ETV Bharat / city

Death From Corona In Gujarat: કોરોના મૃત્યુના આંકડા પર રાજકારણ ગરમાયું, કોંગ્રેસ-AAPએ ભાજપને ઘેર્યું - ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોના વાયરસ (corona in gujarat)ના પ્રકોપના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તો હવે ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારને સહાય (corona ex gratia in gujarat) આપવાનું સુપ્રીમ કોર્ટના આદેશથી શરૂ કર્યું છે. કોરોનાથી મૃત્યુ (Death From Corona In Gujarat)ને લઇને સહાય માટે ગુજરાત સરકારના સત્તાવાર આંકડા કરતાં વધુ અરજીઓ આવતા અનેક વિસંગતતાઓ ઊભી થઇ છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ફરી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

Death From Corona In Gujarat: કોરોના મૃત્યુના આંકડા પર રાજકારણ ગરમાયું, કોંગ્રેસ-AAPએ ભાજપને ઘેર્યું

author img

By

Published : Dec 14, 2021, 10:02 PM IST

  • કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર
  • વળતર માટે 22 હજારથી વધુ અરજીઓ આવી
  • કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સામે અરજીઓ વધુ
  • કોંગ્રેસ અને આપે ભાજપ સરકાર પર લગાવ્યા 'કાવતરા'ના આરોપ

અમદાવાદ: ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે તેમને રાજ્યમાં કોવિડ-19થી મૃત્યુ (Death From Corona In Gujarat) પામેલા લોકોના સંબંધીઓ તરફથી વળતર (corona ex gratia in gujarat) માટે 22,557 અરજીઓ મળી છે, જેમાંથી રાજ્ય સરકારે 19,964 કેસોમાં ચૂકવણી મંજૂર કરી છે. મહત્વનું છે કે ગુજરાતમાં સત્તાવાર કોવિડ મૃત્યુઆંક સરકારે જાહેર કર્યા મુજબ 10,099 છે અને સુપ્રીમ કોર્ટને સુપરત કરાયેલો અહેવાલ સૂચવે છે કે 9 હજાર કરતા વધારાના દાવા કોરોના મૃત્યુઆંકમાં ઉમેરવામાં આવ્યા છે.

કોવિડ થયાના એક મહિનાની અંદર મૃત્યુ થાય તો મૃત્યુનું કારણ કોવિડ ગણવું

મોટાભાગના રાજ્યો સુપ્રીમ કોર્ટના નિર્દેશને ધ્યાનમાં રાખીને કોર્ટની વળતરની ચૂકવણીની જાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કોવિડ મોતના પીડિતોના આત્મહત્યાના કિસ્સાઓની પણ કોરોના મૃત્યુના આંકડા (Corona death numbers in gujarat)માં સામેલ કરવાની પાત્રતા ઠેરવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે કહ્યું હતું કે, કોઇપણ કારણસર મૃત્યુ થાય ત્યારે જો તે વ્યક્તિ કોવિડ (corona in gujarat)થી પીડિત હોય અથવા રોગ થયાનું નિદાન થયું હોય તેના એક મહિનાની અંદર મૃત્યુ પામે તો તેને કોવિડ મૃત્યુ તરીકે ગણવામાં આવે.

વળતર માટે હજુ વધુ દાવા થાય તેવી શક્યતાઓ

રાજ્યમાં કોરોના વળતરનો મુદ્દો વિવાદાસ્પદ રહ્યો છે. નિષ્ણાંતો માને છે કે વાયરસના પ્રકોપથી મૃત્યુ પામેલા લોકોની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે, જેના પરિણામે 50 હજારના વળતર માટે હજુ વધુ દાવાઓ થવાની ધારણા છે. ગુજરાત સરકારે કોર્ટ સમક્ષ કબૂલ્યું હતું કે, તે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ વળતર આપવાની આ યોજનાનો વ્યાપક પ્રચાર કરી રહ્યા છે, જેના કારણે દાવાની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી - અરજદાર

એડવોકેટ પ્રાંજલ કિશોરે જણાવ્યું હતું કે - ગુજરાત સરકારે કહ્યું કે, તેણે ઓલ ઇન્ડિયા રેડિયો પર આ સંદર્ભે એક જાહેરાત પ્રસારિત કરવાનું શરૂ કર્યું છે અને ટૂંક સમયમાં આ માહિતી મીડિયાના માધ્યમથી પ્રસારિત કરાશે. તેઓ ગુજરાત સરકારના covid-19 મૃત્યુ વળતર યોજના અંગેના નોટિફિકેશનને લઈને પ્રશ્ન ઉઠાવનાર અરજદાર અમિત પંચાલ વતી હાજર રહ્યા હતા. અરજદારે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે ગુજરાત સરકારે વળતર આપવા માટેના નોટિફિકેશનમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી. ત્યારબાદ સુપ્રીમે રાજ્ય સરકારને ખખડાવી નાખી હતી.

કોરોનાથી ગુજરાતમાં 2 લાખથી વધુ લોકોના મોત થયા - કોંગ્રેસ પ્રવક્તા

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા જયરાજસિંહ પરમારે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાકાળ (corona pandemic gujarat) દરમિયાન વેન્ટિલેટરનો અભાવ, ઓક્સિજન બેડની અછત, સમયસર કોરોના દર્દીઓને બેડ ન મળવાના કારણે ઓછામાં ઓછા 2 લાખ કરતાં પણ વધુ લોકોના મૃત્યુ કોરોનામાં થયા છે, પરંતુ સરકાર સત્તાવાર રીતે કોમોર્બિડ (comorbid death in gujarat) અથવા બીજા અન્ય રોગોમાં ખપાવી કોરોનાના આંકડા છુપાવી રહી હતી. ગુજરાત સરકાર પાસે કોરોના મૃત્યુ થયેલા દર્દીઓનો સાચો આંકડો નથી જે સરકારની પોતાની નિષ્ફળતા છે.

મૃત્યુનું કારણ કોરોના ન દર્શાવવું તે ગુજરાત સરકારનું સુનિયોજિત ગુનાહિત કાવતરું

તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવ (corona cases in gujarat)થયા બાદ જ દર્દી દાખલ થયો હોય તે વાત સ્વાભાવિક છે. તેનો RTPCR ટેસ્ટ સહિત અન્ય ટેસ્ટ જેમાં કોરોના પોઝિટિવ હોય ત્યારબાદ તેની ટ્રીટમેન્ટ થતી હોય અને તે દરમિયાન તેનું મૃત્યુ થયું હોય તેમ છતાં તેના મૃત્યુના કારણમાં કોરોના દર્શાવવામાં ન આવતું હોય તે બિલકુલ ગુનાહિત બેદરકારી છે. ગુજરાત સરકારની ઘોર નિષ્ફળતાઓ ખુલ્લી ન પડે તેના માટે આ સુનિયોજિત કાવતરું કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ન્યાય યાત્રા દરમિયાન ગુજરાત સરકાર સમક્ષ સ્પષ્ટ 4 માંગણીઓ મૂકી હતી. જો કે હવે સવાલ ઉપસ્થિત એ થયો છે કે સ્મશાનના આંકડા મેળવીએ તો પણ વિસંગતતા આવી રહી છે.

કોરોનાથી કેટલા મૃત્યુ થયાં તે આંકડા નથી, પરંતુ કેટલા દીવા પ્રગટ્યા તેના આંકડા છે

જયરાજ સિંહ પરમારે જણાવ્યું કે, કોરોનામાં કેટલા લોકોના મૃત્યુ થયા તેના આંકડા નથી, પરંતુ દીવા કેટલા પ્રગટાવ્યા તેના આંકડા રહેલા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલી વખત પોતાના કપડા બદલે છે તેના આંકડા ગુજરાત સરકાર પાસે છે. સહાય ચૂકવવાની આ વાત આવે છે ત્યારે ગુજરાત સરકાર શા માટે ઢોંગ કરી રહી છે? નામદાર સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે તેમની ટકોર થયા બાદ ગુજરાત સરકારે સહાય ચૂકવવાની શરૂઆત કરી છે. જો કે ગુજરાત સરકારનો વહીવટ ખાડે ગયો છે અને તેના કારણે સંપૂર્ણ કેબિનેટ પણ બદલી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જે ફટકાર લગાવી છે કે ખૂબ જ યોગ્ય ગણવામાં આવી રહી છે.

પોતાની સરકાર બચાવવા લોકોના મૃત્યુ થવા દીધા, ભાજપ સરકાર પાપની ભાગીદાર - આપ

ગુજરાત આમ આદમી પાર્ટીમાં નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનામાં એકપણ વ્યક્તિનું ઓક્સિજનના અભાવે (oxygen crises in gujarat) મૃત્યુ થયું નથી અને મૃત્યુ માત્ર હજારોની સંખ્યામાં છે. જેની જાણ આમ આદમી પાર્ટીને ખબર પડી ત્યારે 2 મહિના સુધી જન સંવેદના યાત્રા શરૂ કરી અને તેમાં તમામ પ્રદેશના નેતાઓ એક જિલ્લામાં 2 દિવસ રહીને ટોટલ 2 મહિના સુધી ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન કેટલા લોકોના મૃત્યુ થયા છે તેનો સર્વે કર્યો હતો. સોમનાથથી શરૂ કરી અંબાજી સુધી યાત્રા પ્રથમ ફેઝમાં પૂરી થઈ હતી. તો બીજા ફેઝમાં યાત્રા ઊંઝાથી શરૂ કરીને નવસારી સુધી યોજાઇ હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટી પાસે જ લાખોની સંખ્યામાં કોરોનાથી મૃત્યુ થયેલા આંકડાઓના ફોર્મ ભરેલા છે. ભાજપ સરકારે કોરોનાના મૃત્યુ મામલે રાજકીય રોટલા શેકવા છે. ભાજપની આબરુ ન જાય તેના માટે થઈને સુનિયોજિત કાવતરું કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ અને આપ પાર્ટી બન્ને ગુજરાત વિરોધી પાર્ટીઓ, ગુજરાતનું સારું થાય તે જોઈ શકતા નથી - ભાજપ

ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું કે, ગુજરાત સરકાર સહાય માટે જે વ્યવસ્થા ગોઠવી છે તે સંપૂર્ણ રીતે પારદર્શી રીતે ગોઠવવામાં આવી છે, જેમાં કોઈપણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું હોય ત્યારે તેના પરિવારજન ઓનલાઇન અથવા ઓફલાઇન રીતે કોરોના સહાય અંગે પોતાની નોંધણી કરાવી શકે છે. ગુજરાત સરકારને આ અંગે જ્યારે વધારે અરજીઓ મળી ત્યારે તે અંગે તે તમામ પરિવારજનોને સહાયની રકમ ચૂકવી દેવામાં પણ આવી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી બેજવાબદાર નિવેદનો કરી રહી છે. લોકોમાં ગભરાટ ફેલાવાની વાત છે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના શાસિત રાજ્યોની ચિંતા કરે

તેમણે જણાવ્યું કે, રાજસ્થાન અને દિલ્હીમાં કોરોના વાયરસની જે પરિસ્થિતિ હતી તેના કરતાં ગુજરાત વહેલી તકે કોરોનામાંથી બહાર નીકળી આવ્યું છે. ગુજરાત સરકારે અદભુત કામગીરી કરી છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બોલવાનો કોઇ અધિકાર રહ્યો જ નથી. તેમના શાસિત રાજ્યોમાં લોકોને જીવવા માટે પણ ભારે પડી ગયું હતું. તેમના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. ગુજરાત સરકારે સંપૂર્ણ પારદર્શક રીતે વ્યવસ્થા ગોઠવી છે. ગુજરાત માંથી કોઈપણ કુટુંબીજન પોતાના પરિવાર જન્મથી કોવિડમાં મૃત્યુ પામનાર દર્દી માટે થઈને સહાયની અરજી પત્રક ભરે છે તેની ચકાસણી થયા બાદ તરત જ તેના ખાતામાં ગુજરાત સરકાર રકમ જમા કરાવી દેતી હોય છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા વિરોધી પાર્ટી છે, જેમાં ગુજરાતનું સારું થાય તે બાબત બંને પાર્ટીઓથી જોઈ શકાતી નથી. આ કારણે લોકોમાં ગભરાટ અને ભય ફેલાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Corona Ex Gratia In Gujarat: કોરોનાથી 10,093 લોકોના નહીં, 22 હજારના મોત! સહાયના આંકડાથી ઊઠ્યા પ્રશ્ન

આ પણ વાંચો: Patan Corona Positive couple: પાટણ જિલ્લામાં 7 મહિના બાદ કોરોનાનો પગપેસારો, સિદ્ધપુરમાં 2 કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.