ETV Bharat / city

સાબરમતી નદી થઈ બે કાંઠે 10 ગામોને કરાયા એલર્ટ - ગાંધીનગર એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ

રાજ્યમાં છેલ્લા 4થી 5 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેવામાં હવે નદીઓમાં જળસપાટી ઊંચી આવી રહી છે. સાથે જ અનેક ડેમ પણ ઓવરફ્લૉ થઈ ગયા છે. તો આજે સવારે 5 વાગ્યે ધરોઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. હવે અન્ય કઈ જગ્યાએથી પાણી છોડવામાં આવ્યું છે ને શું સ્થિતિ છે તેની પર કરીએ એક નજર. Heavy Rain in Gujarat Rise in the water level of rivers Gujarat dam overflows Water release from Dharoi Dam

સાબરમતી નદી થઈ બે કાંઠે 10 ગામોને કરાયા એલર્ટ

author img

By

Published : Aug 18, 2022, 8:13 AM IST

Updated : Aug 18, 2022, 9:15 AM IST

અમદાવાદ રાજ્યમાં પડી રહેલા ધોધમાર વરસાદના (Heavy Rain in Gujarat) કારણે નદીની જળસપાટી ઊંચી (Rise in the water level of rivers) આવી રહી છે. તો અનેક ડેમ ઓવરફ્લૉ થઈ ગયા (Gujarat dam overflows) છે. ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતા (Water release from Dharoi Dam) ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. આ સાથે જ સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવના છે. તો આજે સવારે 7.30 વાગ્યા પછી 66,000 ક્યૂસેક પાણી વહેશે.

આ પણ વાંચો ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી 700 લોકોનું સ્થળાંતર

ડેમના દરવાજા ખોલાયા ગાંધીનગરના સંત સરોવર પાસે આજે પરોઢે 5 વાગ્યે 5,548 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, પરંતુ લાકરોડા બેરેજમાંથી 66,215 ક્યૂસેક પાણી છોડાતા સંત સરોવર પાસે સવારે 7.30 વાગ્યા પછી આ વિપુલ જળરાશી આવવાની (Water revenue in Sant Sarovar) સંભાવના છે. ત્યારે સંત સંત સરોવરના તમામ 21 દરવાજા (Sant Sarovar Dam Gate Open) ખોલીને પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવશે. આજે સવારે 5 વાગ્યે ધરોઈ ડેમમાંથી 39,056 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે ધરોઈના ઉપરવાસમાં પાણીની આવક ઓછી થઈ છે.

આ પણ વાંચો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ડેમ 100 ટકા ભરાઇ જવાના આરે 619 ફૂટે પહોંચી જળસપાટી

ગામોને કરાયા એલર્ટ ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાના કારણે ગાંધીનગર મામલતદાર (Gandhinagar Mamlatdar) અને એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ (Gandhinagar Executive Magistrate) તરફથી સંત સરોવર અને હેઠવાસના 10 ગામો જેવા કે, ઈન્દ્રોડા, શાહપુર, ધોળાકૂવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જૂના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે. તો સલામતી અને સાવચેતીના પગલાં માટે અમદાવાદના વહીવટી તંત્રને પણ તાકીદ કરવામાં આવી છે.

Last Updated : Aug 18, 2022, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.