ETV Bharat / city

રાહુલ ગાંધીના મોદી અટકના નિવેદન મામલે હાઇકોર્ટનો આદેશ, સુરત ટ્રાયલ કોર્ટમાં નવેસરથી સુનાવણી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ( Rahul Gandhi ) દ્વારા વડાપ્રધાન મોદીની અટકને લઈને કરવામાં આવેલી ટિપ્પણી સામે ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં કરેલી બદનક્ષી દાવાની અરજી સુરત કોર્ટે ફગાવતા મામલો ગુજરાત હાઈકોર્ટે ( High Court ) પહોંચ્યો હતો. જેમાં આજે મંગળવારે હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, સુરત ટ્રાયલ કોર્ટે અરજદારની અરજીની નવેસરથી સુનાવણી હાથ ધરવી પડશે.

રાહુલ ગાંધીના મોદી અટકના નિવેદન મામલે હાઇકોર્ટનો આદેશ

author img

By

Published : Aug 17, 2021, 9:02 PM IST

Updated : Aug 17, 2021, 9:41 PM IST

  • વર્ષ 2019માં મોદી અટકને લઈ રાહુલ ગાંધીના નિવેદનનો મામલો
  • રાહુલ ગાંધીના નિવેદનને લઈને ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચુકાદો
  • સુરતની ટ્રાયલ કોર્ટે ફરીથી સુનવણી કરવી પડશે

અમદાવાદ : વર્ષ 2019ની ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલરમાં રાહુલ ગાંધીના રાજકીય ભાષણમાં તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા મોદી અટક પર ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધી દ્વારા આ નિવેદન કરવામાં આવતા સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે સુરત કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સુરત કોર્ટે અરજી ગ્રાહ્ય ન રાખતા મામલો ગુજરાત હાઇકોર્ટ પાસે આવ્યો હતો, જેમાં આજે મંગળવારે ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, સુરત ટ્રાયલ કોર્ટે અરજદારની અરજી મામલે નવેસરથી સુનાવણી હાથ ધરવી પડશે અને ગુણદોષ ઉપર ચુકાદો આપવો પડશે.

આ પણ વાંચો: Rahul Gandhi એ આપેલા નિવેદન સામે બદનક્ષીનો કેસ ગુજરાત High Court પહોંચ્યો,કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

શું કહે છે એડવોકેટ પંકજ ચાપાનેરી ?

એડવોકેટ પંકજ ચાપાનેરીની ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ કરી તે અનુસંધાન કર્ણાટકના કોલાર ડિસ્ટ્રીક્ટમાં ઇલેક્શન ઓફિસરને સમન્સ કાઢવા બાબતની અરજી રદ કરતા હુકમની સામે હાઇકોર્ટમાં કરેલી સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન બાબતે આજરોજ મંગળવારે હાઈકોર્ટે ચુકાદો જાહેર કરી આ અરજીની સુનાવણી ફરીથી કરવા ટ્રાયલ કોર્ટને નિર્દેશ કર્યો હતો. આ ઉપરાંત, આ અરજી ગુણદોષ ઉપર નક્કી થયેલી હોય તેવું જણાતું નથી એ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે અનવર પીવી અને અર્જુન પંડિત કેસોમાં જે માપદંડ ઠરાવેલા છે તે ઇલેક્ટ્રોનિક એવિડન્સને ગ્રાહ્ય રાખવા બાબતે તેને ધ્યાનમાં રાખી પક્ષકારોને ફરીથી નવેસર સાંભળી અને નિર્ણય કરવા બાબતે નીચેની અદાલતને રિમાન્ડ કરેલી છે.

આ પણ વાંચો: મોદી સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું જ નથી - સુરત ચીફ કોર્ટમાં રાહુલ ગાંધીએ રજૂ કર્યું 4 પેજનું સ્ટેટમેન્ટ

શું છે સમગ્ર મામલો?

વર્ષ 2019 ચૂંટણીમાં દરમિયાન કર્ણાટકના કોલરમાં એક રાજનીતિક કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ નિવેદન આપી તેની મોદી અટકને લઈને ટિપ્પણી કરવામાં આવતા, સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના નિવેદન અંગે સુરતની કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને સુરતની કોર્ટે ગ્રાહ્ય ન રાખતા, મામલો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો. જે મામલે આજે મંગળવારે ચુકાદો આપતાં કોર્ટે સુરત ટ્રાયલ કોર્ટને અરજદારની અરજી નવેસરથી સુનાવણી હાથ ધરવા માટે આદેશ કર્યો હતો.

Last Updated : Aug 17, 2021, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.