ETV Bharat / city

અમદાવાદમાં કરફ્યુ : રેલવે પ્રવાસીઓને નહીં પડે અગવડ

author img

By

Published : Nov 21, 2020, 2:19 AM IST

લોકોએ તહેવારની ઉજવણી દરમિયાન દાખવેલી બેદરકારીને કારણે શહેર તથા રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે. જે કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 60 કલાક માટે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, રેલવેના પ્રવાસીઓને તેના કારણે અગવડતા ન પડે તેની પૂરતી તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી છે.

Curfew in Ahmedabad
Curfew in Ahmedabad

  • અમદાવાદમાં કરફ્યૂને કારણે રેલવે અને એરપોર્ટના પ્રવાસીઓને નહીં થવું પડે પરેશાન
  • રેલવેના પ્રવાસીઓ માટે 17 અને એરપોર્ટ માટે 25 સ્થાનિક તંત્રની બસ ફાળવાઇ
  • ટિકિટ અને ઓળખપત્ર બતવીને ગંતવ્ય સ્થાને જઇ શકશે પ્રવાસીઓ

અમદાવાદ : દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદીઓએ કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું હતું. તંત્ર પણ આ ગાઇડલાઇનનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યુ છે. જે પરિણામે ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો આભાવ, માસ્ક ન પહેંરવું, પાન-માવા ખાઈને જ્યાં-ત્યાં થૂંકવાની આદત વગેરે કારણોસર અમદાવાદમાં કોરોના સંક્રમણમાં ભયજનક વધારો થઇ રહ્યો છે.

રેલવે પ્રવાસીઓને નહીં પડે અગવડ

અમદાવાદમાં શુક્રવારે 305 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

20 નવેમ્બરના રોજ અમદાવાદમાં કોરોના વાઇરસના કુલ 305 પોઝિટિવ કેસ નોંધાયા છે. પરિણામે તંત્ર દ્વારા અમદાવાદમાં કરફ્યૂ જાહેર કરવાની ફરજ પડી છે. અમદાવાદમાં 20 નવેમ્બરની રાત્રીના 09 કલાકથી લઈને 23 નવેમ્બર સવારના 06 કલાક સુધી શહેરમાં કરફ્યૂ રહેશે. આ ઉપરાંત ગુજરાતના અન્ય મોટા શહેરો જેમ કે બરોડા, સુરત અને રાજકોટમાં પણ કેસની સંખ્યા વધતા ત્યાં પણ રાત્રે કરફ્યૂ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સ્થાનિક પરિવહન બંધ, રેલવે અને એરપોર્ટ ચાલુ

અમદાવાદમાં બે દિવસીય કરફ્યૂ દરમિયાન સ્થાનિક જાહેર પરિવહન પણ બંધ છે. જોકે, રેલવે અને એરપોર્ટના પ્રવાસીને આ કરફ્યૂના લીધે તકલીફ પડશે નહીં. પ્રવાસીઓને પોતાની ટિકિટ અને ઓળખપત્ર બતાવીને રેલવે સ્ટેશન પર પહોંચી શકશે. આ ઉપરાંત બહારગામથી આવતા પ્રવાસીઓ પણ ઓળખપત્ર અને રેલવે ટિકિટ બતાવીને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.

ટેક્ષી સેવા પણ ચાલુ રહેશે

આ માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની 17 બસ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન માટે ફાળવવામાં આવી છે. જ્યારે એરપોર્ટ માટે BRTSની 25 બસ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ટેક્સી સેવા પણ ઉપલબ્ધ રહેશે.

અમદાવાદ રેલવે સ્ટેશને જોવા મળી ભીડ

કાલુપુર રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી હતી અને સોશિયલ ડિસ્ટન્સનો પણ તદ્દન અભાવ હતો, પરંતુ અત્યારે ફક્ત રિઝર્વેશનના આધારે ટિકિટનું બુકિંગ થઇ રહ્યું છે. એટલે કે, રિઝર્વ બુકિંગવાળા જ મુસાફરો આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.