ETV Bharat / city

અનુસૂચિત જાતિની મહિલાઓએ ધારાસભ્યને લીધા આડે હાથે, જૂઓ વીડિયો - Naroda Railway Overbridge Controversy

અનુસૂચિત જાતિની મહિલાઓએ ધારાસભ્ય બલરામ થાવાણીનો નરોડા ખાતે આવેલી (Scheduled Castes Slammed MLA Thawani) હોસ્પિટલમાં ઘેરાવ કર્યો હતો. નરોડા વિસ્તારમાં નવનિર્મિત બ્રિજના (Naroda bridge Controversy) નામકરણને લઈને મહિલાઓ ધમપછાડા કરતા જોવા મળી રહી હતી.

Naroda bridge Controversy : અનુસૂચિત જાતિની મહિલાઓએ MLA થાવાણીનો ઘેરાવ કરી લીધા આડે હાથે

author img

By

Published : Jun 8, 2022, 12:58 PM IST

અમદાવાદ : નરોડા વિસ્તારમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનો (Naroda bridge Controversy) આવતીકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન થવાનું છે. જોકે, છેલ્લા એક મહિનાથી બે સમાજના સંતોના નામ પર બ્રિજને લઈને ચાલતા વિવાદ વચ્ચે આજે નરોડા ખાતે આવેલી હોસ્પિટલમાં બલરામ થાવાણી આવ્યા હતા, ત્યાં અનુસૂચિત જાતિની મહિલાઓ દ્વારા તેઓનો ઘેરાવ (Scheduled Caste Naroda Bridge) કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા 20 મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી હતી.

નરોડા ખાતે આવેલી હોસ્પિટલમાં MLA થાવાણીનો ઘેરાવ

"થાવાણી સામે પોલીસ ફરીયાદ" - અનુસૂચિત જાતિની મહિલાઓએ તેઓને પ્રશ્ન કર્યો હતો કે સંત રોહીદાસ ઓવર બ્રિજનું નામ રાખવામાં આવી રહ્યું છે તેનો તમને શું વાંધો છે? બ્રિજના નામકરણમાં બલરામ થાવાણીનો ઘેરાવ (Balram Thawani Siege) કરી અને તેઓને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓ ત્યાંથી રવાના થઇ ગયા હતા. દેવલ રાઠોડે આ મામલે બલરામ થાવાણી પર આક્ષેપ કરતા એવું કહ્યું હતું કે, તને ખબર છે ને મેં એક બેનને મારી હતી. તેઓએ એવો પણ જવાબ આપ્યો હતો કે તમારા સમાજ વાળા કંઈ પણ નહીં કરી શકે. અમે બલરામ થાવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવીશું. પરંતુ, અમારું કોઈ સાંભળતું નથી. હું આ મામલે ફરિયાદ નોંધાવવા પણ તૈયાર છું.

આ પણ વાંચો : રેલવે સ્ટેશનના પ્રવાસીઓએ હવે નહીં થવું પડે હેરાન, AMCએ કરી નવી વ્યવસ્થા

"પરંતુ તેઓ કંઈ સાંભળતા નથી" - નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ જણાવ્યું હતું કે, આજે હું નરોડા હોસ્પિટલમાં યોગના કાર્યક્રમમાં ગયો હતો, ત્યાંથી ડોકટરો સાથે હું બહાર નીકળ્યો ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બહેનો ત્યાં કોંગ્રેસની બહેનો સાથે વીડિયો ચાલુ કરી (Scheduled Castes slammed MLA Thawani) હાજર હતા. તેઓએ કહ્યું અમારા સંતનો તમે કેમ વિરોધ કરો છો. મેં કહ્યું કોઈ સંતનો વિરોધ ન હોય. સંત દરેક સમાજના હોય. મેં બહેનને કહ્યું તમે મારી સાથે આવી રીતે વાત ન કરો અને બાદમાં હું ત્યાંથી નીકળી ગયો.

આ પણ વાંચો : ઉજ્જૈનમાં બે સંતોની રાસલીલા: એક સંત પર છેડતીનો આરોપ, બીજાએ કર્યા લગ્ન, પોલીસ પણ ચોંકી

"નામ મંજૂરી આપી હતી" - જાણવા મળ્યું હતું કે, નરોડા રેલવે સંત રોહીદાસ ઓવરબ્રિજ નામકરણ કરવા પશ્ચિમ લોકસભાના ભાજપના સાંસદ ડો.કિરીટ સોલંકીએ પત્ર લખી રજૂઆત બાદ પણ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના જ શાસકોએ સાંસદ સભ્યને પણ ગાંઠયા નથી. સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામોમાં સરદારનગર વોર્ડના કોર્પોરેટર કંચનબેન પંજવાણીની દરખાસ્તને ધ્યાને રાખી નરોડા રેલવે ઓવરબ્રિજનું નામ સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ રેલવે ઓવરબ્રિજ (Overbridge in Ahmedabad) રાખવા મંજૂરી આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.