ETV Bharat / city

બોડકદેવ અને રાણીપમાં પણ ડ્રાઇવ થ્રુ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે - ગુજરાતના તાજા સમાચાર

અમદાવાદ શહેરમાં બોડકદેવમાં પણ ડ્રાઇવ થ્રુની પહેલ શરૂ થવા જઇ રહી છે. મહત્વનું છે GMDC ગ્રાઉન્ડ ખાતે મળેલી સફળતા બાદ અને હાલની પરિસ્થિતિને જોતા ઉભી થયેલી જરૂરિયાત મુજબ વધારાના બે સ્થળો રાણીપ અને બોડકદેવમાં ડ્રાઇવ થ્રુ સેટઅપ કરવામાં આવી રહ્યા છે. રાણીપ ખાતે બુધવારથી ડીમાર્ટ પાસે સેટઅપ કરવામાં આવ્યું છે જ્યારે બોડકદેવ ખાતે રાજપથ ક્લબની પાસે મનપા સંચાલિત પ્લોટમાં બૂથ ઉભા કરવામાં આવ્યા છે.

બોડકદેવ અને રાણીપમાં પણ ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ શરુ કરાશે

author img

By

Published : Apr 26, 2021, 6:17 PM IST

Updated : Apr 26, 2021, 7:45 PM IST

  • બોડકદેવ અને રાણીપમાં પણ ડ્રાઇવથ્રુ ટેસ્ટિંગ શરુ કરાશે
  • શહેરમાં અત્યાર સુધી પાંચ સ્થળોએ બૂથ સેટઅપ કરાયા
  • દૈનિક 2 હજાર લોકોના ટેસ્ટિંગ થવાનો અંદાજ

અમદાવાદઃ શહેરમાં એક તરફ કોરાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સૌથી વધુ મહત્વનું છે કે તાત્કાલિક ધોરણે લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે. આ જરુરિયાતને જોતા મનપા GMDC ગ્રાઉન્ડની જેમ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડ્રાઇવ થ્રુ પ્રોગ્રામનો વ્યાપ વધારી રહી છે. સુપ્રાટેક લીમીટેડ સાથે મળીને મનપા PPP ધોરણે આ યોજના હાથ ધરી રહી છે. જેમાં લોકો ગાડીમાં બેઠા બેઠા જ ટેસ્ટિંગ કરાવી શકશે. મહત્વનું છે કે અગાઉ મનપાએ GMDC ગ્રાઉન્ડ અને ત્યારબાદ કાંકરીયાના ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે પણ ડ્રાઇવ થ્રુના માધ્યમથી લોકોનું ટેસ્ટિંગ કરી રહી છે.

બોડકદેવ અને રાણીપમાં પણ ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ શરુ કરાશે

આ પણ વાંચોઃ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં કોરોના ટેસ્ટ કરાવવા લોકો ઉમટી પડ્યા

નવા બે સહિત પાંચ સ્થળોએ બૂથ શરૂ કરાયા

અગાઉ GMDC ગ્રાઉન્ડ, કાંકરીયા ફુટબોલ ગ્રાઉન્ડ, વસ્ત્રાલ ખાતે પણ ડ્રાઇવ થ્રુના બૂથનું સેટઅપ કરવામાં આવ્યું હતું, હવે પશ્ચિમ અમદાવાદમાં નવા બે સ્થળોએ બૂથ બનાવવામાં આવતા લોકોને સરળતા રહેશે. મહત્વનું છે કે આ તમામ બૂથ ઉપર દૈનિક 2 હજાર લોકોના ટેસ્ટિંગ કરવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમામ પ્રવાસીઓના રેપિડ ટેસ્ટ ફરજિયાત, આજે 150માંથી 3 પોઝિટિવ આવ્યા

Last Updated : Apr 26, 2021, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.