ETV Bharat / city

Democracy In BJP Govt: આમ આદમી પાર્ટીનો પ્રહાર, ભાજપ લોકશાહીની હત્યા કરી રહી હોવાનો કર્યો આક્ષેપ - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ લોકશાહી (Democracy In BJP Govt)ની હત્યા કરી રહી છે તેવો આક્ષેપ કર્યો છે. તેમણે પોલીસ કોન્સ્ટેબલ નીલમ મકવાણાને સાબરમતી જેલમાં મોકલવા પર પ્રતિક્રિયા આપતા આ મહિલા કોન્સ્ટેબલને ઝાંસીની રાણી સાથે સરખાવ્યાં હતાં.

Democracy In BJP Govt: આમ આદમી પાર્ટીનો પ્રહાર, ભાજપ લોકશાહીની હત્યા કરી રહી હોવાનો કર્યો આક્ષેપ

author img

By

Published : Mar 25, 2022, 7:10 PM IST

અમદાવાદ: પોલીસ કોન્સ્ટેબલ નીલમ મકવાણા (police constable neelam makwana)ને ગ્રેડ પે (police grade pay in gujarat)મામલે આમરણ ઉપવાસ પર ઉતરતાં પહેલા જ અટકાયત બાદ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ ભાજપ લોકશાહીની (Democracy In BJP Govt) હત્યા કરી રહી છે તેવો આક્ષેપ કર્યો છે. આપના નેતા ઇસુદાન ગઢવીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Female police constable) નીલમબેન મકવાણાને હું ઝાંસીની રાણી સાથે સરખાવું છે. કેમ કે તે એક માતા છે. જેમ ઝાંસીની રાણી પણ પોતાના રાજ્યના રક્ષણ માટે પોતાના બાળક સાથે રાખીને લડ્યા હતા. તેવી રીતે નીલમબેન પણ પોતાના પોલીસ પરિવાર માટે પોતાની નોકરી જોખમમાં મૂકીને લડી રહ્યા છે.

ઇસુદાન ગઢવીએ નીલમ મકવાણાને ઝાંસીની રાણી સાથે સરખાવ્યાં.

મામલતદાર ઓફિસ જઇ FIR દાખલ કરવામાં આવી- નીલમબેન મકવાણાને આમરણ ઉપવાસ પર બેસવા માટે જગ્યા આપવામાં નહોતી આવી. તેમને ફોસલાવીને મામલતદાર ઓફિસ લઇ જવામાં આવ્યાં હતાં અને ત્યાંથી તેમના પર FIR દાખલ કરી સાબરમતી જેલ (sabarmati jail ahmedabad)માં મોકલી દેવામાં આવ્યાં હતાં. નિલમ બેને પોતે જામીન લેવાની પણ ના પાડી હતી.

આ પણ વાંચો: Gujarat Police Maha Andolan: ગ્રેડ પે મામલે મહિલા કોન્સ્ટેબલ ઉપવાસ પર ઉતરે એ પહેલાં જ અટકાયત

પહેલાં પણ ગ્રેડ પે બાબતે આંદોલન થયા છે- 5 મહિના પહેલા વિધાનસભા (Gujarat Assembly Election 2022)ના પગથિયા પર પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા પણ આંદોલન પર બેઠા હતા ત્યારે તેના સમર્થનમાં આવનારા પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અથવા બદલી કરવામાં આવી હતી. તે સમયે સરકાર દ્વારા કમિટી રચવામાં આવી હતી, જેમાં 2 મહિનામાં જવાબ આપવાની ખાતરી આપી હતી પણ આજ 5 મહિના થતા ફરીવાર ગ્રેડ પે મામલો સામે આવ્યો છે.

આ પણ વાંચો: Grade Pay Issue : ગાંધીનગરમાં આંદોલનની ચીમકી આપતા મહિલાઓની કરાઈ અટકાયત

ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ક્યાં પહોંચી છે એ જણાતું નથી- ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા (Law and order in Gujarat) ક્યાં પહોંચી છે તે જણાતું નથી. રાજ્યમાં જનતા પોતાના હક માટે લડી શકતી નથી. આંદોલન કરવામાં આવે તો અટકાયત કરવામાં આવે છે. મહિલાને લાફો મારે તો તેની સામે ફરિયાદ થવી જોઈએ પણ તે ફરિયાદ થતી નથી. સરકાર પોલીસવાળાને આગળ કરીને પોલીસને જ પકડાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.