- શિક્ષણ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર
- સરકારી સ્કૂલોને ખુદ શિક્ષણ વિભાગના જ સર્વેમાં B-ગ્રેડ મળ્યો : મનીષ દોશી
- રાજ્યમાં શિક્ષણનું વેપારીકરણ માટે ભાજપ સરકાર સીધી જવાબદાર : મનીષ દોશી
અમદાવાદ :રાજ્યના શિક્ષણ વિભાગની નિષ્ફળતા તેમજ નિતિ-નિયમોની દિશા વિહીનતા પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુણોત્સવ 2.0માં ગુજરાતની સરકારી સ્કૂલોની ગુણવત્તાની પોલ ખૂલી છે. જેમાં A+ ગ્રેડમાં માત્ર 14 શાળાઓ અને રાજ્યની સરકારી સ્કૂલોને ખુદ શિક્ષણ વિભાગના જ સર્વેમાં B-ગ્રેડ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. જેમાં ગુણોત્સવમાં રાજ્યની કુલ 30681 પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરાયો હતો. જેમાં 53 ટકા શાળાઓમાં હાજરી જ જણાતી નથી.
ગુણોત્સવ 2.0 ના રિપોર્ટમાં સરકારી સ્કૂલોની પોલ ખુલી
વધુમાં તેમણે કહ્યું કે, સરેરાશ પરિણામ 57.84 ટકા જ આવતા B-ગ્રેડ આવ્યો છે. જ્યારે 76 ટકા શાળાઓમાં ઉપચારત્વક શિક્ષણ ન થયું અને એકેય કસોટી બાદ નબળા વિદ્યાર્થીઓની ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. 80 ટકા મૂલ્યાંકન કસોટી બાદ સુધારા માટે કાર્ય જ ન થયું. આ ઉપરાંત સરકાર શિક્ષણનું વ્યાપારીકરણ કરું રહી છે. ત્યારે ભાજપ સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે.