અમદાવાદઃ શહેરમાં વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ધરણાં અને આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ પ્રદેશ પ્રમુખ સહિત આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
કલેક્ટર કચેરી પાસેના બત્રીસી હોલ ખાતે કોંગ્રેસ દ્વારા ફી, યુપીમાં બનેલી દુષ્કર્મની ઘટના, ખેડૂતોના બિલ વગેરે મુદ્દા પર ધરણાં અને શાંતિપૂર્ણ આંદોલન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે માટે મંડપ પણ બાંધવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ પરવાનગી નહીં લેવાના કારણે મંડપને હટાવી દીધો હતો.
ધરણાંના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ શશીકાંત પટેલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, ગયાસુદ્દીન શેખ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ધરપકડ કરાયેલા તમામ કાર્યકરોને જબરજસ્તી પોલીસની ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા.જે પણ અટકાયત કરવામાં આવી છે.