ETV Bharat / city

Death penalty in Gujarat: જાણો ગુજરાતમાં અગાઉ ક્યારે અને કોને થઈ ચૂકી છે, ફાંસીની સજા... - શશિકાંત માળી રાજકોટ કેસ

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ 2008 (Ahmedabad serial bomb blast case)નો ચુકાદો આવી ગયો છે. આ કેસના 38 આરોપીઓને ફાંસીની અને 11ને આજીવન કેદની સજા થઈ છે. આ ચુકાદાને ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે અગાઉ ક્યારે અને કેટલા લોકોને ફાંસીની સજા થઈ છે? Etv ભારતનો વિશેષ અહેવાલ.

Death penalty in Gujarat: જાણો ગુજરાતમાં અગાઉ ક્યારે અને કોને થઈ ચૂકી છે, ફાંસીની સજા...

author img

By

Published : Feb 19, 2022, 8:47 PM IST

અમદાવાદ: ગુજરાતમાં ખૂબચર્ચિત ગોધરાકાંડ 2002 (godhra train burning 2002)માં થયો હતો. ગોધરાકાંડમાં 59 કારસેવકોના મોત થયા હતા. આમાં 11 આરોપીઓને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા (Death penalty in Gujarat) ફટકારી હતી અને 20 આરોપીને આજીવન કેદની સજા સંભળાવામાં આવી હતી. ત્યાર પછી હાઈકોર્ટે આ ફાંસીની સજા રદ્દ કરી હતી. બીજી તરફ અમદાવાદ-નરોડા પાટિયા હત્યા કેસ (Naroda patiya massacre Case)માં 97 લોકોનાં મોત થયાં હતા. આ કેસમાં 31 આરોપીને કસૂરવાર ઠેરવીને આજીવન કારાવાસ સહિતની સજા ફટકારી હતી.આ જ રીતે અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ (Gulbarg Society massacre)માં 69 લોકોના મોત થયાં હતા. એ કાંડમાં 24 આરોપીને જૂદી જૂદી સજા થઈ હતી.

38 આરોપીઓના ગુનાને રેરેસ્ટ ઓફ રેર ગણાવ્યો

ગાંધીનગરના અક્ષરધામ કેસમાં આરોપીને ફાંસીની સજાનો ટ્રાયલ કોર્ટે હૂકમ કર્યો હતો. એ પછી સુપ્રીમ કોર્ટે સજા રદ કરી હતી. ગોધરાકાંડ પછી અમદાવાદમાં 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad serial bomb blast case)ની ઘટના બની હતી, જે કેસ 13 વર્ષ અને 6 મહિના સિટી સિવિલની સ્પેશિયલ કોર્ટમાં ચાલ્યો હતો. જજ એ.આર.પટેલે આ કેસમાં 7015 પાનાનો ચૂકાદો આપ્યો હતો અને 38 આરોપીઓના ગુનાને રેરેસ્ટ ઓફ રેર ગણાવ્યો હતો. 26 જુલાઈ, 2008ના રોજ માત્ર 70 મિનિટમાં 20 બોમ્બબ્લાસ્ટ (Ahmedabad Bomb Blast) થયા હતા, જેમાં 56ના મોત થયા હતા.

આ પણ વાંચો: Ahmedabad Serial Blast Case: દિલ્હીથી બોમ્બ પ્લાન્ટ કરવા આવ્યા હતા ઇન્ડિયન મુઝાહિદ્દીનના 12 આતંકવાદી

32 વર્ષ પહેલા રાજકોટમાં ફાંસી અપાઈ હતી

2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટે 18 ફેબ્રુઆરી, 2022ના રોજ 38 આરોપીને ફાંસીની સજા (Death penalty In Bomb Blast Case) અને 11 લોકોને આજીવન કેદ હુકમ કર્યો હતો. જે ખુબ જ ઐતિહાસિક ચુકાદો માનવામાં આવી રહ્યો છે. ગુજરાતનો ચર્ચિત કેસ કે જેમાં રાજકોટમાં વેરાવળના શશિકાંત માળી (shashikant mali rajkot case)ને 1989માં રાજકોટની જેલમાં ફાંસી અપાઈ હતી. શશિકાંત માળીએ મજૂર સંઘનાં જાણિતા વકીલ હસુભાઈ દવેના પરિવારના 3 સભ્યોની જેમાં 2 વર્ષનું બાળક પણ હતું તેની હત્યા કરી હતી. આમ 32 વર્ષ પહેલા આ આરોપીને ફાંસી અપાઈ હતી.

આ પણ વાંચો: Ahmedabad Blast Case Judgment: આ 11 આરોપીઓને આજીવન કેદ

દેશમાં 488 આરોપીઓ ફાંસી માટે વેઈટિંગ લિસ્ટમાં

ભારતમાં જોઈએ તો છેલ્લી 2 સદીમાં 8 આરોપીને ફાંસી આપવામાં આવી છે. જેમાંથી 5 દુષ્કર્મના આરોપીઓને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે. 'ડેથ પેનલ્ટી ઈન ઈન્ડિયા 2021' (death penalty in india 2021) પ્રમાણે, છેલ્લા 6 વર્ષની અંદર અદાલતો દ્વારા વિવિધ ગુનાઓ માટે 750 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. અત્યારે દેશમા 488 આરોપીઓ વેઈટિંગ લિસ્ટમાં છે, જેમાંથી 9 ગુજરાતમાંથી અને 59 ઉત્તરપ્રદેશથી છે. ગુજરાતમા 15 આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવામાં આવી હતી.

બ્લાસ્ટ કેસમાં 8 આરોપી ભાગેડુ છે

આમ જોવા જઈએ તો અમદાવાદ 2008ના બ્લાસ્ટ કેસમાં સૌથી વધુ 38 આરોપીને ફાંસીની સજા થઈ છે, જે ઐતિહાસિક છે. જો કે આ દોષિત આરોપીઓને કોર્ટે 49 દિવસનો સમય હાઈકોર્ટમાં જવાનો આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ જ કેસમાં 8 આરોપીઓ હજી ભાગેડુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.