અમદાવાદ આજે વડાપ્રધાન મોદીનો 72ca જન્મ દિવસ છે. ત્યારે અમદાવાદ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા આજના દિવસને બેરોજગારી દિવસ તરીકે ( NSUI Workers To Celebrate Unemployment Day ) ઉજવવા નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વિરોધ કરવા ભેગા થયેલા એનએસયુઆઈ કાર્યકરોની પોલીસે અટકાયત ( Detention Of NSUI Workers ) કરી હતી. બંને સંગઠનના કાર્યકરોએ અલગ અલગ કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ પોલીસે કાર્યક્રમ થવા જ ન દીધો.
પીએમ મોદીના જન્મદિવસની NSUI દ્વારા ઉજવણી એલ.જી હોસ્પિટલ પાસે NSUI દ્વારા બેરોજગારી દિવસની ઉજવણી ( NSUI Workers To Celebrate Unemployment Day ) કરવા માટે NSUIના કાર્યકરો ભેગા થઈ રહ્યા હતાં અને કાર્યક્રમ કરીને વિરોધ કરવાના હતાં. પરંતુ પોલીસે તે અગાઉ જ અટકાયત કરી દીધી હતી. બીજી તરફ યુથ કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર પાસે બેરોજગારી દિવસ ઉજવવાનો કાર્યક્રમ ( Unemployment Day In Ahmedabad ) રાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પણ પોલીસે કાર્યક્રમ અગાઉ જ કાર્યકરોની અટકાયત ( Detention Of NSUI Workers ) કરી દીધી હતી.
બેરોજગાર દિવસ ઉજવવા ભેગા થયા આ અંગે યુથ કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાને લાખો નોકરીનો વાયદો કર્યો હતો. જેની સામે આજે કરોડો યુવાઓ બેરોજગાર છે. વડાપ્રધાન સુધી વાત પહોંચાડવા આજે અમે બેરોજગાર દિવસ ઉજવવા( NSUI Workers To Celebrate Unemployment Day ) ભેગા થયા હતાં.પરંતુ પોલીસે અગાઉ જ અમારી અટકાયત( Detention Of NSUI Workers ) કરી દીધી છે.