ગાંધીનગર કેન્દ્રીય ચૂંટણી પંચ ( Central Election Commission ) તાજેતરમાં બે દિવસ ગુજરાત પ્રવાસે આવીને ગયું છે અને તમામ રાજકીય પક્ષો, કલેક્ટર, પોલીસ અધિકારીઓને સાંભળ્યા હતાં. ત્યાર પછી ચૂંટણી પંચે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માં ઉમેદવારે ઓછામાં ઓછા ત્રણ વાર ( Criminal Record in Election ) પોતાના ગુના અંગે જાહેરાત કરવી પડશે. આ માહિતી KYC એપ્લિકેશન પર પ્રાપ્ય રહેશે. તેમજ રાજકીય પક્ષોએ પણ જાહેરાત આપવી પડશે કે આ વિધાનસભાની બેઠક પર તેમણે ગુનાહિત ઈતિહાસ ધરાવતો ઉમેદવાર ( Criminal candidates) નક્કી કર્યો છે.
ગુનાહિત ઈતિહાસ છતાં પ્રજા મત આપે છે ચૂંટણી પંચની જોગવાઈ મુજબ ઉમેદવારોએ અને રાજકીય પક્ષોએ ક્રિમિનલ કેસની જાહેરાત ( Criminal Record in Election )આપવી પડશે. પણ સામે 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગુનાહિત ઉમેદવારોને પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા હતાં અને ચૂંટણીમાં જીતાડ્યા પણ હતાં.
એડીઆરનો રીપોર્ટ શું કહે છે એડીઆરના રીપોર્ટ અનુસાર આપણે વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની 2012માં ચૂંટણી યોજાઈ હતી. તેમાં કુલ 1666 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને તેમાંથી 1660 ઉમેદવારોનું એનાલીસીસ ( Criminal Record in Election ) કરાયું હતું. તેમાંથી 287 ઉમેદવારોએ ક્રાઈમ કેસ હોવાની જાહેરાત કરી હતી, અને તેમાંય 126 ઉમેદવારો પર ગંભીર ક્રાઈમ કેસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જે કુલ ઉમેદાવોરીની સંખ્યાને જોતા 8 ટકા ગંભીર ગુનાનો કેસ દાખલ હોય તેવા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતાં.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં 154 ઉમેદવારો પર ગંભીર ગુના હતાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ( Gujarat Assembly Election 2017 )ની વાત કરીએ તો કુલ 1826 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતાં. તેમાંથી 1815 ઉમેદવારોનું વિશ્લેષણ થયું હતું. કુલ 253 ઉમેદવારોએ ક્રિમનલ કેસ હોવાની વાત જાહેર કરી હતી અને તેમાં 154 ઉમેદવારો પર ગંભીર પ્રકારના ગુના હોવાની વાત કરી છે. જે કુલ ઉમેદવારના 8 ટકા થવા જાય છે.
2012માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પર ક્રિમિનલ કેસ રાજકીય પક્ષોની દ્રષ્ટિએ જોઈએ તો 2012માં ( Gujarat Assembly Election 2012 ) ભાજપના કુલ 181 ઉમેદવારોમાંથી 49 ઉમેદવારોએ ક્રિમિનલ કેસની વિગત જાહેર કરી હતી અને 25 ઉમેદવારો પર ગંભીર ગુનો નોંધાયલ હતો. જે કુલ ઉમેદવારોની સામે 14 ટકા થવા જાય છે. 2012માં ભાજપ સામે કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં હતી ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કુલ 176 ઉમેદવારોમાંથી 57 ઉમેદવારોએ ક્રિમિનલ કેસ હોવાની જાહેરાત કરી હતી અને 22 ઉમેદવારો પર ગંભીર પ્રકારના ગુનાના ( Criminal Record in Election ) કેસ છે. જે કુલ ઉમદવારોના 13 ટકા થવા જાય છે.
2017માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પર ક્રાઈમ કેસ તેવી જ રીતે 2017ની વિધાનસભાની ચૂંટણીની ( Gujarat Assembly Election 2017 ) વાત કરીએ તો ભાજપના 181 ઉમેદવારોમાંથી 46 ઉમેદવારોએ ક્રાઈમ કેસ હોવાથી વાત જાહેર કરી હતી અને 26 ઉમેદવારો પર ગંભીર ક્રાઈમ કેસ નોંધાયેલા ( Criminal Record in Election ) છે. જે 14 ટકા છે. કોંગ્રેસના 176 ઉમેદવારોમાંથી 56 ઉમેદવારો પર ક્રાઈમ કેસ છે તેવો ઉલ્લેખ ઉમેદવારી પત્રકમાં કર્યો હતો અને 38 ઉમેદવારો પર સીરીયસ ક્રાઈમ કેસ નોંધાયા છે. જે 22 ટકા છે. ભાજપ કરતા કોંગ્રેસના ઉમેદવારો પર વધુ ગંભીર ક્રાઈમ કેસ નોંધાયેલા હતાં.
આમ આદમી પાર્ટી અને એનસીપીના ઉમેદવારો પર ક્રાઈમ કેસ 2017ની વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2017 )માં આમ આદમી પાર્ટીના કુલ 28 ઉમેદવારોમાંથી 4 ઉમેદવારોએ ક્રિમિનલ કેસ અને 2 ઉમેદવારોએ ગંભીર ક્રાઈમ કેસ હોવાનું ડીકલેરેશન કર્યું હતું. એવી જ રીતે એનસીપીના 57 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારો પર ક્રાઈમ કેસ હતાં અને 6 ઉમેદવારો પર ગંભીર ગુના ( Criminal Record in Election ) નોંધાયા હતાં.
2012 અને 2017માં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં ઉમેદવારો ચૂંટાયા હવે મહત્વની વાત કરીએ તો ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારો ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યાં હતાં. તેનું એનાલીસીસ કરીએ તો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ( Gujarat Assembly Election 2012 )પરિણામ આવ્યાં તેમાં કુલ 182 ધારાસભ્યોમાંથી કુલ 57(31 ટકા) ધારાસભ્યો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે અને 24(13 ટકા) ધારાસભ્યો ગંભીર પ્રકારના ગુનાના કેસ નોંધાયેલા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામનું એનાલીસીસ કરીએ તો કુલ 182 ધારાસભ્યોમાંથી ચૂંટાયેલા 47(26 ટકા) ધારાસભ્યો પર ક્રાઈમ કેસ નોંધાયેલા છે અને 33(18 ટકા) ધારાસભ્યો પર ગંભીર ક્રાઈમ કેસ ( Criminal Record in Election ) છે.
રાજકીય પક્ષ અનુસાર એનાલીસીસ રાજકીય પક્ષની રીતે જોઇએ તો 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2012 ) ભાજપના કુલ 115 ધારાસભ્યોનું એનાલીસીસ કરતાં 32 ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ છે અને 14 ધારાસભ્યો પર ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયેલો છે. કોંગ્રેસના 61 ધારાસભ્યોનું વિશ્લેષણ કરીએ તો 20 ધારાસભ્યો સામે ક્રાઈમ કેસ છે અને 7 ધારાસભ્યો સામે ગંભીર ગુના ( Criminal Record in Election )નોંધાયેલા છે.
2017માં ચૂંટાયેલા ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ 2017ની ચૂંટણીના પરિણામો ( Gujarat Assembly Election 2017 )પર નજર કરીએ તો ભાજપના ચૂંટાયેલા 99 ધારાસભ્યોનું એનાલીસીસ કરતાં 18 ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ છે અને 12 સામે ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયલો હતાં. કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો ચૂંટાયેલા 77 ધારાસભ્યોમાંથી 25 ધારાસભ્યો પર ક્રાઈમ કેસ નોંધાયેલા હતાં અને 17 સામે ગંભીર ક્રિમિનલ કેસ ( Criminal Record in Election )નોંધાયેલા છે.
47 ધારાસભ્ય પર ક્રાઈમ કેસ ચાલુ છે પંક્તિ જોગ ADR ગુજરાત કો-ઓર્ડિનેટર પંક્તિ જોગ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 ધારાસભ્ય છે. જેમાંથી 47 ધારાસભ્ય પર કેસ ચાલુ છે. જેમાં 6 ધારાસભ્યો પર રેપ અને મર્ડરના કેસ ચાલુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે પણ આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમલમાં મૂકવામાં આવ્યું છે કે લોકો પોતાના ઉમેદવારને ઓળખી શકે તે માટે દરેક વિસ્તારના ધારાસભ્ય પોતાના ઉપર કયા કેસ ચાલુ છે. ભૂતકાળમાં કયા કેસ હતાં તેની જાહેરાત ત્રણ વખત ન્યૂઝ પેપરમાં આપવાની રહેશે. જ્યારે દરેક રાજકીય પાર્ટી ( Criminal Record in Election ) એ પણ શા માટે ગુનાહિત કેસ ધરાવતા ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા છે તેનો જવાબ પણ સોશિયલ મીડિયા, ન્યૂઝ પેપર અને વેબસાઈટ પર દર્શાવવાનો રહેશે.
રાજકીય પક્ષો શું કારણ દર્શાવશે દિલીપ ગોહિલ રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલે ઈ ટીવીને જણાવ્યું હતું કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. તે પહેલા ચૂંટણી પંચ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે પણ રાજકીય પાર્ટીના ઉમેદવાર હશે તેણે પોતાના ઉપર કયા પ્રકારનો ગુનો ચાલુ છે. ભૂતકાળમાં કયા પ્રકારના ગુના હતાં, તે પોતાના મત વિસ્તારની અંદર ચૂંટણીના પહેલા ત્રણ વખત ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી ફરજિયાત રહેશે. મુખ્ય ફાયદો લોકોને જે તે વિસ્તારના ધારાસભ્યને પર કયા ગુના દાખલ છે તેને જાણકારી મળશે. હવે જાણવાનું એ પણ રસપ્રદ રહેશે કે જે રાજકીય પાર્ટી ગુનાહિત કેસ ધરાવતા ઉમેદવારને ( Criminal Record in Election ) શા માટે પસંદ કરે છે તેનો જવાબ કઈ રીતે આપે છે. આ બાબત વધારે જાણવા યોગ્ય રહેશે. રાજકીય પક્ષો આ બાબતને કઈ રીતે લે છે.
પ્રજાને ખબર પડશે કે તેઓ કેવા ઉમેદવારને મત આપી રહ્યા છે હરેશ ઝાલા સીનીયર પત્રકાર અને રાજકીય એનાલીસ્ટ હરેશભાઈ ઝાલાએ ETV Bharat સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે ઘણા સમયથી લોકો ચૂંટણીપંચ પાસેથી આશા રાખી રહ્યાં હતાં કે જેમના પર ક્રિમિનલ કેસ હોય કે કોઈ ખાસ કરીને ગંભીર ગુનાના કેસ ( Criminal Record in Election ) હોય તેમને ચૂંટણી લડવા માટે રોકવો જોઈએ. કારણ કે કેસની પ્રક્રિયા લાંબો સમય ચાલતી હોય છે. જેના પગલે ચૂંટણીપંચે આ નિર્ણય લીધો છે. રાજકીય પાર્ટીને પણ શા માટે આ ઉમેદવારને પસંદ કરવાની જરૂરિયાત શા માટે પડી તેની પણ જાહેરાત કરવી પડશે. જેનાથી લોકોને પણ ખબર પડશે કે તે કેવા ઉમેદવારને મત આપી રહ્યાં છે અને તેઓ કેવા લોકોને વિજયી બનાવી રહ્યાં છે.