અમદાવાદઃ શહેરમાં દિવસે ને દિવસે ગરમીમાં વધારો (Heat in Ahmedabad) જોવા મળી રહ્યો છે ત્યારે આગામી બે દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગરમીથી લોકોને રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) દ્વારા અમદાવાદીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં 123 ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ (Traffic signal closed in Ahmedabad in the afternoon) રાખવામાં આવશે.
આ પણ વાંચો- ઉનાળામાં ગરમી અને સન સ્ટ્રોકથી થઇ રહી છે વિપરીત અસર ?, તો કરો આ કામ...
ટ્રાફિક પોલીસના અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય - અમદાવાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક (Ahmedabad Traffic Police Meeting) યોજાઈ હતી. તેમાં ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય કર્યો હતો. અત્યારે શહેરમાં ગરમીને ધ્યાનમાં રાખી પોલીસે બપોરના સમયે 123 સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય (Traffic signal closed in Ahmedabad in the afternoon) કર્યો હતો. જોકે, જે સિગ્નલ ચાલુ રહેશે. તે તમામ સિગ્નલનો સમય પણ ઘટાડી 30થી 40 સેકન્ડ કરાશે.
આ પણ વાંચોઃ ગરમી અને મોંઘવારીના માર છતા, લોકો આ મોંઘી વસ્તુ લેવા મૂકી રહ્યા છે દોડ
દરેક પોલીસ સ્ટેશનના PIને સત્તા - આ અંગે અમદાવાદ ટ્રાફિક વિભાગના JCP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, દરેક પોલીસ સ્ટેશનના PIને સત્તા આપી છે કે, કયા સિગ્નલ ચાલુ રાખવા કે બંધ (Traffic signal closed in Ahmedabad in the afternoon) કરવા. જ્યાં સુધી ગરમી ઘટે નહીં ત્યાં સુધી આ નિર્ણયનો અમલ થશે.
તમામ ટ્રાફિક સિગ્નલ ના ટાઇમિંગ ઘટાડશે - અગાઉ 2 દિવસ માટે ટ્રાફિક સિગ્નલ બંધ રાખીને એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ જવાનનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને અધિકારીઓની બેઠકમાં બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદમાં બપોરના સમયે 123 ટ્રાફિક સિગ્નલ બંધ (Traffic signal closed in Ahmedabad in the afternoon) કરવામાં આવશે. જ્યારે અમદાવાદમાં માત્ર 57 સિગ્નલ જ ચાલુ રહેશે. તેમાં હવે જે સિગ્નલ ચાલુ રહેશે. તેનો સમય ઘટાડવામાં આવશે. જેમાં સિગ્નલનો સમય 1 મિનિટના બદલે 30 થી 40 સેકન્ડ કરવામાં આવશે.