- નવા વર્ષમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા ભક્તોની વહેલી સવારથી લાંબી કતાર
- ભગવાન જગન્નાથને 56 ભોગ ધરાવવામાં આવ્યા
- લોકોએ નવું વર્ષ સુખી, સમૃદ્ધ અને શાંતિમય નીવડે તે માટે પ્રાર્થના કરી
અમદાવાદ: શહેરના જગન્નાથ મંદિર ખાતે આજે બેસતા વર્ષે (Bestu Varas) વહેલી સવારથી જ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મંદિર દ્વાર બેસતા વર્ષના દિવસે ભગવાન જગન્નાથને 56 ભોગનો પ્રસાદ ચઢવવામાં આવે છે. ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો: કેદારનાથમાં 400 કરોડના કાર્યોના ઉદ્ઘાટન બાદ બોલ્યા PM મોદી: ઈશ્વરની કૃપાથી થયો આ વિકાસ
ભારે ભીડ થતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો
આ મામલે મંદિરના મહંત દિલીપદાસજીએ ભગવાનને નવા વાઘા પહેરાવ્યા હતા. તેમણે કહ્યું કે, સૌનું નવું વર્ષ (Bestu Varas) સારું જાય અને લોકો કોરોનાથી રાહત મેળવે તે માટે ભગવાન જગન્નાથ (Jagannath Temple) ને પ્રાર્થના કરવામાં આવી છે. ભક્તોની ભારે ભીડ થતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બને તેવી કામગીરી સાથે શુભેચ્છાઓ: CM ભૂપેન્દ્ર પટેલ
દેશમાંથી કોરોનાનું નામોનિશાન ન રહે તે માટે પણ પ્રાર્થના કરીશું: ભક્ત
ભક્તોએ કહ્યું કે, અમે નવા વર્ષની શરૂઆત ભગવાન જગન્નાથના દર્શન કરીને કરીએ છીએ. નવું વર્ષ (Bestu Varas) સુખી, સમૃદ્ધ અને શાંતિમય જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે. આ ઉપરાંત દેશમાંથી કોરોનાનું નામોનિશાન ન રહે તે માટે પણ પ્રાર્થના કરીશું.
મંદિરોમાં ભારે ભીડ થતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું
નવા વર્ષ (Bestu Varas) માં ભક્તોમાં ભગવાન જગન્નાથના (Jagannath Temple) દર્શન કરીને એક ખુશીની લાગણી જોવા મળી હતી. બીજી તરફ લોકો નવા વર્ષમાં કોરોનાને ભૂલી ગયા હોય તેવી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. કારણ કે મંદિરોમાં ભારે ભીડ થતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. આ ઉપરાંત કોઈપણ ભક્તના મોઢા પર માસ્ક પણ જોવા મળ્યા ન હતા. લોકોમાં હવે કોરોનાનો ડર જતો રહ્યોં હોય તેમ લાગી રહ્યું છે.