- યુ.એન.મહેતા હોસ્પિટલમાં યોજાઈ રીવ્યુ બેઠક
- નવા વર્ષના દિવસે નાયબ મુખ્યપ્રધાને યોજી બેઠક
- વધતા કોરોનાના કેસોને લઈને ચર્ચા થઇ
અમદાવાદ: કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે. જેને પગલે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓ અને ડોકટર સાથે રીવ્યુ બેઠક યોજી હતી.
નીતિન પટેલ તાત્કાલિક પહોંચ્યા યુ.એન.મહેતા હોસ્પિટલ
શહેરમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. જેના કારણે સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલના વૉર્ડ ખોલવાની ફરજ પડી છે. તાત્કાલિક નાયબ મુખ્ય પ્રધાન નવા વર્ષના દિવસે જ રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા.
નીતિન પટેલે રીવ્યુ બેઠક યોજી
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં રાજ્યના હેલ્થ કમિશનર, આરોગ્ય સચિવ, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ, યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર તથા સિવિલ હોસ્પિટલના અન્ય સીનિયર ડોક્ટર પણ હાજર રહ્યા હતા.
બેઠકમાં કોરોના મુદ્દે ચર્ચા
રીવ્યુ બેઠકમાં નીતિન પટેલ અને ડોક્ટર વચ્ચે હાલમાં કોરોનાની જે કપરી સ્થિતિ ફરી ઉભી થઇ છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ 1200 કેસ આવતા હતા જે ઘટીને 800 થયા હતા. જે ફરીથી વધીને 1200 પર પહોંચ્યા છે. તેને લઈને ચર્ચા કરવામાં આવી. તહેવારમાં લોકો બહાર નીકળ્યા હોવાને કારણે પણ કોરોનાના કેસ વધ્યા હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું.
નીતિન પટેલની પ્રતિક્રિયા
નીતિન પટેલે જણાવ્યું હતું કે, સ્થિતિ સામાન્ય નથી છતાં ફરીથી લોકડાઉન લાવવા અંગે કોઈ વિચારણા નથી. કેસ વધી રહ્યા છે તો વ્યવસ્થા વધારવામાં આવશે. જે વિસ્તારમાં કેસ વધશે તે વિસ્તારમાં સાવચેતી જાળવવી પડશે. સોશિયલ મીડિયામાં લોકડાઉન અંગેના મેસેજ આવે તો તેને માન્ય ના ગણવા.
શાળા કોલેજ શરૂ કરવા અંગે નીતિન પટેલનું નિવદેન
23 નવેમ્બરથી રાજ્યમાં શાળા શરૂ થવા જઈ રહી છે ત્યારે કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના પગલે નીતિન પટેલે જણાવ્યું હતું કે, શાળા કોલેજ શરૂ થશે પરંતુ તમામ વર્ગના બાળકો માટે શરૂ નહીં થાય અને કોલેજ પણ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવશે. તેમાં પણ કોરોનાથી બચવા પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.
અમદાવાદ: નવા વર્ષના દિવસે નાયબ મુખ્યપ્રધાને યુ.એન.મહેતા હોસ્પિટલમાં બેઠક યોજી - Deputy Chief Minister
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે. જેને પગલે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓ અને ડોક્ટર સાથે રીવ્યુ બેઠક યોજી હતી.
નવા વર્ષના દિવસે નાયબ મુખ્યપ્રધાને યુ.એન.મહેતા હોસ્પિટલમાં યોજી બેઠક
- યુ.એન.મહેતા હોસ્પિટલમાં યોજાઈ રીવ્યુ બેઠક
- નવા વર્ષના દિવસે નાયબ મુખ્યપ્રધાને યોજી બેઠક
- વધતા કોરોનાના કેસોને લઈને ચર્ચા થઇ
અમદાવાદ: કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે. જેને પગલે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓ અને ડોકટર સાથે રીવ્યુ બેઠક યોજી હતી.
નીતિન પટેલ તાત્કાલિક પહોંચ્યા યુ.એન.મહેતા હોસ્પિટલ
શહેરમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. જેના કારણે સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલના વૉર્ડ ખોલવાની ફરજ પડી છે. તાત્કાલિક નાયબ મુખ્ય પ્રધાન નવા વર્ષના દિવસે જ રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા.
નીતિન પટેલે રીવ્યુ બેઠક યોજી
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં રાજ્યના હેલ્થ કમિશનર, આરોગ્ય સચિવ, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ, યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર તથા સિવિલ હોસ્પિટલના અન્ય સીનિયર ડોક્ટર પણ હાજર રહ્યા હતા.
બેઠકમાં કોરોના મુદ્દે ચર્ચા
રીવ્યુ બેઠકમાં નીતિન પટેલ અને ડોક્ટર વચ્ચે હાલમાં કોરોનાની જે કપરી સ્થિતિ ફરી ઉભી થઇ છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ 1200 કેસ આવતા હતા જે ઘટીને 800 થયા હતા. જે ફરીથી વધીને 1200 પર પહોંચ્યા છે. તેને લઈને ચર્ચા કરવામાં આવી. તહેવારમાં લોકો બહાર નીકળ્યા હોવાને કારણે પણ કોરોનાના કેસ વધ્યા હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું.
નીતિન પટેલની પ્રતિક્રિયા
નીતિન પટેલે જણાવ્યું હતું કે, સ્થિતિ સામાન્ય નથી છતાં ફરીથી લોકડાઉન લાવવા અંગે કોઈ વિચારણા નથી. કેસ વધી રહ્યા છે તો વ્યવસ્થા વધારવામાં આવશે. જે વિસ્તારમાં કેસ વધશે તે વિસ્તારમાં સાવચેતી જાળવવી પડશે. સોશિયલ મીડિયામાં લોકડાઉન અંગેના મેસેજ આવે તો તેને માન્ય ના ગણવા.
શાળા કોલેજ શરૂ કરવા અંગે નીતિન પટેલનું નિવદેન
23 નવેમ્બરથી રાજ્યમાં શાળા શરૂ થવા જઈ રહી છે ત્યારે કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના પગલે નીતિન પટેલે જણાવ્યું હતું કે, શાળા કોલેજ શરૂ થશે પરંતુ તમામ વર્ગના બાળકો માટે શરૂ નહીં થાય અને કોલેજ પણ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવશે. તેમાં પણ કોરોનાથી બચવા પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.
Last Updated : Nov 16, 2020, 6:40 PM IST