ડ્રામા રોડના ડિરેક્ટર ચિન્મય મહેતાએ જણાવ્યું હતું કે, દેશભરમાં ટ્રાફિક અને રોડ સેફટીને લઈને લોકોમાં જાગૃતા નથી. જે માટે લોકો જાગૃત થાય અને ખાસ કરીને યુવા વર્ગમાં રોડ સેફટીની સમજ કેળવાય તે માટે આ ડ્રામાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સોશિયલ પ્લે ઉતાવળું ડ્રાઈવિંગ અને ટ્રાફિક મુદા, અકસ્માત તથા મૃત્યુ દરમિયાન સામેલ માનવ ભાવનાઓને શોધવાનો પ્રયાસ પર આધારિત છે અને તેના પરિણામે પરિવારના સભ્યો પર પડે છે.
NIMCJના પ્રોફેસર ડો. શશિકાંત ભગતે જણાવ્યું હતું કે, દેશભરમાં ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતના કારણે દેશના જીડીપીમાં પણ નુકસાન થાય છે. યુવા વર્ગ આ નાટક જોઈ જાગૃત થાય અને દેશભરમાં ટ્રાફિકની સમસ્યા તથા રોડ સેફટીને લઈને લોકોમાં જાગૃતા આવે તે માટે દરેક આ નાટક જોવું જોઈએ. દોઢ કલાકના નાટકમાં કોમેડી પંચ, અને અંતમાં મજબૂત સામાજીક સંદેશ સાથે સમાજમાં જાગૃતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.