● આ દિવાળીમાં વધુ મીઠાઈ વેચાણની કંદોઇઓને આશા
● ગયા વર્ષે કોરોનાને લઈને મીઠાઇનું માર્કેટ રહ્યું હતું મંદ
● આ વખતે ડ્રાયફ્રુટ મીઠાઇની માગ વધુ રહેશે
● દર વર્ષે બજારમાં 4-5 મીઠાઈની વેરાયટી આવતી હોય છે
અમદાવાદઃ ગયા વર્ષે નિરાશ થયેલા કંદોઈઓ આ વખતે મીઠાઈ માર્કેટમાં સારી ઘરાકીની આશા સેવી રહ્યાં છે. અમદાવાદના (Ahmedabad Sweets Market ) પ્રખ્યાત કંદોઈએ ETV Bharat ને જણાવ્યું હતું કે, દર વર્ષે તેઓ મીઠાઈમાં ચારથી-પાંચ નવી વેરાયટી લાવતા હોય છે. આ વર્ષે પણ તેવી જ રીતે વેરાયટી બનાવવામાં આવી છે. આ વર્ષે કોરોના મહામારીની અસર જોતાં ઇમ્યુનિટી બૂસ્ટર મીઠાઈ (Immunity Booster Sweets) ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં 'ડ્રાયફ્રુટ બાળ' નામની મીઠાઇ બનાવવામાં આવી છે. આ મીઠાઈના દરરોજ એક કે બે ટુકડા લેવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. જે સારી ઇમ્યુનિટી પૂરી પાડે છે.
આ વર્ષે મીઠાઈના ભાવમાં 10-12 ટકાનો વધારો
ડીઝલ અને પેટ્રોલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો છે. અફઘાનિસ્તાન અને ઇરાનના ડ્રગ્સ મામલે સપ્લાયના કારણે સખ્તી છે જેથી ત્યાંથી સૂકા મેવાનો સપ્લાય ઓછો થતા મીઠાઈના ભાવમાં 10 થી 12 ટકા ભાવ વધારો (Price hike in sweets ) જોવા મળી રહ્યો છે. જે વેપારીઓએ ડ્રાયફ્રુટ સહિતનો કાચોમાલ કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યો હતો તેનો સપ્લાય છે. ઉપરાંત લોકલ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી પણ પુરવઠો આવી રહ્યો છે. જેમાંથી અત્યારે મીઠાઈઓ બની રહી છે. જો રિટેલ માર્કેટમાં ડ્રાયફ્રુટના ભાવની વાત કરીએ તો કાજુ 700-1000 રૂપિયા કિલો, બદામ 800-1200 રૂપિયા કિલો ,સૂકી દ્રાક્ષ 320-400 રૂપિયા કિલો, અખરોટ 800 થી 1200 રૂપિયા કિલો, પીસ્તા 1000 હજાર રૂપિયા કિલો અને માવો 440 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યો છે.
કોર્પોરેટ ઓર્ડર વહેલા બૂક થયા
સામાન્ય રીતે દિવાળીમાં કંદોઈઓને કોર્પોરેટ ઓર્ડર વધુ મળતા હોય છે. ત્યારે આ વર્ષે કોર્પોરેટ ઓર્ડર્સ પહેલેથી જ બૂક થઇ ચુક્યાં છે. જેથી કર્મચારીઓને વહેલા ગિફ્ટ આપી શકાય. જેનો હેતુ દિવાળીમાં છેલ્લા સમયે ભીડ થાય નહીં અને મહામારીમાં લોકો ભેગા થાય નહીં, તેવો છે.
શું છે બજારમાં ડ્રાયફ્રુટ મીઠાઈના ભાવ ?
જો આ વખતે મીઠાઈઓમાં (Immunity Booster Sweets) વેરાયટીની વાત કરવામાં આવે તો રોજ આલ્પાઇન, કેસ્યુ મોકા બોલ, કેનબરી બ્લુબેરી ક્યુબ, સેફ્રોન આલમંડ જેવી મીઠાઇઓનો સમાવેશ થાય છે. જેનો ભાવ 1000 થી 1200 રૂપિયા કિલોની આસપાસ છે. આ ઉપરાંત દિવાળીમાં ખાસ કરીને ડ્રાયફ્રૂટ અને તેમાં પણ કાજુની મીઠાઇઓનું માર્કેટ વધુ હોય છે. જેમાં કેસર, અંજીર, કાજુ, પિસ્તા, સ્ટ્રોબેરી અને ડ્રાયફ્રૂટ કતરી જેવી મીઠાઇઓનો સમાવેશ થાય છે. જેનો કિલોનો 800-1000 રૂપિયા જેટલો ભાવ છે.
બજારમાં માવાની મીઠાઇઓના ભાવ
આ ઉપરાંત માવાની મીઠાઈઓમાં ડ્રાયફ્રુટ બાઈટ,(Immunity Booster Sweets) વિવિધ પ્રકારના પેંડા, વેરાઈટી હલવો, વિવિધ પ્રકારની બરફી, વગેરે 600- 700 રૂપિયા કિલોની આસપાસ છે. જ્યારે મોહનથાળ અને હલવાસન વગેરેનો 450-700 રૂપિયે કિલોની આસપાસ ભાવ છે.
આ પણ વાંચોઃ સુરતના મીઠાઈ વિક્રેતાએ બનાવી 'ગોલ્ડન ઘારી', 9 હજાર રુપિયે કિલોના ભાવે થાય છે વેચાણ
આ પણ વાંચોઃ Healthy Dessert: ચોંકશો નહીં, હંમેશા નુકસાનકારક જ નથી હોતી મીઠાઈ