અમદાવાદ :ધંધુકા તાલુકા પંચાયતના સદસ્ય સુલેમાનભાઈ કોઠારીયાના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે ભારે વરસાદથી ખેતી પાકોનું ધોવાણ થયું છે. આ વિસ્તારમાં મુખ્ય ખેતી પાકોમાં કપાસ જુવાર અને અન્ય પાકોને નુકસાન થયું છે.ખેતીના પાકોના નુકશાની અંગે સર્વે કરી ખેડૂતોને નુકસાની અંગે વળતર આપવામાં આવે તે અંગે અમદાવાદ જિલ્લા કલેકટરને લેખિત જાણ કરવામાં આવી છે.
ધંધુકા તાલુકા પંચાયતના સદસ્ય સુલેમાનભાઈ કોઠારીયાએ અમદાવાદ જિલ્લા કલેકટરને લેખિત જાણ કરી છે. તેમજ ઉલ્લેખ કરવામાં આવ્યો કે, રાજ્ય સરકાર દ્વારા "મુખ્યમંત્રી પાક સહાય યોજના" હેઠળ જાહેર કર્યા મુજબની સહાય ચુકવવામાં આવે જેથી ખેડૂતો આ આપત્તિજનક આ સ્થિતિમાંથી બહાર નીકળી શકે.