ન્યુઝ ડેસ્ક ગણપતિના આ આઠ સ્વરૂપો (different swaroop of lord ganesha) વિશે કહેવાય છે કે, તે વ્યક્તિની દરેક પ્રકારની નબળાઈ દૂર કરી શકે છે. આ નબળાઈઓને દૂર કર્યા પછી, વ્યક્તિ તેના જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે. એવું કહેવાય છે કે, જે વ્યક્તિ આ આઠ નબળાઈઓને અંદરથી દૂર કરી દે છે, તે ભગવાનને પણ પ્રાપ્ત કરી શકે છે.
આ પણ વાંચો ગણેશ ચતુર્થી પર ઘરે કરો શાનદાર શણગાર, ભગવાન ગણેશ પણ જોઈને થઈ જશે ખુશ
ગણેશના સ્વરૂપોનું મહત્વ મુદ્ગલ પુરાણમાં ભગવાન ગણેશના તમામ સ્વરૂપોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આમાં ગણેશજીના આઠ સ્વરૂપોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મુદ્ગલ પુરાણમાં કહેવાયું છે કે, ગણપતિના આ આઠ સ્વરૂપો જુદા જુદા અસુરોનો નાશ કરવા માટે અવતર્યા હતા. તેમજ આ આઠ સ્વરૂપોની (Eight forms of Ganapati) પૂજા કરવાથી મનુષ્ય વિવિધ પ્રકારની નબળાઈઓ પર વિજય મેળવે છે. આમ કરવાથી વ્યક્તિના મનની આઠ વિકૃતિઓ દૂર થાય છે. ગણેશજીના આઠ સ્વરૂપો (forms of Ganapati) આ પ્રમાણે છે અને તેમનો મહિમા (benefits of ganesh worship) આ રીતે વર્ણવવામાં આવ્યો છે.
આ પણ વાંચો જાણો શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી
- વક્રતુંડાઃ તેમની પૂજા કરવાથી અહંકારનો નાશ થાય છે.
- એકદંત: અહંકાર સમાપ્ત થાય છે.
- મહોદર: તે મોહભંગને તોડે છે.
- ગજાનન: વ્યક્તિનો લોભ સમાપ્ત થાય છે.
- લંબોદરઃ વ્યક્તિનો ગુસ્સો સમાપ્ત થાય છે.
- વિકટ: આ સ્વરૂપની પૂજા કરવાથી કામ ભાવના નિયંત્રિત થાય છે.
- વિઘ્નરાજઃ મમતાની જાળમાંથી વ્યક્તિ બહાર આવે છે.
- ધૂમ્રવર્ણ: આ સ્વરૂપ અહંકારની ભાવનાને દૂર કરે છે.