ETV Bharat / city

અમદાવાદઃ આગામી દિવસોમાં દરેક વોર્ડમાં દિનેશ શર્માના સમર્થનમાં યોજાનારા દેખાવાને રોકવા મનામણાં શરૂ કરાયા - Dinesh Sharma resigns

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષના નેતા પદેથી દિનેશ શર્માએ રાજીનામુ આપતાં કોંગ્રેસના કાર્યકરોથી લઈ તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેને લઈ આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

આગામી દિવસોમાં દરેક વોર્ડમાં દિનેશ શર્માના સમર્થનમાં યોજાનારા દેખાવાને રોકવા મનામણાં શરૂ કરાયા

author img

By

Published : Nov 5, 2020, 3:52 AM IST

  • મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષના નેતા પદેથી દિનેશ શર્માએ રાજીનામુ આપતાં કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી
  • આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ થાય તેવી શક્યતા
  • દિનેશ શર્માના સમર્થનમાં 6 નવેમ્બરના રોજ દેખાવો કરવામાં આવશે

અમદાવાદઃ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, તેવા સમયગાળામાં બે ધારાસભ્યોના દબાણમાં વિપક્ષના નેતાને રાજીનામાની ફરજ પડી હતી. હવે તેમના સમર્થકોએ દેખાવાની જાહેરાત કરી છે. આગામી 6 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે દરેક વોર્ડમાં દિનેશ શર્માના સમર્થનમાં દેખાવો કરવામાં આવશે અને કોંગ્રેસને નુકશાન કરનારા નેતાઓ સામે પગલાં ભરવાની માંગ કરાશે.

વિપક્ષના નેતાનો પદભાર તોફિકખાન પઠાણને સોપાયો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં વિપક્ષના નેતા પદનો મુદ્દો હાલના સંજોગોમાં પેચીદો બની ગયો છે. કોંગ્રેસના મોવડી મંડળે બે ધારાસભ્યોના દબાણમાં વિપક્ષના નેતા દિનેશ શર્મા પાસે રાજીનામુ લઈ લીધું હતું અને કાર્યકારી વિપક્ષના નેતાનો પદભાર તોફિકખાન પઠાણને સોપાયો છે.

ગણતરીના દિવસ માટે દલિત સમાજમાંથી વિપક્ષના નેતા બનાવવા માટે બે ધારાસભ્ય કરી રહ્યા છે દબાણ

માત્ર ગણતરીના દિવસ માટે દલિત સમાજમાંથી વિપક્ષના નેતા બનાવવા માટે બે ધારાસભ્યો દબાણ કરી રહ્યાં છે. પણ દલિત સમાજ તરફથી એવી માંગ ઉઠી છે કે, માત્ર ગણતરીના દિવસો માટે નેતા પદનો સ્વીકાર ત્યારે જ કરાશે જ્યારે સત્તા આવે તો અઢી વર્ષ માટે મેયરના પદનું કમિટમેન્ટ અપાશે અથવા તો પાંચ વર્ષ માટે વિપક્ષના નેતાનું કમિટમેન્ટ મોવડી મંડળ આપશે.

આગામી દિવસોમાં દરેક વોર્ડમાં દિનેશ શર્માના સમર્થનમાં યોજાનારા દેખાવાને રોકવા મનામણાં શરૂ કરાયા
આગામી દિવસોમાં દરેક વોર્ડમાં દિનેશ શર્માના સમર્થનમાં યોજાનારા દેખાવાને રોકવા મનામણાં શરૂ કરાયા

હાલમાં 47 કોર્પોરેટર પૈકી 11 કોર્પોરેટર દલિત સમાજના

દલિત સમાજના કેટલાક કોર્પોરેટરનો તર્ક છે કે, 2010થી 2015 લઘુમતી સમાજના કોર્પોરેટરને વિપક્ષના નેતા બનાવ્યા હતા. પછી 2015થી 2020 સુધી અપર કાસ્ટને નેતા પદ અપાયું હતું. ત્યારે માત્ર દલિત સમાજના કોર્પોરેટરને થોડા સમય માંટે જ કેમ વિપક્ષના નેતાનું પદ અપાઈ રહ્યું છે. હાલમાં 47 કોર્પોરેટર પૈકી 11 કોર્પોરેટર દલિત સમાજના છે. જ્યારે 18 કોર્પોરેટર લઘુમતી સમાજના છે. 2015માં કોંગ્રેસના 49 કોર્પોરેટર જીત્યા હતા, જ્યારે 1 અપક્ષ કોર્પોરેટર કોંગ્રેસમાં ભળ્યા હતા. 50 પૈકી 2 કોર્પોરેટરે કોંગ્રેસને અલવિદા કહી દીધી છે. જ્યારે 1 કોર્પોરેટરનું નિધન થયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.