ETV Bharat / city

તહેવારોમાં વતન જવા ગીતા મંદિર એસટી સ્ટેશને ભારે ભીડ

કોરોના કાળમાં બાદ આવતા રક્ષાબંધનના તહેવાર અંગે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેનું પ્રત્યક્ષ ઉદાહરણ અમદાવાદના એસટી બસ સ્ટેન્ડ પર જોવા મળ્યો હતો. બસ સ્ટેશન પર પોતાના વતન જતાં અનેક લોકોની ભીડ જોવા મળી હતી

તહેવારોમાં વતન જવા ગીતા મંદિર એસટી સ્ટેશને ભારે ભીડ
તહેવારોમાં વતન જવા ગીતા મંદિર એસટી સ્ટેશને ભારે ભીડ
author img

By

Published : Aug 21, 2021, 5:53 PM IST

  • આવતીકાલે રક્ષાબંધન
  • ધાર્મિક તહેવારોની સિઝન શરૂ
  • વતન જવા લોકોની એસટી સ્ટેન્ડ પર ભીડ

ન્યૂઝ ડેસ્ક: આવતીકાલે શ્રાવણ માસનો પ્રથમ મોટો તહેવાર રક્ષાબંધન છે. તેની સાથે જ પવિત્ર તહેવારોની મોસમ શરૂ થઈ ચૂકી છે. અમદાવાદમાં રહેતા રાજ્યના અન્ય જિલ્લાના લોકો પોતાના પરિવાર સાથે આ તહેવારો ઉજવવાનું પસંદ કરતા હોય છે. તેમના માટે વતન જવાનું એકમાત્ર સસ્તું અને સરળ સાધન એસ.ટી.બસ છે.

ગીતા મંદિર એસટી સ્ટેશને ભારે ભીડ
600 એક્સ્ટ્રા બસ પણ ભીડ બેકાબુતહેવારોને ધ્યાનમાં રાખીને જ એસટી બસે તહેવારો દરમિયાન 600 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધર્યું છે પરંતુ આમ છતાં એસટી તંત્ર મુસાફરોના ધસારાને પહોંચી વળવા પાંગળું સાબિત થયું છે. અમદાવાદમાં ગીતામંદિર એસટી બસ સ્ટેશન ઉપર મુસાફરોની ભીડ જોવા મળી હતી. મુસાફરો બસમાં ચઢવા પડાપડી કરી રહ્યાં હતાં. ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ જવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ગુજરાત રાજ્ય એસટી નિગમે દાવો કર્યો હતો કે, કોરોનાને ધ્યાનમાં રાખીને 75 થી 80 ટકા સીટિંગ કેપેસિટી સાથે બસ ચલાવવામાં આવશે પરંતુ તે વાત એકદમ ખોટી પુરવાર થઇ છે. એસટી બસમાં સીટિંગ કેપેસિટી કરતા પણ વધારે મુસાફરો બસમાં ભરવામાં આવ્યા છે. એસટી બસને કારણે ટ્રાફિક જામએસટી બસની શહેરી વિસ્તારમાં વધુ અવરજવરને લઈને ગીતા મંદિર બસ સ્ટેશનથી લઈને સારંગપુર સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. વળી સ્ટેશન ઉપર ક્યાંય પણ કોરોનાના નિયમોનું પાલન થતું દેખાતું નહોતું. જો કે એક વાત ચોક્કસ છે કે, એસટી નિગમને આ સિઝનમાં આવકમાં ચોક્કસ ફાયદો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.