- 16 મહિના બાદ ગુજરાત હાઇકોર્ટમાં શરુ થશે પ્રત્યક્ષ સુનાવણી
- 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવાની કોર્ટે કરી જાહેરાત
- એડવોકેટ એસોસિએશને કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવા કર્યો હતો વિરોધ
અમદાવાદ: ગુજરાતમાં 16 મહિના બાદ ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવાની જાહેરાત નામદાર હાઇકોર્ટે કરી છે. 17 ઓગસ્ટથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવામાં આવશે. જો કે હજુ હાઇકોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એઓસિએશન વચ્ચે બેઠક યોજી SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: પૂર્વ IPS સંજીવ ભટ્ટની રિવિઝન અરજી હાઇકોર્ટે ફગાવી
કોર્ટના પરિસરમાં કઈ રીતે SOPનું પાલન કરવું તે નક્કી થશે
કોર્ટ શરુ થતા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે ETV ભારતને ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તમામ વકીલોને પડતી હાલાકીનો અંત આવશે. તેમના લાંબા સમયનો ઇન્તજાર પણ હવે પુરો થશે. જો કે હજૂ કોર્ટના પરિસરમાં કઈ રીતે SOPનું પાલન થશે તે હજી નક્કી કરવામાં આવશે.
સોમવારે SOP માટે બેઠક યોજાશે
અહીં મહત્વનું છે કે, કોરોના મહામારીને કારણે લાંબા સમયથી અપ્રત્યક્ષ સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. જો કે હવે તમામનો અંત આવશે અને કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ થશે. આવનારા સોમવારે હાઇકોર્ટ અને સ્ટે હોલ્ડર્સ વચ્ચે બેઠક યોજાઈ શકે છે. જેમાં કોરોના માટે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર SOP નક્કી કરાશે. SOP નક્કી થયા બાદ તમામે તેનું પાલન કરવું પડશે.