અમદાવાદ : શહેરમાં આ પહેલા 11 કરોડથી વધારે કિંમતમાં રક્તચંદન મળી આવ્યું હતું. તે સમાચાર હજુ તાજા છે તેવામાં શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી 421.16 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ સાથે (Drugs Seized in Ahmedabad ) બે ઇસમોની ધરપકડ કરી છે. આરોપીઓ જાહેરમાં ડ્ગ્સનું વેચાણ કરતા હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને (Ahmedabad Crime Branch) અમદાવાદ અંધજન ચાર રસ્તા પાસે આવેલ બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ (BRTS) પાસે જાહેરમાં કેટલાક લોકો આ પ્રકારે વેચાણ કરી રહ્યા છે તેવી બાતમી મળી હતી. જેને આધારે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં Synthetic drugs બનાવવા આખી લેબોરેટરી ઊભી કરનાર યુવક આખરે પોલીસનાં હાથે ઝડપાયો
રાજસ્થાનમાંથી ડ્રગ્સ લાવવામાં આવતું હતું - અમદાવાદમાં ડ્રગ્સ વેચતાં રાજસ્થાનીઓની ધરપકડ (Rajasthani arrested for selling drugs in Ahmedabad) મામલે બહાર આવ્યું છે કે ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં માહિતી મળી હતી કે ઘણા સમયથી રાજસ્થાનથી ગેરકાયદે ડ્રગ્સનો (Drugs Seized in Ahmedabad ) જથ્થો લાવીને અમદાવાદમાં વેચાણ કરવામાં આવતો હતો. બંને આરોપી મૂળવતન રાજસ્થાનના જ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં જ રહે છેઅને આ બને ઈસમો મોબાઈલમાં વોટ્સઅપ મારફતે મંગાવવામાં આવતું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદ ATSએ 38 લાખના મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી
અંદાજિત 42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો - ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આરોપીઓ પાસેથી 421.16 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ (Drugs Seized in Ahmedabad ) જેની અંદાજિત કિંમત 42,11,600 રૂપિયા સાથે ત્રણ નંગ મોબાઈલ ફોન જેની કિંમત 30 હજાર અને સાથે 7 હજાર રૂપિયા રોકડ રકમ જપ્ત કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એન.ડી.પી. બી.એકટ કલમ 8(સી) અને 22(સી) 29 મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.