ETV Bharat / city

શું ‘આપ’ થી ડરીને ભાજપને મુખ્યપ્રધાન બદલવા પડ્યા? - 'AAP'

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ અને ગુજરાતના છ મહાનગરપાલિકાની ચૂંટણી તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીને બેઠકો મળી, તે પછી ગુજરાતમાં ‘આપ’ ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવ્યો છે. હવે જ્યારે 2022ના ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા જ ભાજપને મુખ્યપ્રધાન બદલવા પડ્યા છે. ETV Bharatનો વિશેષ અહેવાલ… શું ‘આપ’થી ડરીને ભાજપને મુખ્યપ્રધાન બદલવા પડ્યા?

શું ‘આપ’ થી ડરીને ભાજપને મુખ્યપ્રધાન બદલવા પડ્યા?

author img

By

Published : Sep 12, 2021, 7:09 PM IST

  • આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા અટકાવવા મુખ્યપ્રધાન બદલ્યા
  • નવા મુખ્યપ્રધાનના ચહેરાને લઈને આમ આદમી સામે પડકાર ઉભો કરાશે
  • પાટીદારોની એકતા ખૂબ મહત્વની રહેશે

અમદાવાદ- ગુજરાતમાં રાજકીય હલચલ તેજ થઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે અને નવા ચહેરામાં ગાંધીનગર લોકસભા વિસ્તારના અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવ્યા છે અને તે નવા ચેહરાના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો ટાર્ગેટ છે કે, 182માંથી 182 બેઠકો જીતવાનો. આમ આદમી પાર્ટી વિધાનસભામાં ન આવે તે માટે ભાજપ સ્ટ્રેટેજી નક્કી કરીને રૂપાણીનું રાજીનામુ લઈ લીધું છે અને આમ આદમીમાં ગયેલા પાટીદારોને પાછા લાવવાનું ગણિત હોય તેવું હાલ તો ફલિત થઈ રહ્યું છે.

સુરત કોર્પોરેશનમાં જીત મેળવ્યા પછી ‘આપ’ જોશમાં છે

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના 17 કોર્પોરેટરો જીતીને આવ્યા, ત્યાર પછી આમ આદમી પાર્ટીમાં જોશ આવી ગયો છે. તે પછી મહેશ સવાણી, પત્રકાર ઈશુદાન ગઢવી, પ્રવિણ રામ, સાગર રબારી જેવા અનેક મોટા માથા આમ આદમીમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું અવિરત ચાલુ જ છે. આમ આદમી પાર્ટીએ જન સંવેદના યાત્રા કરી અને ભારે સફળતા મળી છે તેમજ હવે ધરતીપુત્ર સન્માન યાત્રા શરૂ કરી છે અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સીધી નજર ગુજરાત પર છે. કેજરીવાલ અને મનીશ સિસોદિયા સહિત અનેક નેતા ગુજરાત આવી રહ્યા છે અને તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સ્ટ્રેટેજી ઘડી રહ્યા છે.

મોટી સંખ્યામાં લોકો ‘આપ’માં જોડાઈ રહ્યા છે

આમ આદમી પાર્ટી ભાજપ સરકારના વિવાદાસ્પદ નિર્ણયો અને ગુજરાતની ભાજપ સરકારની કામગીરીની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ લઈ જઈ રહી છે અને પ્રજાને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ ઉભો થયો છે. ભષ્ટ્રાચાર મુક્ત અને સ્વચ્છ શાસન આમ આદમી પાર્ટી આપશે. ગામેગામથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જન સંવેદના યાત્રામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જો કે, હજુ સુધી ભાજપે આ અંગે તેમની જાહેરસભામાં કોઈપણ રીતે ટીકા કરી નથી પણ આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે, તેનો રીપોર્ટ ભાજપ મોવડીમંડળ સુધી પહોંચ્યો હોવો જોઈએ.

પાટીદારોનો જ એક્કો સર થયો

આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાને રોકવા માટે ભાજપે મુખ્યપ્રધાનનો ચહેરો બદલ્યો હોઈ શકે છે. બીજુ કેટલાક પાટીદારો આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલને બનાવ્યા, મુખ્યપ્રધાન જૈન સમાજના વિજય રૂપાણીને બનાવ્યા. આમ જોઈને પાટીદારોએ ભાજપ તરફથી મ્હો ફેરવી લીધું છે. જે રીપોર્ટ દિલ્હી ભાજપ મોવડીમંડળ સુધી પહોંચ્યો છે, સંઘ દ્વારા પણ એક સર્વે કરાયો હતો, જેમાં નેતૃત્વ બદલવાની વાત કહેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

સોનાની થાળીમાં લોઢાની મેખઃ પાટીલ

છ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ પછી અમદાવાદના ખાનપુર શહેર ભાજપ કાર્યલય ખાતે વિજય સભા યોજાઈ, જે વિજય સભામાં જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે ‘કયાથી તે ઘુસી ગયું ખબર ના પડી. સોનાની થાળીમાં લોઢાની મેખ મારી છે, પણ તેનો રસ્તો કરીશું’ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને આગળ જતી રોકવા માટે ભાજપે નવો માસ્ટર સ્ટ્રોક મારીને મુખ્યપ્રધાનનો ચહેરો બદલ્યો છે.

નવા મુખ્યપ્રધાન ‘આપ’ની એન્ટ્રીને રોકી શકશે?

હવે નવા મુખ્યપ્રધાન માટે નવો પડકાર હશે કે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક બેઠકો જીતવી અને આમ આદમી પાર્ટીની એન્ટ્રીને રોકવી. ભૂપેન્દ્ર પટેલ આનંદીબહેન પટેલ જુથના છે અને કડવા પાટીદાર સમાજના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, ભૂપેન્દ્ર પટેલ સંગઠન સાથે રહીને 14 મહિનામાં શું પ્લાનિંગ કરે છે.

ભરત પંચાલ બ્યૂરો ચીફ ઈટીવી ભારત ગુજરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.