- ગુનાઓ, ડિટેક્શન, મહિલાઓ અને બાળકોને લગતા ગુનાઓ અટકાવવાને લઈને ચર્ચા
- પોલીસ કમિશનરે ગુનેગારો સામે કડક પગલાની ઉચ્ચારી ચિમકી
- પોલીસની બેદરકારના કિસ્સામાં પોલીસ કર્મીઓ વિરુદ્ધ પણ કરાશે કાર્યવાહી
અમદાવાદ : શહેરના જગન્નાથ મંદિરના હોલમાં યોજાયેલી ક્રાઇમ કોન્સફરન્સમાં ગુનાઓ, ડિટેક્શન, મહિલાઓ અને બાળકોને લગતા ગુનાઓ અટકે તે બાબતે ચર્ચા કરાઈ હતી. આ સાથે શહેરમાં કેટલા ગુના ડિટેક્ટ થયા અને કેટલા બાકી છે, તે અંગેની માહિતી પણ મેળવવામાં આવી હતી. જોકે, તમામ ગંભીર ગુનાઓના ડિટેક્શન થઈ ગયા હોવાની અને જે બાકી છે તેની તપાસ પૂરજોશમાં ચાલું હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
ક્રાઈમ રેશિયો ઘટાડવા અંગે પણ કરાઈ ચર્ચા
ચર્ચાસ્પદ દરિયાપુર મનપસંદ જીમખાનામાં રેડ મામલે નિવેદન આપતા અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, બરાબર કામ ન કરનારા લોકોને સજા આપીને સસ્પેન્ડ કરાયા છે. આ સાથે આગામી દિવસોમાં પોલીસ આ બાબતે કડક પગલા લેશે તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં શહેરમાં ગુનાઓને કઈ રીતે પહોંચી વળવું અને ક્રાઈમ રેશિયો કઈ રીતે ઘટાડી શકાય તે અંગે પણ કોન્ફરન્સમાં ચર્ચા કરાઈ હતી.