- કોરોનામાં ગુજ. યુનિ. એ હજારો વિદ્યાર્થીને નોકરી અપાવી
- બે વર્ષમાં 42 વાર જોબ પ્લેસમેન્ટ ફેર યોજાયો
- 13268 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દરવર્ષે જોબ પ્લેસમેન્ટ ફેર (Job Placement Fair GU) યોજાતી હોય છે. કોરોનાકાળમાં આ વર્ષે પ્રથમવાર ઓનલાઇન ફેર યોજાયો હતો, ત્યારે છેલ્લા બે વર્ષ એટલે કે કોરોનામાં કુલ 42 વાર જોબ પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. આમાં કુલ દેશની ટોચની 584 કંપનીઓ જોબ ઓફર માટે ગુજરાત યુનિવર્સિટીમાં આવી હતી. આ ફેરમાં કુલ 13268 વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો. કુલ 6192 વિદ્યાર્થીઓને જોબ ઓફર / શોર્ટલિસ્ટેડ કર્યા હતા. વર્ષ 2019- 20 માં 36 ઓફલાઇન જોબ ફેર યોજાયા હતા, ત્યારે 2020-21માં 6 ઓનલાઇન જોબ ફેર કર્યા હતા. આ જોબ પ્લેસમેન્ટ ફેરમાં 1 લાખ 20 હજારથી લઈને 25 લાખ સુધીનું પેકેજ વિદ્યાર્થીઓને કંપનીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. MBA, MCA, જર્નાલીઝમ, સ્કૂલ ઓફ સાયન્સ, Msc IT સહિતના જુદા જુદા કોર્ષનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો: Gujarat University પણ હવે કોરોના પીડિત વિદ્યાર્થીઓની સહાય કરશે
જોબ ફેરમાં કુલ 6192 વિદ્યાર્થીઓને જોબ ઓફર / શોર્ટલિસ્ટેડ કર્યા
ખાનગી કંપનીએ MBA ના વિદ્યાર્થીને 12 લાખનું પેકેજ ઓફર કર્યું હતું. બાયોકેમેસ્ટ્રી ફોરેન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીને ગવર્નમેન્ટ સેક્ટરમાં સૌથી વધુ પેકેજ આપવામાં આવ્યું છે. જેમાં ડિફેન્સમાં 25 લાખનું પેકેજ આપવામાં આવ્યું છે. આ જોબ પ્લેસમેન્ટ ફેરમાં સૌથી ઓછું પેકેજ 1 લાખ 20 હજારનું આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં 90 નવા કોર્ષ શરૂ
આગામી સમયમાં વધુ વિદ્યાર્થીઓને નોકરી મળે તે માટે પ્રયાસ કરીશું: જોબ પેલ્સમેન્ટ ઓફિસર
આ મામલે ગુજરાત યુનિવર્સિટીના જોબ પેલ્સમેન્ટ ઓફિસર ડો. કિંજલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોનાકાળમાં જોબ પ્લેસમેન્ટ ઓછા થયા છે. આ વર્ષે પ્રથમવાર ઓનલાઇન જોબ પ્લેસમેન્ટ યોજવામાં આવ્યું હતું. ઓનલાઇન ફેરમાં ટેક્નિકલ ખામીને કારણે તકલીફ થતી હતી. હવે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી કંપનીઓ પણ જોબ ઓફર માટે આવે છે અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આગામી સમયમાં વધુ સારી રીતે અને વધુ વિદ્યાર્થીઓને નોકરી મળે તે માટે પ્રયાસ કરીશું.