- અમદાવાદમાં પોટ્રેટ બનાવીને આવક મેળવતો હતો અંકલેશ
- 2015થી આ કાર્યમાં વ્યસ્ત
- યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત
અમદાવાદઃ ભારતમાં વસ્તી વધારાની સાથે બેરોજગારીની સમસ્યા પણ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું તું કે, વ્યક્તિ ફક્ત ભણ્યો હોય તેટલું જરૂરી નથી જીવન યાપન માટે તેનામાં કોઈ સ્કિલ હોવી જરૂરી છે. આ વાતને અમદાવાદના મેઘાણીનગર ખાતે રહેતા દિવ્યાંગ અંકલેશ નિષાદે સાચી ઠેરવી બતાવી છે.
આશ્રમમાં આવતા દેશ-વિદેશના લોકોના પોટ્રેટ બનાવતો અંકલેશ
અંકલેશ દિવ્યાંગ હોવા છતાં પોટ્રેટ બનાવીને આવક મેળવ છે યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. તે મૂળ ઉત્તરપ્રદેશનો છે. પોતાના માતા-પિતા સાથે તે મેઘાણીનાગરમાં રહે છે. તેણે અમદાવાદની સીએન સંસ્થામાંથી આર્ટના વિષયમાં ડિગ્રી મેળવી છે. 2015થી તે ગાંધી આશ્રમ ખાતે દરરોજ બસમાં અપડાઉન કરે છે અને ત્યાં આવતા વિઝિટર્સના પોટ્રેટ બનાવે છે. તે આઠ મિનિટમાં વ્યક્તિનું પોટ્રેટ બનાવી આપે છે. તે સામાન્ય પેન્સિલ દ્વારા પોટ્રેટ બનાવવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તે વોટર કલરનો પણ ઉપયોગ કરે છે. પહેલા અંકલેશ ગાંધી આશ્રમની અંદર બેસીને આશ્રમની મુલાકાતે આવતા ફોરેનર્સના પોટ્રેટ વધુ બનાવતો હતો. અત્યારે આશ્રમમાં સુધારણા અંતર્ગત કન્સ્ટ્રકશન કામ ચાલતું હોવાથી, હવે તે આશ્રમની બહાર ફૂટપાથ પર સ્ટેન્ડ લગાવીને પોતાનું કાર્ય કરે છે.
લોકડાઉન દરમિયાન પડી હતી તકલીફ
લોકડાઉન દરમિયાન તેને ઘર ચલાવવામાં તકલીફ પડી હતી પરંતુ હવે પાછલા કેટલાક દિવસોથી તેનું કાર્ય વ્યવસ્થિત ચાલી રહ્યું છે. જ્યારે અન્ય યુવાનો બેરોજગાર હોય ત્યારે બીજાને દોષ દેતા હોય છે, ત્યારે અંકલેશે તેની જગ્યાએ પોતાની કળા અને આવડત દ્વારા પૈસા કમાય છે.