અમદાવાદ: ગુજરાતમાં શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી વિવિધ પરીક્ષા પાસ થયાની સમયમર્યાદા પાંચ વર્ષ રાખવામાં આવેલી છે, પરંતુ કેન્દ્રની નવી શિક્ષણનિતી અંતર્ગત આ પ્રમાણપત્રની સમયમર્યાદા આજીવન કરવામાં આવેલી છે.
શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી (school governing body wrote letter chief minister) ગુજરાતમાં શિક્ષક બનવા માટેની વિવિધ ટેટ, ટાટ અને HMAT પરીક્ષાના પરિણામની (Demand for a lifetime of Tate Tate and Hchmet exam results) પ્રમાણપત્રની મર્યાદા આજીવન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખીને જણાવ્યું હતું કે, અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં શિક્ષણના વ્યવસાયમાં આવવા માટે ટિચીંગ લાયસન્સ જે ટાટ જેવી પરીક્ષા હોય છે, તે સમગ્ર જીવનકાળમાં ફક્ત એક જ વખત મેળવવાનું રહે છે.
નવી શિક્ષણનિતી અનુસાર 2020માં પણ ટાટ પરીક્ષાનો ઉલ્લેખ
ભારત સરકારની નવી શિક્ષણનિતી (New Education Policy of Government of India) અનુસાર 2020માં પણ ટાટ પરીક્ષાનો ઉલ્લેખ છે. 11 ફેબ્રુઆરી 2011ના પરિપત્રમાં ટાટ પ્રમાણપત્રની મુદત ફક્ત 5 વર્ષ માટે રાખવામાં આવી છે. ટાટનું પરિણામ જાહેર થાય તે તારીખથી 5 વર્ષ માટે પ્રમાણપત્ર માન્ય રહે છે. જો 5 વર્ષ દરમિયાન ઉમેદવારને ભરતીમાં તક ન મળે તો તેમને ફરીથી પરીક્ષા આપવી પડે છે અને ત્યારબાદ તેમને ભરતીમાં તક મળતી હોય છે.
સમયમર્યાદા દુર કરીને કાયમી ગણવાની જરૂરીયાત
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક કે આચાર્યની નોકરી માટે કોઈ પણ વયમર્યાદા નથી. આ તમામ બાબતોને ધ્યાને લઈને ટાટની પરીક્ષા ક્વોલિફાઈડ થનારા એટલે કે ટાટ પરીક્ષાના 50 ટકા કે વધુ મેળવનારા ઉમેદવારો માટે પ્રમાણપત્રની સમયમર્યાદા દુર કરીને કાયમી ગણવાની જરૂરીયાત છે.
હજારો ઉમેદવારોને ફરી પરીક્ષા આપવામાંથી મુક્તિ મળી શકે
રાજ્યના શિક્ષણ વિભાગના જાહેરનામામાં ટાટ, ટેટ અને HMAT તમામ પરીક્ષાની અવધી 5 વર્ષની છે તે રદ કરીને કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગની તાજેતરની જાહેરાતની જેમ આજીવન કરવાના હુકમો કરવામાં આવે. આ નિર્ણય લેવામાં આવે તો હજારો ઉમેદવારોને ફરી પરીક્ષા આપવામાંથી મુક્તિ મળી શકે છે.
આ પણ વાંચો:
એચ ટાટ ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ શરુ કરવા કરી માગ
જિલ્લાના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત