અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા અવિરત્ વરસાદની અસર અનેક જિલ્લાઓમાં થઈ (Heavy Rain in all over Gujarat) છે. જોકે, અમદાવાદમાં એક અઠવાડિયા પછી રવિવારે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, પરંતુ આખો દિવસ વરસાદ જોવા મળ્યો નહતો.
તાપીમાં એલર્ટ જાહેર - મહારાષ્ટ્રમાં આવેલા પ્રકાશા ડેમમાંથી (Water released from Prakasha Dam) અત્યારે 1,49,375 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. તેના કારણે તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા ડોલવણ તાલુકાને એલર્ટ જાહેર (Alert declared in Patan) કરવામાં આવ્યા છે. જ્યારે તાપી નદી કિનારે આવેલા ગામના લોકોને નદી કિનારે અવરજવર ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (Disaster Management Cell) દ્વારા માહિતી આપવામાં આવી હતી.
વડોદરામાં વરસાદી ઝાપટાં- વડોદરામાં વિરામ બાદ મેઘરાજાની આજે એન્ટ્રી (Heavy Rain in Vadodara) થઈ છે. અહીં દિવસભર અસહ્ય ઉકળાટ પછી વરસાદ શરૂ થયો છે. જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. તો અહીં દેવ ડેમના 4 દરવાજા આંશિક ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે વાઘોડિયા, ડભોઈ અને વડોદરા ગ્રામના કાંઠા વિસ્તારને સાવચેત રહેવા સૂચના આપી દેવાઈ છે. જ્યારે આજવા સરોવર ખાતે સપાટી વધીને 210.35 થઈ છે.
શહેરમાં વરસાદની સ્થિતિ - વડોદરામાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પડેલા વરસાદ પર નજર કરીએ તો, વડોદરામાં 85 મિમી, કરજણમાં 43 મિમી, ડભોઈમાં 35 મિમી, ડેસરમાં 10 મિમી, પાદરામાં 67 મિમી, વાઘોડિયામાં 91 મિમી, સાવલીમાં 14 મિમી અને શિનોરમાં 45 મિમી વરસાદ પડ્યો હતો.
પાટણમાં ઠંડક પ્રસરી - પાટણમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ (Meteorological department forecast) સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. અહીં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. તો પાટણ સહિત પંથકમાં ધીમી ધારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જ્યારે વરસાદને લઈ કપાસ, બાજરી સહિતના પાકોને જીવંત દાન મળ્યું છે.
આ પણ વાંચો- ઉકાઈ ડેમમાંથી છોડાયું પાણી, દેખાયો અદભૂત નજારો
સાબરકાંઠામાં મેઘ મહેર - સાબરકાંઠા જિલ્લાના 5 તાલુકામાં વરસાદી માહોલ (Heavy Rain in Sabarkantha) છવાયો છે. અહીં પ્રાંતિજ, હિંમતનગર, વિજયનગર, ઈડર અને ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. જ્યારે ખેડબ્રહ્માનાં લક્ષ્મીપુરા, ઊંચી ધનાલ, દેરોલ કમ્પા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ પડ્યો છે. જોકે, જિલ્લાના મોટા ભાગના જળાશયો હજી પણ ખાલી છે.
આ પણ વાંચો- ડુમસ અને સુંવાલીનો બીચ કરાયો બંધ, ઉકાઈ ડેમની જળસપાટીએ વટાવ્યું રૂલ લેવલ
નવસારીમાં લોકોને હાલાકી - આ પહેલા શુક્રવારે નવસારીમાં પણ મૂશળધાર વરસાદ અને પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ડેમ ઓવરફ્લૉ થવાના કારણે પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે.
CMએ સહાય આપવા જણાવ્યું - રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે તમામ જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રને સખત મહેનત કરવા સૂચના આપી હતી. કારણ કે, હવે પાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રાજ્યમાં કુદરતી આફતને કારણે થયેલા વિનાશનો સરવે કરવા પણ જણાવ્યું હતું. સાથે જ મુખ્યપ્રધાને નુકસાની ભોગવતા લોકોને જરૂરી આર્થિક સહાય આપવા જણાવ્યું હતું.