- ભદ્ર વિસ્તારમાં દિવાળી જેવી ભીડ
- પોલીસ પેટ્રોલિંગ વચચે લોકોની બેદરકારી
- તંત્રના આંખ આડા કાન
અમદાવાદ : ઘણાં દિવસો બાદ કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળતાં ફરી લોકોએ દિવાળી જેવી ભીડ એકત્ર કરી હતી. જેને લઈને ભદ્ર પાસે પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે અને જે લોકો નિયમો ભંગ કરતા હોય તેવા લોકોને દંડ પણ ફટકારવામાં આવે છે. ભદ્ર વિસ્તારમાં કોરોનાની વેવનો અનુભવ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ પેટ્રોલિંગને કોરોનાની ગાઈડ લાઈન અને જાહેરનામાનું પાલન થાય તે માટે જણાવ્યું હતું કે, શહેરના ઢાલગરવાડ સહિતના વિસ્તારોમાં જાહેરનામા ભંગના 20થી 25 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, પરંતુ લોકોની ખાસ્સી અવરજવર જોવા મળી હતી.
આ પણ વાંચો : વડોદરામાં રાત્રી કરફ્યૂ દરમિયાન કારેલીબાગમાં ચાલતા પિઝા પાર્લર પર લોકોની ભીડ
અમદાવાદમાં હજુ પણ બે હજારથી વધુ કેસ
કારંજ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરની અંતરમાં જ આવેલી દુકાનોમાં ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે દુકાન આમ તો બંધ દેખાતી હતી, પરંતુ બહાર એક માણસ ઊભો રહે છે. જે ગ્રાહકોને કપડાં લેવા હોય તો દુકાન ખોલી અંદર પ્રવેશ પણ અપાવે છે. પોલીસ સ્ટેશનની નજીકમાં જ જાહેરનામાનો ભંગ થતો હોવા છતાં પણ પોલીસ આંખ આડા કાન કરી રહી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા. કારણ કે જે રીતે કોરોનાના કેસ અમદાવાદમાં હજુ પણ બે હજારથી વધુ નોંધાયેલા છે, ત્યારે માસ્ક વગર પણ લોકો બજારમાં ફરતા જોવા મળ્યા હતા, પરંતુ પોલીસ કોરોનાની ગંભીરતા સમજી લોકો પાસે ક્યારે પાલન કરાવે છે તે જાણવું મહત્વનું રહેશે.