ETV Bharat / city

ઉત્તરાયણના તહેવારને લઈને નાયબ મુખ્યપ્રધાનનું નિવેદનઃ 50 લોકોને એકઠા થવાની મંજૂરી મળશે નહીં - ઉત્તરાયણને લઈ નીતિન પટેલનું નિવેદન

ઉત્તરાયણના તહેવારને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઉતરાયણમાં 40થી 50 લોકો એક જગ્યા પર એકઠા થશે તે બાબતે કોઈ પણ મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ જણાવ્યું કે, ઉત્તરાયણમાં કઈ રીતે પતંગ ચગાવવી અને ધાબા પર કેટલા લોકો એકઠા થઇ શકશે તે બાબતે કોર ગ્રુપમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે જાહેરાત કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે વધારે લોકો એકઠા ન થવા નીતિન પટેલે જણાવ્યું છે.

નાયબ મુખ્યપ્રધાન
નાયબ મુખ્યપ્રધાન
author img

By

Published : Jan 3, 2021, 9:54 PM IST

Updated : Jan 3, 2021, 10:16 PM IST

  • ઉત્તરાયણના તહેવારને લઈ નીતિન પટેલનુ ખાસ નિવેદન
  • રાજ્ય સરકાર તૈયાર કરી રહી છે ગાઈડલાઈન
  • 50 લોકોને એકઠા થવાની મંજૂરી મળશે નહીં

અમદાવાદઃ આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે તહેવારને લઈ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મીડિયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, લોકો પોતાના ઘર ઉપર, પોતાના ધાબા પરથી કે, પછી પોળોના છાપરા પરથી પતંગ કેવી રીતે ઉડાવી શકે, કેટલા લોકો એકઠા થઇ શકે, વધારે લોકો એકઠા ન થાય કોરોના સંક્રમણ વધે નહીં તે બાબતે શું માર્ગદર્શન આપવું તે અંગે ટૂંક સમયમાં અમે કોર ગ્રુપમાં નિર્ણય કરીશું.

પરિવારના લોકો સાથે ધાબા પર પતંગ ઉડાવી શકસે

વધુમાં જણાવ્યું કે, આ બાબતે જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. વધારે લોકો એકઠા ન થાય પરિવારના પાંચ લોકો કે, જે એકસાથે રહેતા હોય અને એક જ રસોડામાં જમતાં હોય એ બધા ધાબાની અગાસી પર જઈને પતંગ ઉડાવે તો વાંધો નહીં. આ બાબતે અમે વિચારણા કરી રહ્યા છીએ પરંતુ એક ધાબામાં આખી સોસાયટીના 50 લોકો એકઠા થઇ જાય તે પ્રમાણેની મંજૂરી આપવામાં આવશે નહીં.

ઉત્તરાયણને લઈને ગાઈડલાઇન બહાર પડાશે

મહત્વનું છે કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું, પરંતુ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની કામગીરીને કારણે ગુજરાતમાં ધીમે-ધીમે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં આવનારા ઉત્તરાયણના તહેવારને લઈને ફરીથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાનું સંક્રમણ વધતાં લગ્ન પ્રસંગમાં પણ લોકોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો. લગ્ન પ્રસંગમાં 100 લોકોને જ એકઠા થવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે હવે ઉત્તરાયણને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઇન બહાર પાડવામાં આવશે.

મોટાભાગે ઉત્તરાયણના તહેવારમાં ત્રણથી ચાર પરિવારો એક સાથે પતંગ ચગવતા હોય છે

ઉલ્લેખનિય છે કે, ઉત્તરાયણના તહેવારમાં ત્રણથી ચાર પરિવારો મોટાભાગે એક જગ્યા પર એકઠા થઈને પતંગ ચગાવી તહેવારની મજા લેતા હોય છે. આ ઉપરાંત સોસાયટીમાં એક જ ધાબા પર 40થી 50 લોકો એકઠા થઈને પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ વર્ષે આ પ્રકારે ગુજરાતમાં લોકો ઉત્તરાયણની ઉજવણી કરી શકશે નહીં. માત્ર પરિવારના લોકો સાથે રહીને ઉતરાયણની ઉજવણી કરે તેમ નીતિન પટેલે જણાવ્યું છે.

ઉત્તરાયણના તહેવારને લઈને નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન

Last Updated : Jan 3, 2021, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.