- 150 બસની રેલવે સ્ટેશન પર કરાઈ વ્યવસ્થા
- પ્રવાસીઓને હાલાકી ન પડે તે માટે AMTS દ્વારા કરાઈ વ્યવસ્થા
કરફ્યૂ LIVE: અમદાવાદમાં કરફ્યૂ શરૂ, સોમવારે સવારે 6 વાગ્યે થશે પૂર્ણ - coronanews
22:19 November 20
રેલવે સ્ટેશન પર AMTS ની વિશેષ વ્યવસ્થા
21:20 November 20
અમદાવાદમાં કરફ્યૂ શરૂ
- અમદાવાદમાં કરફ્યૂને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
- બેરીકેટ ગોઠવી બંદોબસ્ત કરાયો તૈનાત
- તમામ વિસ્તારમાં કડક અમલ કરાવવાનું શરૂ
19:53 November 20
અમદાવાદમાં કરફ્યૂની અંબાજી એસ.ટી. ડેપોને અસર
- અંબાજી-અમદાવાદની બે ટ્રીપો સદંતર બંધ
- બસના 6 રૂટ ટુંકાયા, અમદાવાદ નહીં જાય બસ
- વડોદરા-સુરત રૂટની એસ.ટી. બસ બાયપાસથી જશે
18:59 November 20
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું
- આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કરફ્યૂ
- કોઈ પણ રહેવાસી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહિં
- વાહનોની અવર- જવર પર પ્રતિબંધ
- લગ્ન પર સ્થાનિક પોલીસ મંજૂરી આપી શકશે
- અંતિમ સંસ્કારમાં 20 જેટલા લોકોને પરવાનગી આપવામાં આવશે
- દૂધ વિતરણ રહેશે ચાલું
- રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી. કેબ સેવાને મંજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે
- એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી રહેશે ચાલું
- સી.એ, એ.એસ.સી, સી.એસ સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થીઓએ આઈકાર્ડ ફરજીયાત બતાવવાનો રહેશે
- ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પણ અવર જવર પર મંજૂરી
- પોલીસ કમિશ્નર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનારા વ્યક્તિ અવર-જવર કરી શકશે
- તમામ પ્રકારના માલ સામાનના પરિવર્તનની મંજૂરી
- તમામ છૂટછાંટોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમનું પાલન કરવાનું રહેશે
- પેટ્રોલિયમ, સી.એન.જી, એલ.પી.જી, પાણી, વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરૂ રહેશે
- પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરનારા સામે ગુનો દાખલ કરવામાં આવશે
18:57 November 20
પરીક્ષાઓ આપવા જનારા ઉમેદવારોએ વેલીડ પ્રવેશ પાસ અને આઈડી પ્રુફ બતાવવા ફરજિયાત
અમદાવાદમાં કરફ્યૂ દરમિયાન CA, NIC, CSIR, SSC વિગરે પરીક્ષાઓ આપવા જનાર ઉમેદવાર વેલીડ પ્રવેશ પાસ અને આઈડી પ્રુફ બતાવશે, તો તેમને પરીક્ષા સ્થળ સુધી જવા દેવાશે
18:47 November 20
અમદાવાદમાં પેટ્રોલ, ડિઝલ અને સીએનજી પંપ રહેશે ખુલ્લા
- અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણ કચેરીનો નિર્ણય
- અમદાવાદમાં કરફ્યૂમાં પેટ્રોલ, ડિઝલ અને સીએનજી પંપ ખુલ્લા રહેશે
- એલપીજી ગેસ સિલિન્ડર વિતરણની કામગીરી ચાલુ રહેશે
18:22 November 20
BRTS સેવા રહેશે શરૂ
- કરફ્યૂ દરમિયાન એરપોર્ટ સુધીની બસ સેવા શરૂ રહેશે
- BRTS સેવા રહેશે શરૂ
- કુલ 25 બસ સેવા ચાલુ રાખવાનો તંત્રનો નિણર્ય
- પ્રવાસ માટે ટિકિટ અને આઇડી પ્રૂફ જરૂરી
17:06 November 20
અમદાવાદ પોલીસ કરફ્યૂની ગાઈડલાઈનને લઈ મુંઝવણમાં
- અમદાવાદમાં આવશ્યક સેવાઓ અને છૂટછાટને લઈને પોલીસ હજુ સુધી નહીં કરી રહી સ્પષ્ટતા
- પોલીસ, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નર વચ્ચે મિટિંગ બાદ પણ સંકલનનો અભાવ જેને લઈ સામાન્ય લોકોની વધશે સમસ્યા
- ફ્લાઈટ અને ટ્રેન રાબેતા મુજબ ચાલશે પણ લોકોની અવર-જવરને લઈને નથી કોઈ સ્પષ્ટતા
- કરફ્યૂની જાહેરાત બાદ ગાઈડલાઈનને લઈને કોઈ જાહેરાત નહીં
16:44 November 20
ગોધરા એસ.ટી. વિભાગનો મહત્વનો નિર્ણય, અમદાવાદ જતી બસની ટ્રીપો કેન્સલ કરાઈ
અમદાવાદમાં કરફ્યૂના આદેશને પગલે ગોધરા એસ.ટી.વિભાગના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના વિવિધ શહેરોમાંથી અમદાવાદ જતી એસ.ટી.બસોની 128 ટ્રીપ કેન્સલ કરવામાં આવી.
13:07 November 20
જામનગરમાં નહીં લાગે રાત્રી કરફ્યૂ:કલેક્ટર
- જામનગર પ્રભારી સચિવ ઉપાધ્યાયએ યોજી પત્રકાર પરિષદ
- Covid-19 અંગે સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજી
- બેઠકમાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને કમિશ્નર રહ્યા ઉપસ્થિત
- જામનગરમાં નહિ લાગે રાત્રિ કરફ્યૂ:કલેક્ટર
13:06 November 20
સુરતમાં વધી રહેલા કોરોના સ્થિતિને લઈ બેઠક શરૂ
- સુરત પાલિકા કમિશ્નર અને પોલીસ કમિશ્નર વચ્ચે બેઠક શરૂ
- સુરતમાં વધી રહેલા કોરોના સ્થિતિને લઈ બેઠક શરૂ
- ક્યાં વિસ્તારમાં ભીડ અને બંધ કરવા જેવા વિસ્તાર તે બાબતે ચર્ચા થશે
13:05 November 20
અમદાવાદમાં માં કરફ્યુ ને લઈને વડોદરા તંત્ર એલર્ટ
- અમદાવાદમાં માં કરફ્યૂને લઈને વડોદરા તંત્ર એલર્ટ
- કોરોના સંક્રમણને લઈને વડોદરા કોર્પોરેશન તંત્રની અગમચેતીની કવાયત
- વડોદરામા હાલ સ્થિતિ નિયંત્રણમાં
- વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર પી સ્વરૂપે રિવ્યુ મિટીગ કરી.
- અગમચેતીના માગ રુપે મેડિકલ ઓફિસરોનો અભિપ્રાય માગ્યો.
- મેડીકલ ઓફીસરોના અભિપ્રાય બાદ ત્રણ દિવસ સમિક્ષા કરી રાત્રી કરફ્યૂની વિચારણા કરવામા આવશે.
13:00 November 20
ભીડ એકઠી હોવાના કારણે શ્યામલ નજીકનું ડી માર્ટ બંધ કરાયું
કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે.
અમદાવાદ મહાનગર પાલિકાના કરફ્યૂના નિર્ણયની વર્તાઇ અસર
ખરીદી માટે લોકોની ઊમટી ભીડ જામી છે.
કરફ્યૂ લાંબું ચાલવાનો લોકોને ડરના પગલે સામગ્રીનો સ્ટોક કરવા લાગ્યા છે. નાગરીકો મોલ અને કિરાનાની દુકાનોમાં લાઈન લાગ્યા છે.
12:12 November 20
અમદાવાદ એએમટીએસનો નિર્ણય
- કરફ્યૂના પગલે શહેરમાં નહી દોડે એએમટીએસ
- આજ રાત્રે ૯થી સોમવારે સવારે ૬ કલાક સુધી સેવા રહેશે બંધ
- સોમવાર થી રાત્રી દરમિયાન કફ્યુમાં પણ એએમટીએસ નહી દોડે
- સોમવારે રાત્રી ૯થી સવાર ૬ પણ નહી દોડે બસ
- સરકાર તરફ સુચના મળશે તો એરપોર્ટ અને રેલવે પર બસો સ્પેશિયલ કેસમાં મૂકાશે
11:43 November 20
અમદાવાદમાં કરફ્યૂ બાદ મુખ્યપ્રધાને પ્રથમવાર આપ્યું નિવેદન, ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની વાતને ફગાવી
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પત્ની અંજલીબેન સાથે અંબાજી ખાતે માતાજીના દર્શને આવ્યા છે. ત્યારે તેમણે અમદાવાદમાં કર્ફ્યૂ અને શાળાઓ શરૂ કરવા મુદ્દે નિવેદન આપ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે, શાળાઓ શરૂ કરવા અંગે આગામી બેઠકમાં નિર્ણય કરીશું. કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધ્યું છે. ગુજરાતમાં લોકડાઉનની અફવાને રદિયો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા સરકાર સજ્જ છે.
11:26 November 20
લોકોમાં લોકડાઉન આવવાનો ભય જોવા મળી રહ્યો
અમદાવાદમાં આજથી કરફ્યૂ નંખાયો છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી અમદાવાદ સંપૂર્ણ બંધ રહેશે.લોકોમાં લોકડાઉન આવવાનો ભય જોવા મળી રહ્યો છે. ગીતામંદિર એસટી બસ સ્ટોપ ઉપર યાત્રિકોનો ઘસારોસોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા
11:21 November 20
અમદાવાદમાં રાત્રી 9 વાગે કરફ્યુ લાગુ થશે. ત્યારે આગામી બસ સેવા અમદાવાદ માટે ચાલુ રાખવી કે કેમ
અમદાવાદમાં રાત્રી 9 વાગે કરફ્યુ લાગુ થવાનો છે. ત્યારે આગામી બસ સેવા અમદાવાદ માટે ચાલુ રાખવી કે કેમ ? તે નિર્ણય એસટી નિગમ સરકાર સાથેના પરામર્શ બાદ આજે બપોરે જાહેર કરશે.રાત્રીના 9 વાગ્યા સુધીની તમામ બસો રેગ્યુલર
11:17 November 20
અક્ષરધામ મંદિર હાલતુરંત બંધ રહેશે
સર્વ દર્શનાર્થીઓને જણાવવાનું કે, હાલમાં અમદાવાદમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધ્યુ હોવાથી તા. ૨૦ નવેમ્બર રાત્રિથી તા. ૨૩ નવેમ્બર સુધી કર્ફયૂ જાહેર થયેલ છે. આના અનુસંધાનમાં સહુની સલામતી જળવાય એ હેતુથી ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિર પણ ઉપરોક્ત દિવસો દરમ્યાન બંધ રહેશે.
11:17 November 20
અમદાવાદશહેરમાં કોરોના સંક્રમણ વધતા AMC તંત્રની લાલ આંખ
માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહીસોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મોટી કામગીરી શરૂમાસ્ક પહેર્યા વગર ફરતા વ્યક્તિના કોરોના ટેસ્ટ કરવાનું શરૂનેગેટિવ રિપોર્ટ આવતા રૂ.1000 નો દંડરિપોર્ટ પોઝિટિવ આવશે તો તુરંત હોસ્પિટલમાં દાખલ કરી દેવાશેમાસ્ક મામલે બેદરકાર રહેતા લોકો ને સીધા કરવા ખાસ કાર્યવાહી
11:09 November 20
ભીડ એકઠી હોવાના કારણે શ્યામલ નજીકનું ડી માર્ટ બંધ કરવામાં આવ્યું
અમદાવાદ મહાનગર પાલિકાના કર્ફ્યુના નિર્ણયની વર્તાઇ અસર ખરીદી માટે લોકોની ઊમટી ભીડ જામી છે.કર્ફ્યુ લાંબું ચાલવાનો લોકોને ડરના પગલે સામગ્રીનો સ્ટોક કરવા લાગ્યા નાગરીકોમોલ અને કિરાનાની દુકાનોમાં લાઈન લાગ્યા છે.જીવનજરૂરિયાતની સામગ્રી એકઠી કરવા લોકોની ભીડ
11:08 November 20
અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ જાહેર જગ્યા પર આવી શકે છે કોરોના ગ્રહણ
ગાંધીનગર - અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ જાહેર જગ્યા પર આવી શકે છે કોરોના ગ્રહણ, જાહેર પાર્ક અને બગીચા કરાઈ શકે છે બંધ, જીલ્લા વહીવટી તંત્રની રીવ્યુ બેઠકમાં થઈ ચર્ચા, પાર્ક અને બગીચામાં વધુ ભીડ થતી હોવાથી બંધ કરવાનો લેવાઈ શકે છે નિર્ણય, પ્રભારી સચિવ દ્વારા પાર્ક અને બગીચાની ભીડ મોનિટર કરવા અપાઈ સુચના, લોકોની અવરજવરના મોનિટરિંગ બાદ લેવાઈ શકે છે નિર્ણય, અક્ષરધામ મંદિર પણ 23 નવેમ્બર સુધી બંધ કરવાનો લેવાયો છે નિર્ણય.
10:45 November 20
કરફ્યૂ LIVE: અમદાવાદમાં 60 કલાક સંપૂર્ણ કરફ્યૂ રહેશે
અમદાવાદ : રાજ્ય સરકારે વધતા કોરોનાવાયરસના કેસ અને તકેદારીના ભાગરૂપે આજે એક મોટો નિર્ણય લીધો છે. શહેરમાં કોરોના સંક્રમણમાં ભયજનક વધારો થઇ રહ્યો છે અને શહેરમાં દરરોજ 200થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા કરફ્યુ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, શહેરમાં દુધ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે.અમદાવાદ શહેરમાં હવે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.