ગુજરાત ACBએ પોલીસ પકડથી નાસતા ફરતા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 10 જેટલા અધિકારીઓ વિરુદ્ધ CRPC- 70 મુજબનું વોરન્ટ ઈશ્યુ કરી દીધું છે. જ્યારે બાકીના 26 અધિકારીઓ વિરુદ્ધ CRPC-70 મુજબનું વોરન્ટ બજાવવાની કામગીરી હાથ ધરી છે. આ નાસતા ફરતા આરોપીઓમાં 5 જેટલા હાઈપ્રોફાઈલ કેસના અધિકારીઓ પણ છે. જેમાંથી એક DYSP જે.એમ ભરવાડ પણ છે.
શું છે CRPC કલમ-70?
CRPC-70 મુજબનું વોરન્ટ ખાસ સરકારી અધિકારીઓ માટેનું જ નીકાળવામાં આવે છે. જેમાં નાસતા-ફરતા આરોપીઓને પોલીસ દ્વારા શોધખોળ ચાલી હોય ત્યારે કોઈ પણ જિલ્લાની પોલીસે આરોપીને તેમની હદના વિસ્તારમાંથી ધરપકડ કરી શકે છે.