- અમદાવાદમાં આજથી કરફ્યૂ અમલ પૂર્ણ
- રોજિંદા પ્રવાસીઓએ જાહેર પરિવહન ટાળ્યું
- બીઆરટીએસમાં જોવા મળ્યાં ઓછાં લોકો
અમદાવાદઃ અમદાવાદમાં આજથી કરફ્યૂ અમલ પૂર્ણ થતાં લોકો ફરી સામાન્ય રીતે પોતાનું રોજીંદુ કામ પૂર્ણ કરી રહ્યાં છે. તો બીજી તરફ જે રીતે કોરોના મહામારી પહેલાં લોકો BRTS અને AMTS સર્વિસનો ઉપયોગ કરતા હતાં. પરંતુ. કોરોના મહામારીએ લોકોમાં ડર પેદા કર્યા છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ઘટાડો નોંધાયો છે.
- AMTS અને BRTSને થઈ રહ્યું છે 40 ટકા નુકસાન
કોરોના કાળ પહેલાં જે એમટીએસ અને બીઆરટીએસ બસો ભરપૂર કમાણી કરતી હતી. તે જ તંત્ર હાલ નુકશાની ભોગવી રહ્યું છે. બીઆરટીએસની દૈનિક આવક 18 લાખથી વધુ હતી તેની જગ્યાએ BRTSની હાલની આવક 8 લાખ પર પહોંચી છે એટલે કે ઘટાડો થયો છે. મહત્વનું છે કે BRTS અને AMTS કોર્પોરેશનની આવકનું મુખ્ય સ્ત્રોત ગણાય છે ત્યારે કોરોનાના કારણે આ સ્ત્રોત પર અસર પડી હોય તેવું દેખાઈ રહ્યું છે.
સંક્રમણ અટકાવવા રખાય છે તકેદારી
મહત્વનું છે કે તંત્ર દ્વારા હાલ બસોની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને શહેરીજનોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રહે તે માટે દરરોજ પ્રવાસીઓને ટેમ્પરેચર ચેક કરી અને સેનેટાઇઝ કરીને અંદર આવવા દેવામાં આવે છે. જેના લીધે અન્ય પ્રવાસીઓમાં કોરોના સંક્રમણ થતું અટકે.