અમદાવાદ શહેરમાં યુનિવર્સિટી વિસ્તારના પાંજરાપોળ ખાતે એક ખાનગી કન્સ્ટ્રકશનનું કામ ચાલતું હતું. જ્યાં નિર્માણીધીન બિલ્ડિંગની લિફ્ટનો સ્લેબ તૂટી પડતા 7 મજૂરોના મોત થયાં ( 7 workers died in lift Accident in ahmedabad )હતાં. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો નોંધી ( Crime registered in Aspire lift accident by Gujarat University Police )તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મજૂરો ગોધરાના ઘોઘંબાના યુનિવર્સિટી વિસ્તારમાં સવારે બનેલી મોટી ઘટનામાં ( Aspire 2 Building Construction Accident Case ) ક્યાંક ને ક્યાંક સેફટીનો અભાવ હોય તેમ જોવા મળી રહ્યું હતું. ખાસ કરીને જે મજૂરો મૃત્યુ પામ્યા છે. તે તમામ મજૂરો ગોધરાના ઘોઘંબાના હોવાનું સામે આવી રહ્યું છે. મજૂરોમાંથી 7 મજૂરો ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે 1 મજૂરને ગંભીર ઈજાગ્રસ્ત હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
લિફ્ટનું કામ ચાલતું હતું ACP એલ.બી.ઝાલા જણાવ્યું હતું કે આજે જે સવારે ઘટના ( Aspire 2 Building Construction Accident Case )બની છે તે ખૂબ જ ગંભીર છે. એસ્પાયર 2 નામની બિલ્ડિંગ બનાવવા માટે ખાનગી કન્ટ્રક્શનનું કામ ચાલતું હતું. જેમાં 13માં માળે લિફ્ટનું કામકાજ દરમિયાન લિફ્ટનું પાલખ તૂટી પડતા 6 કારીગરો ત્યાંથી નીચે પટકાયા હતાં. જ્યારે પાંચમા માળ પર 2 કારીગરો અકસ્માત જોઇ ગભરાઈ ગયા હોવાને કારણે બેલેન્સ ગુમાવતા નીચે પટકાયા હતા. આમ કુલ 8 મજૂરો નીચે પટકાતા 7 લોકો ઘટના સ્થળ પર મૃત્યુ ( 7 killed in Ahmedabad Make shift lift crashes ) પામ્યાં હતાં. જ્યારે એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રત થતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું. પોલીસ દ્વારા સૌથી પહેલા તો અકસ્માતનો ગુનો ( Crime registered in Aspire lift accident by Gujarat University Police )નોંધીને તપાસ હાથ ધરી છે. જો આમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારે તપાસ ચાલુ કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સેફ્ટીનો અભાવ હોય તેવું પણ જોવા મળ્યું છે.
FSL રિપોર્ટની રાહ ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો ( Crime registered in Aspire lift accident by Gujarat University Police ) નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. એડોર ગ્રુપના ચાર પાર્ટનર થકી આ કન્સ્ટ્રકશન સાઈટ પર ( Aspire 2 Building Construction Accident Case ) કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તેનો રિપોર્ટ આવતા જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.