢાલ વગેરે શસ્ત્રો ધરાવવામાં આવ્યા હતા.

ETV BHARAT
શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે દશેરાની ઉજવણી કરવામાં આવી
  • સ્વામિનારાયણ મંદિર ખાતે દશેરાની ઉજવણી કરવામાં આવી
  • તલવાર, બંદૂક, ઢાલ વગેરે શસ્ત્રો ભગવાનને ધરવામાં આવ્યાં
  • દશેરા એટલે રાવણ દહનની સાથે આપણામાં રહેલા દોષોનું દહન

અમદાવાદઃ 25 ઓક્ટોબરના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગર દ્વારા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને તલવાર, બંદૂક, ઢાલ વગેરે શસ્ત્રો ધરાવવામાં આવ્યા હતા.

દશેરાના પર્વ ઉપર કોરોના વાઇરસ રુપી રાવણનું દહન

દશેરા અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, દશેરાના પર્વ ઉપર આપણે કોરોના વાઇરસ રુપી રાવણનું દહન કરવું જોઈએ. જેમ રાવણે અનેકને પીડા આપી હતી, તેમ કોરોના વાઇરસ અનેક લોકોને પરેશાન કરી રહ્યો છે. જેથી આપણે તેની સામે લડવા માટે અવશ્ય માસ્ક પહેરવું જોઈએ. આ સાથે જ સોશિયલ ડિસન્ટસ અને વારંવાર હાથ ધોવા જોઈએ.

સમાજમાં રાવણવૃત્તિનો વધારો

આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. જેથી તેના આનંદમાં તમામ લોકો દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે. દશાનન એટલે દશ માથાવાળો જે રાવણ તેનો આ દિવસે નાશ થયો માટે દશેરા. તેથી આજના દિવસની દશેરા તરેકી ઉજવણી કરવામાં આવે છે. આ દશેરાના દિવસે ઠેર ઠેર વર્ષોથી રાવણનું દહન કરવામાં આવે છે, પરંતુ જાણે રાવણ બળતો જ ના હોય અને વૃદ્ધી પામતો હોય તેમ આજેય સમાજમાં રાવણવૃત્તિ વધતી જોવા મળી રહી છે. આપણે આપણામાં રહેલા દોષોનું દશેરાના પર્વ ઉપર દહન કરશું, ત્યારે જ દશેરાની ઉજવણી સાર્થક બનશે.

ક્રોધ પર કાબૂ મેળવવો જરૂરી

આજે માણસની ઈચ્છાનો ભંગ થતાં માણસ ક્રોધિત બને છે. આ ક્રોધે ઘણા લોકોના ઘર સળગાવ્યા છે. પતિ અને પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થાય અને ઘર સંસાર સળગી જાય છે. આવા ક્રોધથી તમામ લોકોને સાવધાન થવાની જરૂર છે.

લાંચ રુશ્વત દેશની મોટી બદી બની

લોભ રુપી દોષ માણસોના સદ્ગુણોને ડુબાડી દે છે. પૈસાના લોભે કરીને આજે માણસ લાંચ રુશ્વત લે છે. આજે લાંચ રુશ્વત એ આપણા દેશની મોટી બદી બની ચૂકી છે. આપણે તેમાંથી બહાર આવવાની જરૂર છે. ભગવાન સૌને પેટ ભરવા પૂરતું આપી જ રહે છે. સંતોષ રુપી ગુણ આવે તો આ લોભમાંથી બહાર નીકળી શકાય તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.