ETV Bharat / city

અમદાવાદમાં ડેન્ગ્યૂ અને સ્વાઇન ફ્લૂ કેસ વધ્યાં, પાણીના 21 સેમ્પલ અનફિટ - 21 water samples unfit

અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણના કારણે અમુક વિસ્તારમાં પાણી ભરાવો થયો છે. જેના કારણે મચ્છરજન્ય કેસ સાથે પાણીજન્ય કેસોમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આજ સપ્તાહમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, ઝાડાઉલ્ટીના કેસમાં ગત સપ્તાહ કરતા બેગણી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. Dengue and swine flu cases increased in Ahmedabad , Ahmedabad 21 water samples unfit , AMC Heath Department

અમદાવાદમાં ડેન્ગ્યૂ અને સ્વાઇન ફ્લૂ કેસ વધ્યાં, પાણીના 21 સેમ્પલ અનફિટ

author img

By

Published : Sep 13, 2022, 6:26 PM IST

અમદાવાદ શહેરમાં ભારે ભફારા બાદ અચાનક છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ ભારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે મચ્છરજન્ય કેસમાં વધારો થતાં અમદાવાદ કોર્પોરેશનની ચિંતામાં વધારો થયો છે. શહેરમાં રોગચાળો ઓછું થવાનું નામ ન લેતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટીના કેસની સામે સ્વાઈન ફલૂ કેસ ( Dengue and swine flu cases increased in Ahmedabad ) સામે આવી રહ્યા છે.

રોગચાળા સામે એએમસી આરોગ્ય વિભાગની દોડધામ

10 દિવસમાં 217 કેસ ડેન્ગ્યુના શહેરમાં વરસાદ બાદ મચ્છરનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય રોગનું પ્રમાણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે. શહેરમાં સપ્ટેમ્બરના પ્રથમ 10 દિવસમાં 217 કેસ નોંધાયા છે. જેમાં માત્ર આજ સપ્તાહમાં 130 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયા 72 કેસ,ઝેરી મેંલેરિયાના 6 કેસ, ચિકનગુનિયા 14 કેસ સામે આવ્યા છે. જેના પગલે અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગ ( AMC Heath Department ) દ્વારા 10 દિવસમાં 21051 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુ માટે 1828 સેમ્પલ લેવામાં આવ્યા છે.

સ્વાઈન ફ્લૂના 142 કેસ નોંધાયા શહેરમાં સ્વાઈન ફ્લુનો કહેર ( Dengue and swine flu cases increased in Ahmedabad ) જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર 10 દિવસમાં 142 જેટલા કેસ નોંધ્યા છે. જેમાં અત્યાર સુધી સ્વાઈન ફલૂ કેસનો આંકડો 913 પહોંચ્યો છે. જે ચિંતાનો વિષય છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો ઝાડાઉલટીના 110 કેસના ધરખમ વધારા સાથે 150 કુલ કેસ સામે આવ્યા છે. જ્યારે કમળાના 78 કેસ, ટાઈફોઈડના 137 કેસ છે. જોકે રાહતની વાત તો એ છે કે અત્યાર સુધી એક પણ કેસ કોલેરાનો નોંધાયો નથી.

ફોગિંગ કામગીરી ચાલુ શહેરમાં મચ્છરજન્ય કેસમાં ( Dengue and swine flu cases increased in Ahmedabad ) વધારો ન થાય તે માટે સતત ફોગિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત બેકટેરિયોલોજીકલ તપાસ માટે 424 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી 21 જેટલા પાણીના સેમ્પલ અનફિટ ( Ahmedabad 21 water samples unfit ) આવ્યા છે. જયારે અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગ ( AMC Heath Department ) દ્વારા 4900 ક્લોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.