ETV Bharat / city

તમામ હોસ્પિટલોને કોરોના દર્દીઓની સારવાર માટે છૂટ આપતો સરકારનો નિર્ણય જોખમી: નિષ્ણાંતો - કોરોનાના દર્દીઓની સારવાર

સરકાર દ્વારા તમામ હોસ્પિટલો અને ડોક્ટરોને કોરોનાના દર્દીઓની સારવાર માટે પરવાનગી આપી દેવામાં આવી છે. જેને લઇને નિષ્ણાંતો માની રહ્યા છે કે, તમામ હોસ્પિટલો જો કોરોનાના દર્દીઓની સારવાર કરશે તો કોરોના સંક્રમણમાં વધારો થઇ શકે છે. જે તબીબોને કોરોનાના દર્દીઓની સારવારનો અનુભવ નથી તેનાથી મૃત્યુદરમાં પણ વધારો થઇ શકે છે.

તમામ હોસ્પિટલોને કોરોના દર્દીઓની સારવાર માટે છૂટ આવતો સરકારનો નિર્ણય જોખમી: નિષ્ણાંતો

author img

By

Published : Apr 22, 2021, 2:10 PM IST

Updated : Apr 22, 2021, 3:43 PM IST

  • શું ખાનગી હોસ્પિટલોને સરકારે લૂંટ ચલાવવાની ઓફર આપી ?
  • જે ડોક્ટરોને કોરોના દર્દીઓની સારવારનો અનુભવ નથી તે હવે કરશે સારવાર
  • નિષ્ણાંતોએ દર્દીઓ અને તેમના પરિવારના લોકોને ખરાઇ કરી સારવાર લેવા કરી અપીલ

અમદાવાદઃ રાજયમાં કોરોનાની મહામારીમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે, હવે જૂડિશરિ દ્વારા પણ મેડિકલ ઇમર્જન્સીના સંકેત આપી દીધા છે. આ સાથે, હોસ્પિટલો ફુલ થઇ જતા સરકાર દ્વારા રાજયની તમામ હોસ્પિટલોને પરવાનગી વગર કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે. ત્યારે, પરિસ્થિતિ એવી નિર્માણ થઇ છે કે, જે ડોક્ટરોને કોરોનાના દર્દીઓની સારવાર માટે કોઇ પણ જાતનો અનુભવ નથી તેવા ડોક્ટરો પણ કોરોના દર્દીઓની સારવાર માટેની શરૂઆત કરશે.

તમામ હોસ્પિટલોને કોરોના દર્દીઓની સારવાર માટે છૂટ આવતો સરકારનો નિર્ણય જોખમી: નિષ્ણાંતો

નિષ્ણાંત ડોક્ટરોને લાગી રહ્યો છે મોટો ડર

કોરોનાની મહામારીમાં જે રીતે રાજયમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને નિષ્ણાંતો પણ મોટી આફત અનુભવી રહ્યા છે. ડોક્ટરો એક તરફ આ નિર્ણયને આવકારી રહ્યા છે. સાથે, દર્દીઓની સારવાર માટે સારો નિર્ણય ગણાવી રહ્યા છે. પરંતુ, બીજી તરફ નિષ્ણાંત ડોક્ટરોને મોટો ડર પણ લાગી રહ્યો છે કે, જે ડોક્ટરોને અનુભવ નથી, તેવો ડોક્ટરો સારવાર કરશે તો મહામારીમાં પણ વધારો થઇ શકે છે. નાના ક્લિનિક વાળા ડોક્ટરો પણ કોઇ પણ જાતના રિપોર્ટ કર્યા વગર જ સારવાર કરવાનું શરૂ કરી દેશે. આ ઉપરાંત, મોટી ખાનગી હોસ્પિટલના સંચાલકો કોરોનાના દર્દીઓની સારવાર માટે ખુલ્લી ઉધાડી લૂંટ પણ ચલાવી શકે છે.

આ પણ વાંચો: કોરોનાને નાથવા વિવિધ એસોસિએશનોએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી

લોકોએ જાતે જ સમયવાની જરૂરઃ મોના દેસાઇ

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઇની સાથે ETV ભારતની ટીમે મુલાકાત કરી હતી. જેમણે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું હતું કે, લોકોએ હવે જાતે જ સમજવાની જરૂર છે. તેમને કોરોનાના ક્યાં લક્ષણો છે અને કેવા અને ક્યાં ડોક્ટર પાસેથી સારવાર લેવી. વધુમાં તેમણે કહ્યું કે, કોરોનાની મહામારીમાં બેડની ખુબ જ અછત છે. ત્યારે, હવે લોકો અન્ય હોસ્પિટલમાં જઇને સારવાર કરાવી શકશે. આ પરિસ્થિતિમાં ઉટવેદ્ કરનારા લોકો પણ કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરશે તો મૃત્યુદરમાં મોટો વધારો થઇ શકે છે.

ઓક્સિજનની જરૂર નથી, માત્ર સારવારની જ જરૂર છે તેવા સંજોગોમાં મોટા ફાયદોઃ ડો.યોગેશ ગુપ્તા

રેડિયન્સ હોસ્પિટલના ડોકટર યોગેશ ગુપ્તાના મત પ્રમાણે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી કોરોનાની મહામારીની જે દર્દીને સારવાર જ જરૂર છે, તેવા દર્દીઓને મોટો ફાયદો થશે. જે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત નથી અને દર્દીનું ઓક્સિજન લેવલ સામાન્ય છે. આ ઉપરાંત, માત્ર તાવ કંટ્રોલમાં આવતો નથી. તેવા દર્દીઓને હવે હોસ્પિટલમાં સારવાર સહેલાઇથી મળી શકશે. પરંતુ, કોરોનાના દર્દીઓની સારવાર માટે પરમોનોલિજિસ્ટ, એમડી ફિઝિશ્યન જેવા અનુભવી ડોક્ટરો હાલ સરવાર આપી રહ્યા છે. જેની સામે હવે સામાન્ય ડોક્ટરો કે જેમને કોરોનાના દર્દીઓની સારવારનો કોઇ પણ જાતનો અનુભવ નથી, તેવા સંજોગોમાં દર્દીની પુરતી સારવાર થતી નથી.

આ પણ વાંચો: કોરોનાની સારવાર અંગે રાજકોટની શુક્લા આશર કંપનીને આયુષ મંત્રાલયએ ફટકારી નોટિસ

સામાન્ય રોગના દર્દીઓ હાલ ઓછા છેઃ ડો. યોગેશ ગુપ્તા

કોરોનાની મહામારીમાં હાલ જે રીતે અન્ય રોગના દર્દીઓ સામે આવતા હતા. તેમનું પ્રમાણ મોટા પ્રમાણમાં ઓછું થયું છે. હાલ 100માંથી માત્ર 6થી 8 દર્દીઓ જ અન્ય રોગના સામે આવી રહ્યા છે, કે જેમને હોસ્પિટલમાં દાખલ રાખવાની જરૂરિયાત હોય છે. ખાનગી હોસ્પિટલો પોતાની હોસ્પિટલમાં 2 પાર્ટમાં સુવિધા આપી શકે છે. એકમાં કોવિડના દર્દીઓ અને અન્ય ભાગમાં અન્ય રોગના દર્દીઓને સારવાર આપી શકે છે.

કોરોનાની સારવાર આપતી હોસ્પિટલ અલગ સુવિધા રાખેઃ ડો. અજય શાહ

સરકાર દ્વારા તમામ હોસ્પિટલોને કોરોનાના દર્દીઓની સારવાર માટે પરવાનગી આપવામાં આવી છે. તેવા સંજોગોમાં ડો. અજય શાહે પોતાનો મત રજૂ કરતા કહ્યું હતું કે, જે હોસ્પિટલ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આવેલી હોઇ તેવી હોસ્પિટલોમાં જો કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવશે તો કોરોનાના સંક્રમણમાં મોટો વધારો થઇ શકે છે. એક કોમ્પલેક્ષમાં હોસ્પિટલ પણ હોઇ, અને સામાન્ય ધંધાર્થીઓની દુકાનો પણ હોઇ તેવા સંજોગોમાં હોસ્પિટલમાં જવા માટે એક જ લિફટ હોઇ છે અને સીડી પણ એક જ હોઇ છે. આથી, તેવા સંજોગોમાં દર્દીના પરિવારના લોકો સામાન્ય લોકોને વધારે સંક્રમિત કરી શકે છે. આથી, ડો. અજય શાહે કહ્યું કે, જે હોસ્પિટલો અલગથી સુવિધા આપી શકતી હોઇ, જેમની હોસ્પિટલ કોમ્પલેક્ષના અલગ ભાગમાં આવેલી હોઇ તેવી હોસ્પિટલોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

ડોક્ટર્સ ETV BHARATના માધ્યમથી કરી રહ્યા છે અપીલ

કોરોનાની મહામારીમાં જે રીતે તમામ હોસ્પિટલો અને ડોક્ટર્સને સરકાર દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરવાની પરવાનગી આપી છે. ત્યારે ETV BHARATના માધ્યમથી ડૉક્ટર્સ દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે કે, જો હોસ્પિટલમાં ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા, અન્ય દર્દીઓને કોરોનાનું સંક્રમણ ન લાગે, હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરતા નિષ્ણાંત ડોક્ટર્સ, કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગથી સીડી કે લિફ્ટની વ્યવસ્થા, તેમજ જે દર્દીને કોરોના થયો હોય તેમના પરિવારના લોકો માટે અલગથી બેસવા માટેની વ્યવસ્થા હોય તો જ કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવવું જોઈએ. આથી, જો પરિવારના લોકોને પણ જો કોરોનાની અસર હોય તો અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે છે.

Last Updated : Apr 22, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.